Home /News /kutchh-saurastra /

રાજકોટ: 14 વર્ષની સગીરાને ભગાડવાના ગુનામાં જેલમાં ગયેલા પ્રદીપે જામીન મળતા જ મચાવ્યો આતંક

રાજકોટ: 14 વર્ષની સગીરાને ભગાડવાના ગુનામાં જેલમાં ગયેલા પ્રદીપે જામીન મળતા જ મચાવ્યો આતંક

જામીન પર છૂટ્યા બાદ આરોપીનો આતંક.

રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં જામીન પર છૂટેલા આરોપીએ કેસ પાછો ખેંચવા મામલે ફરિયાદીઓને હેરાન કરતો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

રાજકોટ: રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન (Bhaktinagar Police station) વિસ્તારમાં જાણે કે ખાખીનો ખૌફ જ ન હોય તે પ્રકારે એક બાદ એક ગુનાખોરીના બનાવ સામે આવી રહ્યા છે. રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં જામીન Bail) પર છૂટેલા આરોપીએ કેસ પાછો ખેંચવા મામલે ફરિયાદીઓને હેરાન કરતો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર સહકાર સોસાયટી પાસે રહેતા વેપારીએ પ્રદીપ ઉર્ફે પારસ મનસુખભાઈ મૈયડ (Paras Maiyad) નામના વ્યક્તિ વિરૂદ્ધ આઈપીસી (IPC)ની કલમ 323, 506 મુજબ ગુનો નોંધાવ્યો છે.

વેપારીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારે સંતાનમાં એક દીકરી અને દીકરો છે. ગત 21 માર્ચના રોજ સાંજે 7:30 વાગ્યે હું મારા પરિવાર સાથે ભક્તિનગર સર્કલથી જલારામ ચોક તરફ જતા હતા. આ સમયે પ્રદીપ પારસ i20 કારમાં પોતાના મિત્રોને બેસાડીને અમારી પાસે આવ્યો હતો અને અપહરણનો કેસ પાછો ખેંચી લેવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો:  Income Tax Deadline: 31 માર્ચ પહેલા કરી લો આ મહત્ત્વના કામ, નહીં તો ભરવી પડશે પેનલ્ટી

ફરિયાદીએ ફરિયાદમાં લખાવ્યું છે કે, "હું તેની પાછળ દોડતા તે કાર લઈને ભાગી ગયો હતો. મારી દીકરી જ્યાં જ્યાં જાય ત્યાં પ્રદીપ તેની પાછળ ફરતો રહે છે. તેને મારી નાખવાની ધમકી પણ આપતો રહે છે. મારી દીકરીને કહે છે કે તારા બાપને પણ જાનથી મારી નાંખીશ. તારા પરિવારને જીવવા જેવો નહીં રહેવા દઉં. તારું જ્યાં પણ સગપણ થશે તે પણ તોડાવી નાખીશ. પ્રદીપ પારસ સતત અમારી આગળ પાછળ ગાડી લઈને ફરતો રહે છે. અમારા ઘર પાસેથી પણ ગાડી લઈને નીકળી માનસિક ત્રાસ આપે છે."

આ પણ વાંચો: સોનાની કિંમતમાં 20 ટકાનો ઘટાડો: શું સોનું ખરીદવાનો કે સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે?

આરોપી જેલમાં ગયો હતો

"મારી 14 વર્ષીય દીકરીને પ્રદીપ ઉર્ફે પારસ અપહરણ કરી ભગાડીને લઈ ગયો હતો. જે અંતર્ગત ભક્તિનગર પોલીસ મથકમાં 28 ડિસેમ્બર, 2020ના રોજ અપહરણનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં ભક્તિનગર પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને જેલમાં પણ મોકલવામાં આવ્યો હતો. પરંતુ તે જામીન ઉપર છૂટતા ફરીથી એક વખત અમને હેરાન પરેશાન કરી રહ્યો છે. જેના કારણે ફરી એક વખત અમારે ફરિયાદ નોંધાવવાની ફરજ પડી છે."

આ પણ વાંચો: શેરમાં પૈસા લગાડતા પહેલા જાણો લો ચાર નિયમ: આટલું જાણી લેશો તો થઇ જશે બેડો પાર

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં બે જેટલા બનાવો સામે આવ્યા છે. જે બંને બનાવો જોતા જાણે કે ખાખીનો ખૌફ ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં ઓસરી રહ્યો હોય તે પ્રકારનું ચિત્ર ઉપસી આવ્યું છે. થોડા સમય પૂર્વે જ ભક્તિનગર પોલીસ સ્ટેશનના લોકઅપમાં રહેલા આરોપીઓએ તેના મિત્રોની મદદથી વીડિયો બનાવ્યો હતો. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ પણ થયો હતો. આજ દિવસ સુધી મુખ્ય બે આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે.

આ પણ વાંચો: રાત્રે બંધ સિનેમા હૉલમાં ઘૂસ્યા યુવક-યુવતી, ખાવાનું ચોર્યું, શારીરિક સંબંધ બાંધ્યો અને ત્યાં જ ઊંઘી ગયા!આ પણ વાંચો: 31 માર્ચ પહેલા કરાવી લો હેલ્થ ચેકઅપ, આ રીતે મળશે ઇન્કમ ટેક્સમાં છૂટ


ગત સપ્તાહમાં રણજીત ખાચર નામનો વ્યક્તિ બંદૂક લઇને નીકળ્યો હોય ધમકી આપતો હોય તે પ્રકારનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જાણવા મળ્યા મુજબ ભક્તિનગર પોલીસ દ્વારા રણજીત ખાચરની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ આ મામલે ભક્તિનગર પોલીસ દ્વારા કોઈપણ જાતની પ્રેસનોટ કે આરોપીનો ફોટો ઓફિશિયલ પોલીસ ગ્રુપમાં મૂકવામાં નહોતો આવ્યો. જ્યારે કે માત્ર હજાર રૂપિયાનો દારૂ કે જુગારનો કેસ કરવામાં આવ્યો હોય ત્યારે પોલીસ દ્વારા હોંશે હોંશે પ્રેસનોટ તેમજ આરોપીના ફોટા ઓફિસર પોલીસ ગ્રુપમાં મૂકવામાં આવતા હોય છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Accuse, Eve teasing, Rajkot poice, Teenager, ગુનો, પોલીસ, રાજકોટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन