રાજકોટ (Rajkot): ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટવાસીઓને મહાનગરપાલિકા તમામ પ્રકારની સેવાઓ વોટ્સએપના માધ્યમથી ઉપલબ્ધ કરાવવા 'મનપા ઓન વોટ્સએપ' સેવાનો પ્રારંભ કરાયો છે. ગુજરાત (Gujarat)સરકારના કેબિનેટ પ્રધાન અને રાજકોટનાં પ્રભારી જીતુ વાઘાણીના હસ્તે આ સેવાનો શુભારંભ કરાયો હતો. જેને લઈને રંગીલા રાજકોટવાસીઓને હવેથી પ્રોપર્ટી ટેક્સ, વોટર ચાર્જીસ, પ્રોફેશનલ્સ ટેક્સ ઉપરાંત જન્મ-મરણના પ્રમાણપત્ર (Birth-death certificate) પણ વોટ્સએપના (WHATSAPP) માધ્યમથી મળવા લાગશે. આ માટે 95123 01973 નંબર (number)જાહેર કરાયો છે. આ નંબર પરથી લોકોને 175 જુદી-જુદી સેવાઓ મળી રહેશે. ગણતરીનાં દિવસોમાં વોટ્સએપનાં (WhatsApp)માધ્યમથી 200 કરતા વધારે ફરિયાદ મળી જતા મનપા તંત્ર દ્વારા આ ફરિયાદોનાં ઉકેલ માટે જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
'મનપા ઓન વોટ્સએપ' અંતર્ગત પ્રથમ તબક્કામાં અલગ-અલગ સેવાઓ શરૂ કરાયા બાદ ક્રમ અનુસાર આ પ્લેટફોર્મમાં મોટાભાગની સર્વિસને આવરી લેવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સમય અને આધુનિક ટેકનોલોજી સાથે તાલ મીલાવી શહેરીજનોને ઝડપી અને પારદર્શક સેવાઓ ઘેરબેઠા મળી રહે તે માટે ઇ-ગવર્નન્સના પ્રોજેકટ હેઠળ વોટ્સએપ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
જાણો કઈ રીતે કરી શકાશે 'મનપા ઓન વોટ્સએપ'નો ઉપયોગ
વોટ્સએપ (WhatsAPP) એ વિશ્વભરમાં મોબાઈલ માં સૌથી વધારે વપરાતી ચેટ એપ્લીકેશન છે જે ઉપયોગમાં ખૂબ જ સરળ છે. વોટ્સએપ લોકોને ટેક્સ્ટ મેસેજ, મલ્ટીમીડિયા મેસેજ, ઓડિયો – વીડીયો ફાઈલો, PDF ફાઈલો વગેરેની સરળતાથી આપ-લે કરી શકાય તેવી સુવિધા પ્રોવાઈડ કરે છે. આ માટે લોકોએ મહાનગરપાલિકાનાં વોટ્સએપ નંબર 9512301973 ને પોતાના મોબાઈલ પર સેવ કરીને તેનાં પર Hi મેસેજ કરવાથી ચેટબોટ એક્ટીવેટ થશે જેમાં લોકો English / ગુજરાતી એમ ભાષા સિલેક્ટ કરી શકશે.
RMC on WhatsApp નો ઉપયોગ વડે લોકો મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ મિલ્કત વેરો, પાણી-દર, વ્યવસાય વેરો EC તેમજ RC , જુદી જુદી સ્પોર્ટ્સ યુટિલીટી , મહાનગરપાલિકા ની સેવાઓને લગત ફરિયાદો, વિવિધ પ્રકારની સેવાઓ મેળવવા માટે જરુરી ફોર્મ , મહાનગરપાલિકાનાં વિવિધ ટેન્ડરો, મહાનગરપાલિકા માં ભરતી અંગેની જાહેરાતો, મહાનગરપાલિકાની વિવિધ ઝોનલ ઓફિસો/ વોર્ડ ઓફિસો/ આરોગ્ય કેન્દ્રોનાં એડ્રેસ જીઓ લોકેશન સાથે, મહાનગરપાલિકાની જુદી જુદી T P Scheme ની યાદી, મહાનગરપાલિકાનાં તમામ અગત્યનાં ફોન નંબર વિગેરેની વિગતો ઉપરોકત વોટ્સએપ ચેટ બોટ પરથી ખૂબ જ સરળતાથી મેળવી શકાશે. આ સેવાનો ઉપયોગ કરીને લોકો પોતાનાં પાછલાં વર્ષોમાં ભરેલ વેરાની રસીદો/બીલો, બાકી વેરાની રકમ વોટ્સએપ દ્વારા જાણી શકશે/ ડાઉનલોડ કરી શકશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર