Home /News /kutchh-saurastra /રાજકોટ : 'સુહાગ રાતે પણ પતિએ શારીરીક સંબંધ ન બાંધ્યા, સહકર્મી લેડી ડોક્ટરના ફોટા જોઈ કરે છે હસ્તમૈથુન'

રાજકોટ : 'સુહાગ રાતે પણ પતિએ શારીરીક સંબંધ ન બાંધ્યા, સહકર્મી લેડી ડોક્ટરના ફોટા જોઈ કરે છે હસ્તમૈથુન'

રાજકોટની મહિલાએ ડોક્ટર પતિ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

હું શારીરિક સંબંધ બાંધવાનું કહેતી ત્યારે મારો પતિ કોઈને કોઈ બહાના આગળ કરતો હતો. ક્યારેક માથું દુખે છે ક્યારેક મારો મૂડ નથી હું થાકી ગયો છું, જેવા અવનવા બહાનાઓ આપતો હતો

રાજકોટ : શહેરમાં ફરી એક વખત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ (Rajkot) શહેરમાં માવતર ધરાવતી એક પરિણીતાએ અમદાવાદ સરકારી હોસ્પિટલના ડોક્ટર પતિ તેમજ સાસુ સસરા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં પરિણીતાએ કેટલાક ચોંકાવનારા આક્ષેપો કર્યા છે.

રાજકોટ શહેર આમ તો રંગીલું શહેર તરીકે ઓળખાય છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી રાજકોટ શહેર અવાર-નવાર ગુનાખોરી મામલે ચર્ચાના એરણે ચડતું રહેતું હોય છે. ત્યારે રાજકોટ શહેરના મહિલા પોલીસ મથકમાં પરિણીતાએ અમદાવાદ સરકારી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ નિભાવનારા પતિ તેમજ સાસુ-સસરા વિરુદ્ધ આઈપીસીની કલમ 498 (ક), 323, 114 મુજબ ગુનો દાખલ કરાવ્યો છે.

પરિણીતાએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે, ૫ ફેબ્રુઆરી 2018 ના રોજ જ્ઞાતિના રીત રિવાજ મુજબ તેના લગ્ન ડોક્ટર સાથે થયા હતા. લગ્નની પહેલી જ રાત્રિએ મારા પતિએ મને શારીરિક સંબંધ બાંધવાની ના પાડી હતી. ત્યારબાદ જ્યારે પણ હું શારીરિક સંબંધ બાંધવાનું કહેતી ત્યારે મારો પતિ કોઈને કોઈ બહાના આગળ કરતો હતો. ક્યારેક માથું દુખે છે ક્યારેક મારો મૂડ નથી હું થાકી ગયો છું, જેવા અવનવા બહાનાઓ આપતો હતો. જ્યારે પણ હું મારા પતિની નજીક જવાનો પ્રયાસ કરતી ત્યારે તે ગુસ્સે થઇને મારું અપમાન કરતો.

પતિના આવા વર્તનથી મને આશ્ચર્ય થયું હતું. નોકરીએથી આવ્યા બાદ પતિ સીધા જ રૂમમાં જતા રહેતા હતા અને લેપટોપ ચાલુ કરી રાત્રિના અઢી સાડા ત્રણ વાગ્યા સુધી તેમાં જ રચ્યાપચ્યા રહેતા હતા. સમગ્ર મામલે જ્યારે મેં વાત મારા સાસુ ને કહી ત્યારે તેઓએ કહ્યું હતું કે, તમે બંને હનીમૂન પર જશો ત્યારબાદ બધું સરખું થઈ જશે. હનીમુનમાં પણ મારા પતિ ગુસ્સો કરતા હતા તેમજ નજીક ન આવવા માટે ખોટા બહાના બતાવ્યા કરતા હતા. હનીમુન પર મારા પતિએ મને કહ્યું હતું કે, મને તારા માટે લાગણી આવતી જ નથી. મને જે લાગણી બીજે બધે થાય છે તે લાગણી તારામાં નથી આવતી એમ કહી બીજી સ્ત્રીઓ સાથે સંબંધ છે તેવું પણ પતિએ મને જણાવ્યું હતું.

આ પણ વાંચોસુરત અકસ્માત VIDEO : નબીરા કાર ચાલકે બાળકીને અડફેટે લીધી, કરૂણ અકસ્માત CCTVમાં કેદ

પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા પતિ વિકૃત માનસિકતા ધરાવે છે. મારા પતિ લેપટોપમાં હોમોસેક્સ્યુઅલ ગે અને લેસ્બિયન પોનોગ્રાફીના વિડીયો તેમજ ફોટો સતત જુએ છે. તો સાથે જ તેની સહકર્મી લેડી ડોક્ટરના whatsapp profileના સ્ક્રીનશોટ પાડી મારા પતિ પોતાના જ મેલ એડ્રેસ પર મેલ કરેલ છે અને લેપટોપમાં ગંદા વિડીયો તેમજ સહકર્મી લેડી ડોક્ટરના ફોટા જોઈ હસ્તમૈથુન પણ કરે છે. સમગ્ર બાબતે મેં જ્યારે વિરોધ કર્યો ત્યારે મારા પતિએ મને ગાળો આપી મારા પર હાથ ઉપાડી મારકૂટ પણ કરી હતી.
Published by:kiran mehta
First published:

Tags: Domestic Violance, Rajkot News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन