સુરત : ચોથા માળેથી કૂદી આપઘાતનો પ્રયાસ કરનાર વેપારીનો Live Video, પોલીસે ફિલ્મી ઢબે બચાવ્યો

સુરત : ચોથા માળેથી કૂદી આપઘાતનો પ્રયાસ કરનાર વેપારીનો Live Video, પોલીસે ફિલ્મી ઢબે બચાવ્યો
વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો - પોલીસે બચાવ્યો

માર્કેટમાં દુકાન ધરાવતા વેપારી પાસેથી રૂપિયા લેવાના નીકળતા હતા. જોકે આ વેપારીને બીજો કાપડ વેપારી રૂપિયા નહીં આપી હેરાન કરતો હતો

  • Share this:
સુરત : શહેર પોલીસ ફરી એક વાર ચર્ચામાં આવી છે, પણ આ વખતે સારી કામગીરીને લઈને ચર્ચામાં આવી છે. સુરતના કાપડ માર્કેટમાં એક વેપારીને માર્કેટમાં દુકાન ધરાવતા વેપારી પાસેથી રૂપિયા લેવાના નીકળતા હતા. જોકે આ વેપારીને બીજો કાપડ વેપારી રૂપિયા નહીં આપી હેરાન કરતો હતો, જેને લઈને નાસી-પાસ થઈને રૂપિયાની ઉગરાણીએ આવેલા વેપારીએ કાપડ માર્કેટના ચોથા માળેથી કુદી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસ સમયસર આવી જતા આ વેપારીનો જીવ બચી ગયો હતો.

સુરતમાં કાપડ માર્કેટમાં કાપડનો વેપાર કરતા કેટલાક વેપારી માલ ખરીદ્યા બાદ સમય પ્રમાણે રૂપિયા ચુકવવાના સમયે નાટક કરતા હોય છે, ત્યારે આવી જ એક ઘટનામાં સુરતના ભટાર ચાર રસ્તા પાસે આવેલી શાંઈનગર સોસાયટી પાસે મહેન્દ્ર પાંડુરંગભાઈ લતીગર MTM માર્કેટના વેપારી બ્રેસ્ટ વન ક્રિઝેશનના માલીક રજનીભાઈ વસોયા નામના કાપડના વેપારના માલ આપ્યો હતો. જોકે માલ આપ્યા બાદ બાકી નાણા લેવાના થતા હોવાથી મહેન્દ્ર પાંડુરંગ લતીગર સતત રૂપિયાની ઉગરાણી રજનીભાઈ પાસે કરતા હતા. જોકે રજનીભાઈ આ વેપારીના રૂપિયા આપવાનો સમય વીતી ગયા બાદ પણ સમય પસાર કરી રૂપિયા આપવામાં ગલ્લા-ટલ્લા કરતા હતા.

જેને લઈને મહેન્દ્રભાઈ છેલ્લા કેટલાક સમયથી હેરાન થઈ રહ્યા હતા. જોકે દર વખતની જેમ ગતરોજ પણ રજનીભાઈ વસોયા મગોબ ખાતે આવેલ લેન્ડમાર્કની બાજુમા SMTM માર્કેટમાં બેઠા હતા, ત્યારે પોતાના રૂપિયાની ઉગરાણી કરવા માટે મહેન્દ્ર લતીગર પહોંચ્યા હતા, જોકે રજનીભાઇએ રૂપિયા આપવાની ના પાડી દેતા મહિન્દ ભાઈ માનસિક તણાવમાં આવી જઈને પહેલા તો રાજની ભાઈ સાથે ઝગડો કરવા લાગ્યા હતા, જેને લઈને રજનીભાઈએ પોલીસને ફોન કરી એક ઈસમ તેમને દુકાન બંધ નથી કરવા દેતો, તેમ કહીને ફરિયાદ આપી હતી.

આ પણ વાંચો - રાજકોટ: પ્રેમમાં ઘર છોડનાર યુવતીની દર્દનાક કહાની, 'પ્રેમીએ જેઠ સાથે પત્ની તરીકે રહેવા મજબુર કરી, બંને ભાઇઓએ ગુંદુ કામ કર્યું'

બીજી બાજુ રૂપિયા ન મળતા મહેન્દ્રભાઈએ માનસિક તણાવમાં આવીને આપઘાત કરવાનું નક્કી કર્યું હતું. જોકે કોલ મળતાની સાથે પુણા પોલીસ તાત્કાલિક માર્કેટ ખાતે દોડી ગઈ હતી અને સિક્યુરીટી ગાર્ડને મળતા જ પોલીસને તેણે જણાવેલ કે એક વેપારી કાપડના પૈસા ન આપતા એક અજાણ્યો ઈસમ માર્કેટના ચોથા માળે હાથમાં કાતર રાખી, કુદી જઈ આત્મહત્યા કરવાની કોશીશ કરે છે. પોલીસને આ જાણ થતા જ લિફ્ટ મારફતે પોલીસે ચોથા માળે પહોંચી મહેન્દ્રભાઈને યુક્તિ પ્રયુક્તિથી સમજાવી, ફોસલાવી વાતોમાં રાખી ચોથા માળની બારીએથી જીવના જોખમે કોર્ડન કરી પકડી, નીચે ઉતારી આત્મહત્યા કરવાની કોશીશ કરનારને બયાવી લીધો હતો.

આ પણ વાંચો - રાજકોટ: જોન્ટીના કૂટણખાના પર રેડ, 60 વર્ષના વૃદ્ધ પણ રૂમમાં રંગરલીયા કરતા ઝડપાતા પોલીસ પણ ચોંકી

પોલીસે તેની પૂછપરછ કરતા મહેન્દ્ર ભાઈએ પોલીસને જાણકારી આપી હતી કે, MTM માર્કેટના વેપારી બ્રેસ્ટ વન ક્રિઝેશનના માલીક રજનીભાઈ વસોયા પાસેથી કાપડના વેપારના બાકી નાણા લેવાના હોય, જે સમય પસાર કરી વાયદાઓ આપતો હતો, જેથી કંટાળીને આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો. જોકે પોલીસે આ આત્મહત્યા કરનાર વેપારી વિરુદ્ધ કાર્યવાહી કરી, પોલીસ કંટ્રોલના મેસેજ આધારે તાત્કાલીક 6 મીનીટમાં પહોચી જઈ આત્મહતા કરવાની કોશીશ કરનાર ઈસમનો જીવ બચાવી પોલીસ ખાતાને શોભે તેવું નિડર કાર્ય કરી ખુબજ પ્રશંસનીય કામગીરી કરી છે. તમને જણાવી દઈએ કે, જોકે પોલીસે કરેલી પ્રશંસનીય કામગીરી કાપડ માર્કેટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી હતી, જોકે આ કામગીરી કરનાર પોલીસ કર્મચારીને ઉચ્ચાધિકારી દ્વારા શાબાશી પણ આપવામાં આવી છે.
Published by:kiran mehta
First published:January 21, 2021, 20:53 pm

ટૉપ ન્યૂઝ