Home /News /kutchh-saurastra /

રાજકોટ: જેલમાંથી 6 દિવસ પહેલા છૂટેલો કુખ્યાત આરોપી મહિલા મિત્ર સાથે ફરી ગાંજા સાથે ઝડપાયો

રાજકોટ: જેલમાંથી 6 દિવસ પહેલા છૂટેલો કુખ્યાત આરોપી મહિલા મિત્ર સાથે ફરી ગાંજા સાથે ઝડપાયો

શહેરના રૂખડીયાપરાના નામનીચ શખ્સ અને તેની સાથે બજરંગવાડીની એક મહિલાને જુની કલેકટર કચેરીવાળા રોડ પર સાત કિલો ગાંજા સાથે પકડી પાડવામાં આવ્યા છે.

શહેરના રૂખડીયાપરાના નામનીચ શખ્સ અને તેની સાથે બજરંગવાડીની એક મહિલાને જુની કલેકટર કચેરીવાળા રોડ પર સાત કિલો ગાંજા સાથે પકડી પાડવામાં આવ્યા છે.

રાજકોટમાં જાણે કે ગાંજો સાહિતના માદક પદાર્થનો ગેરકાયદેર વેપલો જાણેકે ખૂબ ફૂલ્યો ફાલ્યો હોય તેમ શહેરના અલગ-અલગ જગ્યાઓ પરથી છેલ્લા ઘણા સમયથી પોલીસ માદક પદાર્થોનો જથ્થો ઝડપી પાડે છે ત્યારે વધુ એક વખત એસઓજીએ ગાંજાના જથ્થા સાથે બે વ્યક્તિની ધરપકડ કરી છે.

શહેરના રૂખડીયાપરાના નામનીચ શખ્સ અને તેની સાથે બજરંગવાડીની એક મહિલાને જુની કલેકટર કચેરીવાળા રોડ પર સાત કિલો ગાંજા સાથે પકડી પાડવામાં આવ્યા છે. બજરંગવાડીની એક મહિલા તેના બાળક સાથે તેમજ તેના પરિચીત રૂખડીયાપરામાં રહેતા નામચીન ઇમ્તિયાઝ ઉર્ફ ઇનિયો ઉર્ફ ઠુઠો અલ્લારખાભાઇ શેખ સાથે થેલામાં નશાકાર પદાર્થ ગાંજો લઇને નીકળી રહી હોવાની માહિતીને આધારે મહિલા એક બાળક અને ઇમ્તિયાઝ સાથે નીકળતાં અટકાવી તલાસી લેતાં થેલામાંથી રૂપિયા ૪૫,૬૦૦ નો ૭.૬૦ કિ.ગ્રા. ગાંજો મળી આવતાં કબ્જે લઇ બંને સામે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.

એસઓજીએ ગાંજો, રોકડા રૂ. ૭૦૦, એક મોબાઇલ ફોન અને થેલો મળી રૂ. ૪૬૯૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મહિલાએ પુછતાછમાં પોતાનું નામ યાસ્મીન ગુલાબ સેલત જણાવ્યું હતું.

આ પણ વાંચોદુકાનદારે આપી જાહેરાત, અમારા ત્યાંથી સામાન ખરીદવાથી Corona થયો તો 50 હજાર કેશબેક, લાગી ગયું તાળુ

પ્રાથમિક પુછતાછમાં આ બંને સુરતથી ગાંજો વેંચવા માટે લાવ્યાનું સામે આવ્યું છે. ઇમ્તિયાઝ ઉર્ફ ઇનિયો ઉર્ફ ઠુઠો અગાઉ મારામારી, લૂંટ સહિતના ૧૬ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે અને અગાઉ બે વાર પાસામાં પણ જઇ આવ્યો છે. હજી છ દિવસ પહેલા જ તે એક ગુનામાં જેલમાંથી બહાર આવ્યો છે.

મહત્વની વાત એ છે કે, જેલમાંથી બહાર આવતાની સાથે જ પરિચીત યાસ્મીનને લઇ સુરત ગયો હતો અને ગાંજો લાવ્યો હતો. પડીકીઓ બનાવી બંધાણીઓને વેંચે એ પહેલા એસઓજીએ બંનેને દબોચી લીધા હતાં. મહિલા ત્યકતા છે અને ઇમ્તિયાઝ ઉર્ફ ઇનિયાની મિત્ર છે. જેલમાંથી નીકળ્યા પછી ઇનિયાને પૈસાની જરૂર હોઇ અને યાસ્મીનને પણ પૈસાની જરૂર હોઇ બંને ગાંજો લેવા ગયા હતાં. કોઇને શંકા ન જાય એટલે યાસ્મીને પોતાનું બાળક ને પણ સાથે લીધુ હતું.
Published by:kiran mehta
First published:

Tags: Accused arrested, Rajkot jail, Rajkot police

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन