જેતપુરમાં મિલકત માટે 'Murder', દોરીથી ગળું દબાવી બાપને ઉતાર્યો મોતને ઘાટ

જેતપુરમાં મિલકત માટે 'Murder', દોરીથી ગળું દબાવી બાપને ઉતાર્યો મોતને ઘાટ
મૃતક અને ઘટના સ્થળની તસવીર

જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામમાં મથુરભાઈ અમીપરાએ પોતાના પુત્ર રાજેશને ઘર ખાલી કરાવનું કહ્યું હતું. જોકે, આ અંગે પુત્ર અને પિતા મથુરભાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી.

 • Share this:
  મુનાફ બકાલી, જેતપુરઃ અત્યારે પૈસાની (money) બાબતમાં સંબંધો ભૂલીને એકબીજાના લોહીના તરસ્યા થવાની અનેક ઘટનાઓ બનતી રહે છે. રાજકોટના જેતપુરમાં પુત્રએ જ પિતાનું ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. ઘટનાના પગલે પોલીસ (son) ઘટના સ્થળે દોડી જઈને લાશને કબ્જે લઈને ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. મકાન અને મિલકત અંગે એક પુત્રના હાથે પિતાની હત્યા (son killed father) થવાની આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી.

  ઘટના અંગે મળતી માહિતી રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામમાં મથુરભાઈ અમીપરા પરિવાર સાથે રહેતા હતા. મુથરભાઈએ પોતાના પુત્ર રાજેશને ઘર ખાલી કરાવનું કહ્યું હતું. જોકે, આ અંગે પુત્ર અને પિતા મથુરભાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી.  બોલાચાલીએ ધીમેધીમે ઝઘડાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. ઉશ્કેરાયેલા રાજેશે ઘરમાંથી દારી લાવીને પિતાનું ગળે ટૂંપો આપીને મારી નાંખ્યા હતા. પિતાની હત્યા કર્યા બાદ પુત્ર ફરાર થઈ ગયો હતો.

  આ પણ વાંચોઃ-સોરી એન્ડ લવ યુ કુકુ.. તુમ કર્ઝદાર હો.. હો સકે તો ચુકા દેના': આયેશાનો દર્દભર્યો પત્ર વાંચીને આંખો ભીની થઈ જશે

  આ પણ વાંચોઃ-સ્વરૂપવાન પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો પતિ, ચેતવણી આપી બંનેને છોડી દીધા, દગાવાજ પત્નીએ પતિની કરી હત્યા

  આ પણ વાંચોઃ-હાથ ચાલાકી કી તો કમ્પલેન કરુંગી,' પાવાગઢ બસ સ્ટેન્ડમાં ડ્રાઈવર અને મુસાફર વચ્ચે મારામારીનો live video

  આ પણ વાંચોઃ-ઓડિશામાં પણ બની વડોદરા જેવી હૃદયદ્રાવક ઘટના! વિદાય વખતે દુલ્હન એટલું રડી કે શરીરમાંથી નીકળી ગયા પ્રાણ

  આ અંગે પોલીસને જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને મૃતક મથુરભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. અને પિતાની હત્યાના આરોપી સામે ગુનો નોધીને તેને પકડાવના ચક્રોગતિમાન કર્યા હતા.  બીજી તરફ મકાન અને મિલકત અંગે એક પુત્રના હાથે પિતાની હત્યા થવાની આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી.
  Published by:ankit patel
  First published:March 08, 2021, 00:33 am

  ટૉપ ન્યૂઝ