રાજકોટ : વાલી માટે લાલબત્તી સમાન ઘટના, સોશિયલ મીડિયા પરિચીત 14 વર્ષની કિશોરીને ભગાડી ગયો

રાજકોટ : વાલી માટે લાલબત્તી સમાન ઘટના, સોશિયલ મીડિયા પરિચીત 14 વર્ષની કિશોરીને ભગાડી ગયો
સોશિયલ મીડિયા પર સંપર્કમાં આવેલો પારસ કિશોરીને ભગાડી ગયો

સોશિયલ મીડિયાને લગતી એપ્લિકેશનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ટીનેજર્સ થી લઇ એડલ્ટ age સુધીના વ્યક્તિઓમાં સોશિયલ મીડિયા સાઇટ તેમજ એપ્લિકેશનને લઈ ક્રેઝ જોવા મળી રહ્યો

  • Share this:
રાજકોટ : શહેરમાં ફરી એક વખત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. Instagramથી સંપર્કમાં આવેલા પારસે 14 વર્ષીય સગીરાને ભગાડી જતા યુવતીના પિતાની ફરિયાદ પરથી પોલીસે અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

હાલમાં દિવસેને દિવસે સોશિયલ મીડિયા સાઇટ તેમજ સોશિયલ મીડિયાને લગતી એપ્લિકેશનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ટીનેજર્સ થી લઇ એડલ્ટ age સુધીના વ્યક્તિઓમાં સોશિયલ મીડિયા સાઇટ તેમજ એપ્લિકેશનને લઈ ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં સોશિયલ સાઈટ ને લઇ લાલબત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે જે કિસ્સામાં instagram એપ્લિકેશનના માધ્યમથી એક યુવક તેમજ એક સગીરા પરિચયમાં આવ્યા હતા જે બાદ યુવક સગીરાને ભગાડીને લઈ ગયો છે.ત્યારે સમગ્ર મામલે ન્યુઝ એટ ઈન ગુજરાતી સાથેની વાતચીતમાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે. ડી ઝાલાએ જણાવ્યું હતું કે, ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે જે મુજબ સહકાર સોસાયટી શેરી નંબર છ માં રહેતા પ્રદીપ ઉર્ફે પારસ મનસુખભાઈ મૈયડ નામની વ્યક્તિ 14 વર્ષીય સગીરાને ભગાડીને લઈ ગયો છે. જે મામલે સગીરાના પિતાએ જણાવ્યું છે કે, તેને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે ફરિયાદી પોતે સ્પ્રે કમર બેલ્ટ સહિતની ચીજવસ્તુઓનો વેપાર કરીને ઘરનું આર્થિક ગુજરાન ચલાવે છે.

રાજકોટ : પતિનો અત્યાચાર! 'નોકરી જતી શિક્ષિકા પત્ની પાસે મંગાવતો સેલ્ફી, એક મહિનાથી સાથે સૂતો પણ નહીં'
અગાઉ ફરિયાદીની દીકરીને ઇન્સ્ટાગ્રામમાં પારસ નામના છોકરા સાથે પરિચય થયો હતો. અને બંને એકબીજાને મળતા પણ હતા જે તે વખતે બંને પરિવારોએ ઘરમેળે સમાધાન કરી લીધું હતું. ત્યારે સગીરાના પિતા તેમજ તેના પરિવારજનો પારસ ઉર્ફે પ્રદીપ ને ત્યાં તપાસ કરવા જતા તેજ ફરિયાદીની દીકરીને ભગાડીને લઈ ગયો હોય તે વાત સામે આવી હતી. ત્યારે સમગ્ર મામલે ફરિયાદી સગીરાને લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે પારસ ઉર્ફે પ્રદીપ ભગાડી ગયાનું જણાવ્યું છે.

રાજકોટ: મોબાઈલમાં ગેમ રમવાની ના પાડતા 13 વર્ષના સગીરે આપઘાત કરી લીધો, માતા-પિતા-બહેનની રડી-રડી હાલત ખરાબ
ત્યારે સમગ્ર મામલે પારસ ઉર્ફે પ્રદીપ વિરૂદ્ધ કલમ 363,366 હેઠળ ગુનો નોંધી ભક્તિનગર ના પોલીસ ઇન્સ્પેક્ટર જે ડી ઝાલા, પી.એસ.આઈ જે.બી.પટેલ અને તેની ટીમ વધુ તપાસ કરી રહી છે.
Published by:kiran mehta
First published:December 29, 2020, 21:06 pm

ટૉપ ન્યૂઝ