લો બોલો! રાજકોટમાં 10 રૂપિયામાં હેલ્મેટ સાચવવાનો ધંધો શરૂ થયો

રાજ્ય સરકારે પીયુસી અને હેલ્મેટ મામલે 15 ઓકટોબર સુધીની મુદ્દત વધારતા લોકોએ રાહતનો શ્વાસ લિધો છે. ત્યારે રાજકોટમા એક એવી પણ વ્યક્તિ છે જે હેલ્મેટ સાચવવાના રૂ.10 લે છે.

News18 Gujarati
Updated: September 18, 2019, 11:32 PM IST
લો બોલો! રાજકોટમાં 10 રૂપિયામાં હેલ્મેટ સાચવવાનો ધંધો શરૂ થયો
હેલ્મેટ સાચવવાની દુકાનની તસવીર
News18 Gujarati
Updated: September 18, 2019, 11:32 PM IST
અંકિત પોપટ, રાજકોટઃ હાલ હેલ્મેટના કારણે હાહાકાર મચી જવા પામ્યો છે. એક તરફ રાજકોટ સહિત ગુજરાત (Gujarat)ભરમાં નવા લાગુ થયેલ મોટર વ્હીકલ એકટના નિયમોના કારણે લોકો ત્રાહિમામ પોકારી ચુક્યા છે. અત્યાર સુધી હેલ્મેટ ન પહેરવાના કારણે 100 રૂપિયા દંડ થતો હતો. જે 16 સપ્ટેમ્બરથી 500 રૂપિયા થઈ ગયો છે. એટલે કે દંડની રકમમાં 5 ગણો વધારો ઝીંકવામાં આવ્યો છે. જોકે રાજ્ય સરકારે પીયુસી (PUC)અને હેલ્મેટ (Helmet)મામલે 15 ઓકટોબર સુધીની મુદ્દત વધારતા લોકોએ રાહતનો શ્વાસ લિધો છે. ત્યારે રાજકોટમા એક એવી પણ વ્યક્તિ છે જે હેલ્મેટ સાચવવાના રૂ.10 લે છે.

તારીખ 16મી સપ્ટેમ્બરથી રાજકોટ સહિત રાજ્ય ભરમા હેલ્મેટ ફરજીયાત કરવામા આવ્યું છે. જેના કારણે હેલ્મેટની ખરીદી માટે લાંબી લાઈનો લાગેલી જોવો માળી રહી છે. તો બિજી તરફ એવા પણ બનાવોના સીસીટીવી સામે આવી રહ્યા છે જેમા હેલ્મેટની ચોરી થયાનું સામે આવી રહ્યું છે. એક તરફથી હેલ્મેટ ન પહેરનારને ટ્રાફિક પોલીસ રુપિયા 500નો દંડ ઝીંકી રહી છે. તો બિજી તરફ મોંઘા દાટ હેલ્મેટ ખરીદ્યા બાદ હેલ્મેટ ચોરીના બનાવો પણ સામે આવી રહ્યા છે.

રાજકોટમાં એક વેપારીએ હેલ્મેટ સાચવવાનો ધંધો શરુ કર્યો છે. ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમા હેલ્મેટ સાચવવાનો ધંધો શરુ કરનાર શૈલેષભાઈ શેઠે જણાવ્યું હતું કે હાલ લોકો હેલ્મેટ પહેરીને બજારમા નીકળી રહ્યા છે. ત્યારે ખરીદી સમયે હેલ્મેટ ક્યા રાખવુ તે સમસ્યા લોકો માટે બની રહી છે. ત્યારે લોકોનુ હેલ્મેટ પણ સચવાય તેમજ મારે આર્થિક આવક પણ થાય તે હેતુ થી મે આ હેલ્મેટ સાચવવાનો ધંધો શરુ કર્યો છે.

આ પણ વાંચોઃ-રાજકોટ : જુઓ આ વર્ષે ચણિયાચોલીની ડિઝાઈનમાં નવું શું આવ્યું છે?

બિજી તરફ બજારમા હેલ્મેટ પહેરીને આવતા લોકોનો સારો એવો પ્રતિસાદ શૈલેષભાઈના ધંધાને મળી રહ્યો છે. લોકો પોતાના મોંઘાદાટ હેલ્મેટને નુકસાન ન થાય તેમજ ચોરી ન થઈ જાય તે માટે શૈલેષભાઈની દુકાને 10 રુપિયા જેવુ મામુલી ભાડુ ચુકવી મુકી રહ્યા છે.

ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમા શૈલેષભાઈની દુકાને હેલ્મેટ સાચવવા આપનાર રાજભાઈએ જણાવ્યું હતું કે તેમને 1500 રુપિયાનો હેલ્મેટ લીઘુ છે. ત્યારે બજારમા ખરીદી સમયે હેલ્મેટ સાચવવું તેમના માટે કપરુ કામ બન્યું છે. જેના કારણે તેઓ શૈલેષભાઈની દુકાને 10 રુપિયા જેવી મામુલી રકમ આપી સાચવવા મુકી રહ્યા છે.એક તરફથી હેલ્મેટને લઈ રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમા હાહાકાર મચવા પામ્યો છે. તો બિજી તરફ હેલ્મેટનો કાયદો કેટલાંક લોકોના રોજી રોટીનુ સાધન પણ બન્યો છે.
First published: September 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...