Good News! રાજકોટના કર્ફ્યૂગ્રસ્ત જંગલેશ્વર વિસ્તારમાં સગર્ભા મહિલાઓ માટે શરૂ થશે આ સેવા

Good News! રાજકોટના કર્ફ્યૂગ્રસ્ત જંગલેશ્વર વિસ્તારમાં સગર્ભા મહિલાઓ માટે શરૂ થશે આ સેવા
પ્રતિકાત્મક તસવીર

જંગલેશ્વર વિસ્તારમાં જ આવેલા પ્રણામી ચોક ખાતેના અર્બન હેલ્થ સેન્ટર ખાતે ગાયનેકોલોજિસ્ટ તબીબની સેવાઓ ઉપલબ્ધ બનાવવાની વ્યવસ્થા કરી છે.

  • Share this:
રાજકોટઃ કોરોનાગ્રસ્ત વિસ્તાર એવા જંગલેશ્વરમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. ત્યારે આ વિસ્તારમાં રહેતી સગર્ભા મહિલાઓ માટે અહીં ગાયનેકોલોજિસ્ટ તબીબની સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી છે. આવતીકાલે તા. ર૩થી આ આરોગ્ય કેન્દ્ર ખાતે ગાયનેકોલોજિસ્ટ સગર્ભા બહેનોના નિદાન સારવાર સહિતની સેવાઓ આપશે.

રાજકોટઃ જે રીતે સતત કોરોના વાયરસના (coronavirus) પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. તે ખુબ ચિંતાજનક છે, આવા સમયે રાજકોટના (Rajkot) જંગલેશ્વર વિસ્તારમાં પણ કોરોના પોઝિટિવ કેસનો આકડો વધી રહ્યો છે. જંગલેશ્વર વિસ્તારમાં કર્ફ્યૂ પણ લાગુ કરી દેવામાં આવ્યો છે. ત્યારે લોકોને કોઈ પણ કામ માટે ઘરની બહાર નીકળવાની મનાઈ કરી દેવામાં આવી છે.



આ પણ વાંચોઃ-Lockdown: પહેલા પતિ સાથે વાત કરતી હતી પત્ની, બીજા પતિએ બેટ વડે કરી પત્નીની હત્યા

આવા સમયે રાજકોટ મહાનગરપાલિકાએ જંગલેશ્વર વિસ્તારના સગર્ભા બહેનોને જરૂરિયાત મુજબની તબીબી સેવાઓ કોઈ પણ મુશ્કેલી વગર મળી રહે તેવા આસયથી જંગલેશ્વર વિસ્તારમાં જ આવેલા પ્રણામી ચોક ખાતેના અર્બન હેલ્થ સેન્ટર ખાતે ગાયનેકોલોજિસ્ટ તબીબની સેવાઓ ઉપલબ્ધ બનાવવાની વ્યવસ્થા કરી છે. આવતીકાલે તા. ર૩થી આ આરોગ્ય કેન્દ્ર ખાતે ગાયનેકોલોજિસ્ટ સગર્ભા બહેનોના નિદાન સારવાર સહિતની સેવાઓ આપશે.

આ પણ વાંચોઃ-લોકડાઉન પણ કંઈ ન બગાડી શક્યું આ શિક્ષકનું! નેટવર્ક ન આવતા ઝાડ ઉપર ચડીને લે છે online ક્લાસ

મ્યુનિ. કમિશનર ઉદતિ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, કર્ફયુગ્રસ્ત જંગલેશ્વર વિસ્તારના નાગરિકો ઘરની બહાર ન નીકળે અને લોકડાઉન તથા કર્ફયુના નિયમોનું ચૂસ્ત પાલન કરે તે વર્તમાન સમયની માંગ છે. સ્વાભાવિક રીતે જ ઇમરજન્સી મેડીકલ પરિસ્થિતિમાં પણ લોકોને આ એરીયામાં જ તબીબી સેવાઓ ઉપલબ્ધ બને તે માટે રાજકોટ મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ છે.

આ પણ વાંચોઃ-Lockdown: માત્ર પાંચ જાનૈયા સાથે બાઈક ઉપર થઈ દુલ્હનની વિદાય, પોલીસે કર્યું આવી રીતે સ્વાગત

નાગરિકોના સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તે માટે જ આ સમગ્ર કવાયત હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે લોકો પણ તેમાં પોતાનું પુરેપુરૂ યોગદાન તે જરૂરી છે. લોકોની સગવડતા સાચવવાના હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સીવિલ હોસ્પિટલ અને પદ્મકુંવરબા હોસ્પિટલના નિષ્ણાંત ગાયનેકોલોજિસ્ટ તબીબની સેવાઓ જંગલેશ્વર પ્રણામી ચોક ખાતે આવેલા શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે આવતીકાલ તા. 23-4-2020થી ઉપલબ્ધ બનાવી છે.
Published by:News18 Gujarati
First published:April 22, 2020, 18:14 pm

ટૉપ ન્યૂઝ