Home /News /kutchh-saurastra /

સોનુ સૂદની મહાનતા: રાજકોટની ક્રાંજ ગોસ્વામી અને સોનુ સૂદ વચ્ચે થયેલી વાતચીત, જુઓ VIDEO

સોનુ સૂદની મહાનતા: રાજકોટની ક્રાંજ ગોસ્વામી અને સોનુ સૂદ વચ્ચે થયેલી વાતચીત, જુઓ VIDEO

ક્રાંજએ

ક્રાંજએ જણાવ્યું હતું કે પોલેન્ડ બોર્ડર પાર કરાવવા દરમિયાન યુક્રેનના સૈનિકોએ ગુજરાતી વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરી હતી અને સામાન પણ ફેંકી દીધો હતો. સૈનિકોએ વિદ્યાર્થીઓ સાથે ખૂબ જ અમાનવીય વ્યવહાર કર્યો હતો.

    મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ : ક્રાંજ ગોસ્વામીપોલેન્ડ બોર્ડર પર પહોંચનારી પહેલી ગુજરાતી યુવતી છેગુજરાત-સૌરાષ્ટ્રના અનેક વિદ્યાર્થીઓ હજુ પણ યુક્રેન સરહદે ફસાયેલા છે. ક્રાંજ ગોસાઈ પોલેન્ડની બોર્ડર પર પહોંચનારી પ્રથમ ગુજરાતી હતી. ગત રાત્રિએ રાજકોટ પરત આવ્યા બાદ તેણે ત્યાંની ભયાનક સ્થિતિ વર્ણવી હતી.

    ક્રાંજએ જણાવ્યું હતું કે પોલેન્ડ બોર્ડર પાર કરાવવા દરમિયાન યુક્રેનના સૈનિકોએ ગુજરાતી વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરી હતી અને સામાન પણ ફેંકી દીધો હતો. સૈનિકોએ વિદ્યાર્થીઓ સાથે ખૂબ અમાનવીય વ્યવહાર કર્યો હતો. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની મદદ માટે આગળ આવ્યા સોનુ સૂદ ,રાજકોટ પરત ફરેલી યુવતી સાથે વીડિયો કોલથી વાત કરી હતી.

    આ પણ વાંચો: વારાણસીમાં પીએમ મોદીએ કહ્યું- યુક્રેન મુદ્દા ઉપર પણ વિપક્ષ કરી રહ્યું છે રાજનીતિ

    સોનુ સૂદ સતત મદદ માટે અગ્રેસર

    જેમાં વિદ્યાર્થીઓની મદદ માટે આગળ આવેલા સોનુ સૂદે યુક્રેનથી દિલ્હી અને દિલ્હીથી પોતાના શહેર સુધી જવા ફ્લાઈટની ટિકિટ બુક કરાવી આપવાની ઓફર કરી હતી. સોનુ સૂદ સતત મદદ માટે અપડેટ પણ મેળવતા રહેતા હતા. યુક્રેન પરના હુમલા દરમિયાન ગુજરાતમાં અમરેલી જિલ્લાના 21 વિદ્યાર્થી યુક્રેનમાં છે, જેમાંથી માત્ર 2 પરત આવી ગયા હોવાનું જાણવા મળે છે.

    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Russia and Ukraine War, Sonu sood, રાજકોટ

    આગામી સમાચાર