રાજકોટ: પ્રેમ સંબંધોને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. પ્રેમ સંબંધો પૂર્ણ થયા બાદ પણ ભૂતપૂર્વ પ્રેમીઓ પોતાની ભુતપૂર્વ પ્રેમિકા ને બદનામ કરવા માટે whatsapp એપ્લિકેશન નો સહારો લીધો હતો. ભૂતપૂર્વ પ્રેમી પોતાના whatsapp dp ની અંદર પોતાની ભુતપૂર્વ પ્રેમિકા ના ફોટો તેમજ ટેગ લાઈન લખી તેને સરેઆમ બદનામ કરી રહ્યો હતો ત્યારે સમગ્ર મામલે ભુતપૂર્વ પ્રેમિકા એ પોલીસ નો સહારો લેતા પ્રથમ એ ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ ત્યારબાદ સાયબર પોલીસ દ્વારા પીડિતાને પરેશાન કરનારા ભૂતપૂર્વ પ્રેમી હિતેશ પિત્રોડા વિરુદ્ધ ફરિયાદ નોંધી તેની અટકાયત કરવામાં આવી છે.
કઈ રીતે થઈ હતી ઘટનાની શરૂઆત
પોતાના ભૂતપૂર્વ પ્રેમી થી હેરાન પરેશાન થનાર યુવતી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તે આઠ વર્ષ પહેલા હિતેશ પિત્રોડા નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધમાં હતી. જોકે કોઇ કારણોસર બંને વચ્ચેની રિલેશનશિપ તૂટી જતા હિતેશે તેણીને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. ઉપરાંત પીડિતાના ઘર પાસે જઈને તેના નામની અત્યંત નિમ્ન પ્રકારની ગાળો બોલીને તેને પોતાના આડોશ-પાડોશમાં બદનામ કરવાનું શરૂ કર્યું હતું. પ્રેમ સંબંધ તુટી ગયા બાદ પણ હિતેશ પીડિતાને પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવા માટે ફરજ પાડતો હતો. તો સાથે જ જો યુદ્ધ પોતાની સાથે સંબંધ ન રાખે તો તેણીને જાનથી મારી નાખવાની ધમકી પણ હિતેશ આપતો હતો.
કઈ રીતે બદનામ કરતો હતો વોટ્સેપ ના માધ્યમથી ભુતપૂર્વ પ્રેમી
પીડિતાએ પોલીસને જણાવ્યા પ્રમાણે હિતેશ પોતાના whatsapp ના ડીપી માં પીડિતા નો ફોટો રાખતો હતો. તેમજ ફોટાની નીચે " આ છે કળિયુગ ની દ્રોપદી " જેવા લખાણ પણ લખતો હતો.
ત્યારે સમગ્ર મામલે સાયબર સેલ પોલીસ દ્વારા પીડિતાની ફરિયાદ અંગે જાનથી મારી નાખવાની ધમકી, શારીરિક માનસિક ત્રાસ તેમજ આઇટી એક્ટ ની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી હિતેશ પિત્રોડા ની અટકાયત કરવામાં આવી છે.
" isDesktop="true" id="1043253" >
પીડિતાના જણાવ્યા પ્રમાણે હિતેશ પિત્રોડા તેને સમાજમાં બદનામ કરવાના ઈરાદે થી તેમજ જાતીય સહવાસ બાંધવા દેવા માટે અવાર નવાર વોટ્સેપ ડિપી માં તેણીના અશ્લીલ ફોટા રાખી તેમાં અભદ્ર ભાષામાં લખાણ પણ લખતો હતો. જેથી પીડિતા તેના તાબે થઈ શકે, પરંતુ આખરે પીડિતાએ ભુતપૂર્વ પ્રેમિના ત્રાસ માંથી છૂટવા પોલીસનું શરણું લેતા તેના ભૂતપૂર્વ પ્રેમી ને જેલના સળિયા ગણવાનો વારો આવશે