રાજકોટ: 'બે મહિનાથી બહેનપણીના ઘરે હતી', જમ્મુ-કાશ્મીરની યુવતીનું પરિવાર સાથે થશે મિલન


Updated: May 19, 2020, 11:04 PM IST
રાજકોટ: 'બે મહિનાથી બહેનપણીના ઘરે હતી', જમ્મુ-કાશ્મીરની યુવતીનું પરિવાર સાથે થશે મિલન
કલેકટર રેમ્યા મોહનના નેતૃત્વ હેઠળ આરતી દેવીને જમ્મુ-કાશ્મીર પહોંચાડીને પરિવાર સાથે મિલન કરાવ્યું

સુરતની મહાવીર કોલેજમાં અભ્યાસ કરતા આરતીદેવી પોતાના પરિવારથી દુર છેલ્લા ૨ મહિનાથી પોતાની બહેનપણી બંસી કયાડાના ઘરે ગોંડલના દેવચડી ગામે રહેતા હતા

  • Share this:
રાજકોટ : 'દુનિયાનો છેડો ઘર' આ કહેવતે વિશ્વના લોકોને કોરોનાની મહામારીના સમયમાં ઘર અને પરિવારનું મુલ્ય સમજાવ્યું છે. સરકાર અને તેને સંલગ્ન વિભાગોના કર્મયોગીઓની ઋજુતાના દર્શન પણ દરેક દેશવાસીઓને થયા છે. લોકડાઉનના કારણે પરિવારથી દૂર થયેલ લોકોને પોતાના પરિવારજનો સાથે ભેટો કરાવતા તંત્રની કામગીરીના આપણે સૌ સાક્ષી છીએ.

આ ઉપરાંત કોવીડ-૧૯ના સંક્રમણના ભય વચ્ચે દેશના દરેક રાજ્યનું વહીવટી તંત્ર પણ એકબીજાની વધુ નજીક આવ્યું છે. જેનું પ્રેરણારૂપ કામગીરીનું ઉદાહરણ બન્યું છે ગુજરાતનો રાજકોટ જિલ્લો. કોરોના વાયરસને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેના પગલે તમામ શૈક્ષણિક સંસ્થાઓ પર બંધ કરવામાં આવી હતી. ત્યારે મૂળ જમ્મુ-કાશ્મીરના ચોકી ચોરા તાલુકાના ઘાર ગામે રહેતા અને સુરતની મહાવીર કોલેજમાં અભ્યાસ કરતા આરતીદેવી પોતાના પરિવારથી દુર છેલ્લા ૨ મહિનાથી પોતાની બહેનપણી બંસી કયાડાના ઘરે ગોંડલના દેવચડી ગામે રહેતા હતા.

લોકડાઉનમાં પિતા પદ્મદેવ શર્મા સાથે વાતચીત કરતાં આરતીદેવીએ વતન પરત આવવાની ઈચ્છા વ્યકત કરી હતી. દિકરીને વતન પરત લાવવા માટે પદ્મદેવ શર્માએ જમ્મુ-કશ્મીરના જિલ્લા વહીવટી તંત્રને રજુઆત કરી હતી. જેમની વાતને ઘ્યાનમાં લઈને જમ્મુ-કશ્મીરના વહીવટી તંત્રએ ગુજરાત સરકાર અને રાજકોટના વહીવટી તંત્ર સાથે આરતીદેવી વતન આવી શકે તે બાબતે સંપર્ક કર્યો હતો.

આરતી દેવીની વાતની જાણ થતાની સાથે જ રાજકોટ જિલ્લા કલેકટર સુશ્રી રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેકટર દ્વારા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એન.આર.ધાધલને આરતી દેવીને વતન જવા બાબતની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જેમણે મહિલા અને બાળ અધિકારી જનકસિંહ સાથે સંકલન સાધીને આરતી દેવીને તેમની બહેનપણીના ઘરેથી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન દ્વારા રેસ્કયુ કરીને પ્રોટેકશન ઓફિસરના નેજા હેઠળ રાજકોટમાં લાવવામાં આવ્યા અને લોહાણા સ્થાપિત મહિલા વિકાસ ગૃહમાં આશ્રય આપવામાં આવ્યો.

રાજકોટ જિલ્લા પ્રશાસનનો આભાર માનતા આરતી દેવીએ કહ્યું હતું કે, લોકડાઉનના કારણે મારે મારી મિત્રના ઘરે રહેવું પડ્યું હતું પરંતુ રાજકોટ જિલ્લા પ્રશાસન અને જમ્મુ-કાશ્મીર જિલ્લા પ્રશાસના કારણે હું મારા વતન જઈ રહી છું. પરપ્રાંતિય હોવા છતાં રાજકોટ જિલ્લા પ્રશાસને મને પરિવારજનની આત્મીયતા આપી તે બદલ હું ગુજરાત સરકાર અને કલેકટર રેમ્યા મોહનનો અંત:કરણથી આભાર માનું છું.

આરતીદેવીને આજ સવારે રોજ રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર સાથે સંકલન સાધીને પ્રોટેકશન ઓફિસર કિરણ મોરિયાણીની સુરક્ષા હેઠળ રાજકોટથી બસ દ્વારા અમદાવાદ ખાતે વતન જમ્મુ-કશ્મીર જવા માટે મોકલવામાં આવ્યા હતા. જ્યાંથી તેમને જ્મ્મુ-કશ્મીર જતી સ્પેશિયલ ટ્રેન દ્વારા જમ્મુ-કાશ્મીર પહોંચાવડાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ રાજકોટ જિલ્લા પ્રશાસન અને કલેકટર રેમ્યા મોહનના ઉમદા નેતૃત્વ હેઠળ પરિવારથી ૨ મહિના દૂર રહેલી આરતી દેવીને જમ્મુ-કાશ્મીર પહોંચાડીને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
First published: May 19, 2020, 11:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading