રાજકોટઃ પેઢલા ગામે શિક્ષક જ શીખવતા હતા જુગાર રમવાના 'પાઠ', LCBએ જુગાર રમતા 6 શકુનીને ઝડપી પાડ્યા

રાજકોટઃ પેઢલા ગામે શિક્ષક જ શીખવતા હતા જુગાર રમવાના 'પાઠ', LCBએ જુગાર રમતા 6 શકુનીને ઝડપી પાડ્યા
રાજકોટ જુગારીઓ

જુનાગઢ મધ્યસ્થ જેલના વચગાળાના જામીન પર થી ફરાર પાકા કામના કેદી લાલજીભાઈ કલાભાઈ પરમારને એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.

  • Share this:
રાજકોટઃ હાલ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો (Gujarat local body polls) માહોલ જામ્યો છે. બીજી તરફ રાજકોટ (Rajkot) જીલ્લા પોલીસ વડા બલરામ મીણાના આદેશ અનુસાર જુદાજુદા ગુનામાં વોન્ટેડ એવા આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. ત્યા

રે રાજકોટ ગ્રામ્ય એલસીબી દ્વારા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના પેઢલા ગામની સીમમાંથી તીન પત્તીનો જુગાર રમતા (Gambling) છ જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે news18 ગુજરાતી સાથેની વાતચીતમાં એલસીબી પી.આઈ અજય સિંહ ગોહિલે જણાવ્યું હતું કે, એલસીબીની ટીમે બાતમી મળી હતી કે, પેઢલા ગામની સીમમાં શિક્ષક દ્વારા જુગારધામ ચલાવવામાં આવી રહ્યું છે.ત્યારે એલસીબીની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે રેડ કરતા જુગાર રમતા ગાંડુ ભાઈ ધનજીભાઈ લાડાણી, જયેશભાઈ વસંતભાઈ જયસ્વાલ, ભરતભાઈ કેશુભાઈ માલવિયા, હરિભાઈ રવજીભાઈ ધામી, અતુલભાઇ મનુભાઈ કોઠારી સહિતનાઓ ને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા છે. તો સાથે જ 1.20 લાખની રોકડ સાથે 2.29 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ- ઇમાનદારી! ગોંડલઃ સર્વિસમાં આવેલા બાઈકમાંથી રૂ.2.30 લાખ ભરેલું પર્સ મળ્યું, ગેરેજ સંચાલકે ફોન કરી માલિકને પરત આપ્યું

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ફતેહવાડી નજીક નવજાતને તરછોડનાર નિષ્ઠુર માતા સહિત ચાર ઝડપાયા, કારણ જાણી પોલીસ પણ ચોંકી ગઈ

ત્યારે જુનાગઢ મધ્યસ્થ જેલના વચગાળાના જામીન પર થી ફરાર પાકા કામના કેદી લાલજીભાઈ કલાભાઈ પરમારને એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. પી.એસ.આઇ. વી.એમ. કાલોદરા અને તેમની ટીમને બાતમી મળી હતી કે જુનાગઢ મધ્યસ્થ જેલમાંથી જામીન મેળવી પરત જેલ ખાતે લાલજીભાઈ પરમાર નામનો આરોપી હાજર નથી થયો.

આ પણ વાંચોઃ- કરુણ ઘટના! રાજકોટઃ માતા અને પત્નીના ઝઘડાથી કંટાણીને વેપારીએ દુકાનમાં જ કર્યો આપઘાત

જે પોતાના ઘરની આસપાસ ફરી રહ્યો છે. ત્યારે એલસીબીની ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે રેડ કરતા આરોપી મોટી પાનેલી બસ સ્ટેશન પાસેથી ઝડપાઈ જતા તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! અમદાવાદઃ પરિણીતાએ નવ વાગ્યે જમવાનું તૈયાર ન રાખ્યું, વિફરેલા પતિએ વાળ પકડી ફેંટો મારી

ઉલ્લેખનીય છે કે મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતદાન તેમજ મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની મતદાન તેમજ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.ત્યારે ચૂંટણીના માહોલમાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ વડા બલરામ મીણા દ્વારા આદેશ કરવામાં આવતા અત્યાર સુધીમાં ગંભીર ગુનાના કામે નાસતા ફરતા 104 જેટલા આરોપીઓ વિરુદ્ધ સીઆરપીસીની કલમ 82 મુજબ ફરારી જાહેરનામાની કાર્યવાહી પેરોલ ફર્લો સ્કવોડ રાજકોટ ગ્રામ્ય દ્વારા કરવામાં આવી છે.
Published by:ankit patel
First published:February 19, 2021, 21:48 pm

ટૉપ ન્યૂઝ