ઘરનું ઘર:આવાસ યોજનાની ફોર્મ ભરવાની આ છે છેલ્લી તારીખ

News18 Gujarati
Updated: July 12, 2019, 1:29 PM IST
ઘરનું ઘર:આવાસ યોજનાની ફોર્મ ભરવાની આ છે છેલ્લી તારીખ
પ્રતિકાત્મક તસવીર

આ આવાસ યોજનાના ફોર્મમાં જરૂરી માહિતી ભરીને તારીખ ૩૧ જુલાઇ (૨૦૧૯) સુધીમાં નાગરિકોએ ફોર્મ પરત કરવાના રહેશે

  • Share this:
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ બનનારી સ્માર્ટ ઘર ૧-૨-૩ ના કુલ ૨૧૭૬ આવાસ માટેના ફોર્મ વિતરણ તારીખ 1 જુલાઇથી રાજકોટ આઈ.સી.આઈ.સી.આઈ. (ICICI) બેન્કની વિવિધ ૧૪ શાખા પરથી શરૂ થઇ ગયેલા છે.

આ ઉપરાંત, આ આવાસ યોજનાના ફોર્મ રાજકોટ મહાનગરપાલિકાના છ (૬) સિટી સિવિક સેન્ટર પરથી પણ ફોર્મનું વિતરણ કરવામાં આવી રહયું છે. ફોર્મનું વિતરણ એક મહિના સુધી થવાનું છે, અને ફોર્મમાં જરૂરી માહિતી ભરી તારીખ ૩૧ જુલાઇ સુધીમાં રાજકોટ મહાનગરપાલિકાના છ (૬) સિવિક સેન્ટર અને રાજકોટની ICICI બેંકની વિવિધ જે તે શાખા પર પરત કરવાના રહેશે.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, પ્રધામંત્રી આવાસ યોજના હેઠળ બનનારી આ આવાસ યોજનાના તમામ સ્માર્ટ ધરના ફ્લેટની ફાળવણી કમ્પ્યુટર ડ્રો મારફત કરવામાં આવશે. સ્માર્ટ ધર–EWS-૧ આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે બનાવવામાં આવશે. જે કુટુંબની સંપૂર્ણ વાર્ષિક આવક રૂપિયા ૦૩ લાખ સુધી હશે તેવા કુટુંબો આ આવાસના ફોર્મ ભરી શકશે,”

“રાજકોટની આઈ.સી.આઈ.સી.આઈ. (ICICI) બેન્કની વિવિધ શાખા ઉપરાંત છ (૬) સિટી સિવિક સેન્ટર પરથી તારીખ: ૦૧-૦૭-૨૦૧૯ થી ૩૧-૦૭-૨૦૧૯ દરમ્યાન આ યોજના માટેના અરજીપત્રકો મેળવી શકશે. સિટી સિવિક સેન્ટર પરથી સવારના ૧૦:૩૦ થી સાંજના ૬:૦૦ વાગ્યા સુધી ફોર્મનું વિતરણ કરવામાં આવશે,” તેમણે વધુ વિગતો આપતા કહ્યું.

આ આવાસ યોજનાના ફોર્મમાં જરૂરી માહિતી ભરીને તારીખ ૩૧ જુલાઇ (૨૦૧૯) સુધીમાં નાગરિકોએ ફોર્મ પરત કરવાના રહેશે. તારીખ ૩૧ જુલાઇ પછી પરત કરનાર નાગરિકોના ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ, તેથી જાહેર જનતાને અપીલ કે આગામી તા. ૩૧ જુલાઈ સુધીમાં ફોર્મ ભરીને સિવિક સેન્ટર અને ICICI બેંકમાં પરત કરી આપે.

 
First published: July 12, 2019
વધુ વાંચો
अगली ख़बर