કોરોના વોરિયર્સ! રાજકોટમાં covid-19ની સફળ કામગીરીમાં આ મહિલાનો સૌથી મોટો ફાળો

કોરોના વોરિયર્સ! રાજકોટમાં covid-19ની સફળ કામગીરીમાં આ મહિલાનો સૌથી મોટો ફાળો
વૈજ્ઞાનિકોના કહેવા મુજબ વાયરસ મોટા પ્રમાણમાં SARSCov વાયરસ જેવો છે. જેણે 10 વર્ષ પહેલા લગભગ 800 જેટલા લોકોનો ભોગ લીધો હતો અને 8 હજાર જેટલા લોકોને સંક્રમિત કર્યા હતા. આ વાયરસ ખૂબ જ ઝડપથી ફેંફસા પર હુમલો કરે છે. અને ફેંફસાને ખૂબ જ નુક્શાન પહોંચાડે છે. શોધ મુજબ A2a વાયરસ ઝડપથી ટ્રાંસમિશન થાય છે. અને આ જ તર્જ પર કોવિડ 19 ની આ ટાઇપ હાલ સમગ્ર દુનિયામાં ફેલાઇ ચૂકી છે.

રાજકોટ શહેરની ૧૫ લાખથી વધારે વસ્તી માટે કાબેલેદાદ અને જોખમી એવી કોરોના સામેની કામગીરી આરોગ્ય વિભાગ બખૂબી નિભાવી રહી છે.

  • Share this:
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં અંદાજીત છેલ્લા દોઢ માસથી કોરોના વાઇરસની પરિસ્થિતિને અનુલક્ષીને જયારે આખું શહેર લોકડાઉનના (lockdown) સમયમાં ઘરમાં બંધ છે, ત્યારે રાજકોટ શહેરની ૧૫ લાખથી વધારે વસ્તી માટે કાબેલેદાદ અને જોખમી એવી કોરોના સામેની કામગીરી આરોગ્ય વિભાગ બખૂબી નિભાવી રહી છે. ત્યારે સૌથી મહત્વની ફિલ્ડની કામગીરી હોઈ છે જેમાં સૌથી વધુ મહિલાઓ કામગીરી કરી રહી છે ત્યારે આવા તમામ મહિલા વોરિયર્સને મેયર બીનાબેન આચાર્યે બિરદાવ્યા હતા.

મેયરના જણાવ્યા મુજબ આરોગ્ય શાખાની કોરોનાની આ કામગીરીમાં આરોગ્યની 'મહિલા બ્રિગેડ' દ્વારા 'ફ્રન્ટલાઈન વોરિયર' તરીકે જંગ લડી રહ્યા છે. આ મહિલા બ્રિગેડ છેલ્લા દોઢ માસથી આખું શહેર લોકડાઉનમાં છે, ત્યારે દિવસના ૧૦થી ૧૪ કલાક, એકપણ દિવસની રજા લીધા સિવાય સલામેદાદ ફરજ નિભાવી રહ્યા છે. આ કામગીરીમાં ફરજ નિભાવી રહેલ મહિલાઓ પૈકી ૧૧ મેડીકલ ઓફિસર, ૧૯ લેબોરેટરી ટેકનીશ્યન, ૧૫ ફાર્માસિસ્ટ, ૧૩૫ નર્સિંગ સ્ટાફ તેમજ ૩૧૮ આશા વર્કર દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. ફિલ્ડની તમામ કામગીરી મહિલા નર્સિંગ સ્ટાફ તથા આશા વર્કર દ્વારા કરવામાં આવે છે.આરોગ્ય મહિલા સેવિકાઓ દ્વારા રાજકોટ શહેરના તમમાં વિસ્તારનો સર્વે કરવામાં આવેલ છે.જો મહિલાઓની કામગીરીની વાત કરીએ તો ૧૩૦૦ થી વધારે વિદેશ  પ્રવાસથી આવેલ લોકોને ૧૪ દિવસ સુધી કવોરોનટાઈન કરવા. તેમના ઘરે સ્ટીકર લગાવવા, ૧૪ દિવસ સુધી નિયમિત તેઓના ઘરે જઈ તેઓના આરોગ્ય વિષે માહિતી મેળવી ઉત્ત્।મ કામગીરી કરેલ. શહેરના કુલ ૯ કન્ટેનટમેન્ટ ઝોનના ૨૨૧૯ ઘરોમાં ૧૦૪૩૬ની વસ્તીનું રાજબરોજ ઘનિષ્ઠ મેડીકલ ચેકિંગ કરવું.

મહિલા લેબોરેટરી ટેકનિશ્યન દ્વારા ૪૦૮ લોકોનો રેપીડ ટેસ્ટ કીટ દ્વારા ટેસ્ટ કરવામાં આવ્યો. ૨૧ અર્બન હેલ્થ સેન્ટરમાંથી ૪૯૬ ફલુ જેવા લક્ષણો ધરાવતા દર્દીઓને મહિલા ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા. જંગલેશ્વર વિસ્તારમાં ૩૦,૦૦૦ની વસ્તીનું છેલ્લા ૧ માસથી આશા વર્કર દ્વારા સતત સર્વે. આરોગ્યના પાયાના કાર્યકર એવા આશા વર્કર દ્વારા શહેરની અંદાજીત ૩,૬૩,૫૦૦ કુટુંબની ૧૫ લાખથી  પણ વધુ વસ્તીનો સર્વે કરવામાં આવ્યો. ઉપરોકત વિશિષ્ટ કામગીરી હાલની સખત ગરમી/તાપમાં  સમય જોયા વગર કે એક પણ દિવસની રજા મુકયા સિવાય રાજકોટના શહેરીજનો માટે અવિરતપણે ચાલુ છે.

આ કામગીરી દરમ્યાન ૫ નર્સિંગ સ્ટાફને કોરોના જેવા લક્ષણો જણાતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાયેલ. તેમના રીપોર્ટ નેગેટીવ આવતા તેઓને ડીસ્ચાર્જ કરવામાં આવેલ હતા. જે બાદ તુરંત જ પુનઃ ફરજ પર હાજર થઇ તેઓએ ફરજનિષ્ઠાનો એક આવકારદાયક રાહ ચિંધેલ છે. વિશેષમાં ૨૧ અર્બન હેલ્થ સેન્ટરના કરારબદ્ઘ અંદાજીત ૫૦૦ જેટલા કર્મચારીઓને સતત માર્ગદર્શન આપી અસરકારક કામગીરી જેઓના નેતૃત્વ હેઠળ થાય છે ઇન્ચાર્જ આર.સી.એચ.ઓ. ડો.ભૂમીબેન કમાણી પણ ખરા અર્થમાં મહિલા સશકિતકરણનં અદભુત ઉદાહરણ પુરૂ પાડેલ છે.

ડો.ભૂમીબેન કમાણીએ ખારાર્થમાં મહિલા બ્રિગેડ ટીમના સક્ષમ સેનાપતિ તરીકે ઉત્કૃષ્ટ ફરજ બજાવેલ છે. છેલ્લા ૧ માસથી તેઓની ૪ વર્ષની જોડિયા દીકરીઓ તથા કુટુંબની કૌટુમ્બીક જવાબદારીથી પરે રહી પોતાની ફરજને પ્રાધાન્ય આપેલ છે. બંને ૪ વર્ષની દીકરીઓને છેલ્લા ૧ માસથી માત્ર વિડીયો કોલિંગથી મળતા માતાના પ્રેમના બધ્લામાં તેઓએ કોરોનાની ફરાજને પ્રાધાન્ય આપી, 'કોરોના વોરિયર'નું ઉત્તમ અને આદર્શ ઉદાહરણ પૂરું પાડી સમાજને નવો માર્ગ ચિંધેલ છે.
First published:April 27, 2020, 18:58 pm

ટૉપ ન્યૂઝ