રાજકોટ: મકાન માલિકના પુત્રએ સગીરાને બ્લેકમેલ કરી ગર્ભ રાખી દીધો

News18 Gujarati
Updated: December 19, 2018, 11:14 AM IST
રાજકોટ: મકાન માલિકના પુત્રએ સગીરાને બ્લેકમેલ કરી ગર્ભ રાખી દીધો
પ્રતિકાત્મક તસવીર

મકાન માલિકનો પુત્ર તેમજ માલિકની બહેનનો પુત્ર અવાર નવાર તરુણી પર દુષ્કર્મ ગુજરાતા રહ્યા હતા.

  • Share this:
રાજકોટઃ શહેર મહિલા પોલીસ ચોપડે દુષ્કર્મની એક ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદ બાદ મહિલા પોલીસે બે યુવકોની ધરપકડ કરવા માટે કાર્યવાહી શરૂ કરી છે. દુષ્કર્મનો ભોગ બનેલી કિશોરીના પેટમાં હાલ છ મહિનાનો ગર્ભ છે. ફરિયાદ પ્રમાણે કિશોરી પર દુષ્કર્મ ગુજારનાર બે યુવકમાંથી એક તેના મકાન માલિકનો પુત્ર છે, જ્યારે બીજો મકાન માલિકની બહેનનો દીકરો છે.

દુષ્કર્મનો ભોગ બનનાર તરુણ રેલનગરની ઘનશ્યામ રેસિડેન્સીમાં તેના માતા-પિતા અને દાદી સાથે રહે છે. પરિવાર ભાડાના મકાનમાં રહેતો હોવાથી મકાન માલિકનો પુત્ર અવાર-નવાર ઘરે આવતો હતો. આ દરમિયાન મકાન માલિકના પુત્ર નિલેશ વિરસોરિયાએ ભાડુઆતની પુત્રી સાથે ફ્રેન્ડશીપ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, યુવતીએ ઇન્કાર કરી દેતા નિલેશે પોતાના હાથ પર બ્લેક મારીને તેને બ્લેકમેલ કરી હતી.

આ પણ વાંચોઃ ડીસા: સગીરાનું અપહરણ કરી જુદા જુદા સ્થળે લઇ જઇ આચર્યું દુષ્કર્મ

તરુણીએ ફ્રેન્ડશીપની હા પાડ્યા બાદ નિલેશ તેને બહાર મળવા માટે દબાણ કરતો હતો. જોકે, તરુણી બહાર મળવાનો ઇન્કાર કરતી રહી હતી. જોકે, આઠ મહિના પહેલા નિલેશ મરી જવાની ધમકી આપતા કિશોરી તેને મળવા પહોંચી હતી. આ સમયે નિલેશે એકલતાનો લાભ લઈને તરુણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યાર બાદ પણ તે અવારનવાર ધમકી આપીને તેણી પર દુષ્કર્મ ગુજારતો રહ્યો હતો. આ દરમિયાન નિલેશની ફઈના દીકરા ધ્રુવ પરમારે પર કિશોરી પર દુષ્કર્મ ગુજાર્યું હતું.

નિલેશ અને ધ્રુવ તરફથી વારંવારે દુષ્કર્મ ગુજારવામાં આવતા તરુણીને ગર્ભ રહી ગયો હતો. આ અંગે તરુણીએ તેના માતાપિતાને વાત કરતા આ અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે નિલેશ અને ધ્રુવની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
First published: December 19, 2018, 11:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading