Video: રાજકોટમાં Fathers Dayના દિવસે જ પૌત્રએ પોત પ્રકાશ્યું! દાદા-દાદીને માર મારી ઘરમાંથી કાઢી મૂક્યા


Updated: June 22, 2020, 6:06 PM IST
Video: રાજકોટમાં Fathers Dayના દિવસે જ પૌત્રએ પોત પ્રકાશ્યું! દાદા-દાદીને માર મારી ઘરમાંથી કાઢી મૂક્યા
સીસીટીવીની તસવીર

આ ઉંમરે હું મારી પત્નીને છોડી ને કયા જાવ. જે મહેનતની કમાણીથી મેં મારું ઘર ઉભું કર્યું છે. જે ઘરની અંદર મેં મારા તમામ સંતાનોને જન્મ આપ્યો તેમનો લાડકોડથી ઉછેર્યો તે જ સંતાનોના સંતાનો આજે અમને મારી નાખવા માટે ઊભા થયા છે.

  • Share this:
રાજકોટઃ ગઈ કાલે રવિવારના રોજ વિશ્વભરમાં ફાધર્સ ડેની (Father's day) ઉજવણી કરવામાં આવી હતી. તો બીજી તરફ રાજકોટની અંદર દાદા પૌત્ર દાદી પૌત્રના સંબંધને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. પૌત્ર દ્વારા દાદા દાદીને માર મારી ઘર વિહોણા કરવામાં આવ્યા છે. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં (CCTV) પણ કેદ થવા પામી છે.

રાજકોટ શહેરના મનહર પ્લોટ શેરી નંબર 10માં આજરોજ સોમવારના રોજ દાદા પૌત્ર અને દાદી પૌત્રના સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. 75 વર્ષીય દાદા અને દાદીને તેના પુત્ર તેમજ પૌત્રની વહુ દ્વારા માર મારવામાં આવ્યો હતો. જે ઘર પોતાની મહેનતથી જે જેરામ બાપાએ બનાવ્યું છે. તે જ ઘરમાંથી તેમના પૌત્ર તેમજ પૌત્રની પત્ની દ્વારા તેમને માર મારી ઘરવિહોણા કરવાનું કાવતરૂ સામે આવ્યું છે. જે ઘટના સીસીટીવીમાં કેદ થતા હાલ સોશિયલ મીડિયામાં (social media) આ કળજુગ ના કાળ એવા પૌત્ર પર ફિટકાર વરસી રહ્યો છે.

મીડિયા સાથેની વાતચીતમાં દાદા જેરામ બાપા એ જણાવ્યું છે કે, વર્ષો પહેલા મેં મારી તમામ પ્રોપર્ટી મારા તમામ સંતાનો વચ્ચે સરખા ભાગે વહેંચી હતી. હાલ 75 વર્ષની ઉંમરે પણ હું પ્રોવિઝન સ્ટોર ચલાવીને મારા ઘરનું ગુજરાન ચલાવું છું. ત્યારે મારા પૌત્ર તેમજ તેની પત્ની દ્વારા અમને અવારનવાર માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ-રાજકીય ભૂકંપ! શંકરસિંહ વાઘેલાએ NCPમાંથી આપ્યું રાજીનામું, પ્રમુખ પદેથી હટાવતા નારાજ થયાની ચર્ચા

તો સતત અમને એક જ દબાણ કરવામાં આવી રહ્યું છે તમે આ ઘર છોડીને ચાલ્યા જાય. પરંતુ આ ઉંમરે હું મારી પત્નીને છોડી ને કયા જાવ. જે મહેનતની કમાણીથી મેં મારું ઘર ઉભું કર્યું છે. જે ઘરની અંદર મેં મારા તમામ સંતાનોને જન્મ આપ્યો તેમનો લાડકોડથી ઉછેર્યો તે જ સંતાનોના સંતાનો આજે અમને મારી નાખવા માટે ઊભા થયા છે.

આ પણ વાંચોઃ-ભારતને નુકસાન પહોંચાડવા માટે ચીને ચાલી નવી ચાલ! જરૂરી વસ્તુઓના ભાવમાં વધારો કરી રહ્યું છે

જેરામ બાપા ના પાડોશીઓ પણ એક જ વાત કહે છે કે આ વયોવૃદ્ધ દાદા દાદી ને તેના પોતાના સંતાન તેમજ પૌત્ર તેમજ તેની પત્ની દ્વારા ખૂબ જ હેરાન પરેશાન કરવામાં આવે છે. હાલ એ ડિવિઝન પોલીસ દ્વારા પૌત્ર તેમજ તેની પત્નીની અટકાયત કરવામાં આવી છે તો સાથોસાથ તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદાકીય કાર્યવાહી પણ આગળ ધરવામાં આવી છે.
First published: June 22, 2020, 5:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading