રાજકોટ : પતિનો અત્યાચાર! 'નોકરી જતી શિક્ષિકા પત્ની પાસે મંગાવતો સેલ્ફી, એક મહિનાથી સાથે સૂતો પણ નહીં'

રાજકોટ : પતિનો અત્યાચાર! 'નોકરી જતી શિક્ષિકા પત્ની પાસે મંગાવતો સેલ્ફી, એક મહિનાથી સાથે સૂતો પણ નહીં'
પ્રતિકાત્મક તસવીર

હું સ્કુલમાં છું કે નહીં તે અંગે ખાતરી કરવા સ્કૂલમાં વારંવાર લેન્ડલાઈન ફોન કરતા હતા, મારા હાથે બનાવવામાં આવેલ રસોઈ પણ ઘરના કોઈ સભ્યો ખાતા નહોતા.

  • Share this:
રાજકોટ : આપણે ત્યાં સ્ત્રીને પુરુષની સમોવડી બની ગઈ હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. પરંતુ આજે પણ રાજકોટ શહેરમાં દિવસેને દિવસે સ્ત્રીઓ પર અત્યાચાર થતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટ માવતરના ઘરે રહેતી શિક્ષિકા પરિણીતાએ પોતાના પતિ તેમજ સાસરીયાઓના દ્વારા આપવામાં આવતા ત્રાસ મામલે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

સમગ્ર બનાવ અંગે પરિણીત શિક્ષિકાએ પોતાના પતિ હ્રદયેશ ભાઈ, સસરા કિરણકુમાર, સાસુ ઇન્દિરાબેન, અમદાવાદ રહેતા નણંદ કૃતિ તેમજ બરોડા રહેતા નણંદ પૂર્ણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ત્યારે મહિલા પોલીસ મથકમાં શિક્ષિકાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, 9 જૂન 2015ના રોજ મારા લગ્ન જ્ઞાતિના રીત રિવાજ મુજબ થયા હતા. મેં એમ.એસ.સી બી.એડ્ સુધીનો અભ્યાસ કર્યો છે અને હાલ હું શિક્ષિકા તરીકે નોકરી કરું છું. છેલ્લા સાડા ત્રણ વરસથી હું મારા માવતરના ઘરે છું. લગ્ન થયા બાદ હું મારા સાસુ-સસરા સાથે સંયુક્ત પરિવારમાં રહેતી હતી પરંતુ લગ્નના પાંચ દિવસ બાદ જ પતિ અને સાસુને નાની નાની વાતોમાં મારી સાથે ઝઘડો શરૂ કરી દીધો હતો.તેમણે વધુમાં આપવીતી જણાવતા કહ્યું કે, હું લગ્ન પહેલાંથી જ નોકરી કરતી હતી, જેથી લગ્ન બાદ પણ મારી નોકરી શરૂ હોય જેથી જે પણ પગાર આવતો તે મારા પતિ મારી પાસે લઈ લેતા હતા, ક્યારે લગ્ન દરમિયાન ઘરખર્ચના જે કોઈપણ પૈસા હોય તે મારે મારા સાસુ પાસેથી લેવા પડતા હતા. નોકરીએ જાઉં તો પણ સાસુ કામકાજ બાબતે ઝઘડા કરતા હતા તો સાથે જ મારા સસરા મને કહેતા હતા કે કોઈ સાથે સંબંધ રાખવા નહીં તમારા માવતરને પણ તમે ભૂલી જાવ.

રાજકોટ: સમાજ માટે ચોંકાવનારો કિસ્સો, મોબાઈલમાં ગેમ રમવાની ના પાડતા 13 વર્ષના સગીરનો આપઘાત

રાજકોટ: સમાજ માટે ચોંકાવનારો કિસ્સો, મોબાઈલમાં ગેમ રમવાની ના પાડતા 13 વર્ષના સગીરનો આપઘાત

લગ્ન બાદ નોકરી કરવા જાઉં તે સમય દરમ્યાન મારા સાસુ અને તેમની બંને દીકરીઓ કે જે સગપણમાં મારી નણંદ થાય છે, તેઓ મારા સાસુને મારી વિરુદ્ધ ચઢવણી કરતાં હતા, તો સાથે જ ક્યારેક મારા પતિને પણ મારી વિરુદ્ધ ભડકાવતા હતા. એક વખત તો મારા નંદની ચડામણી ના કારણે મારા પતિએ મારું ગળું દબાવી તને જીવતી છોડીશ નહીં કહી મને માર માર્યો હતો, તો સાથે જ મારા માવતરમાં પ્રસંગ હોય તો મારા પતિ સાથે આવતા નહીં, તેમ જ મને જવાબ પણ દેતા નહોતા, તો સાથે જ લગ્ન જીવન દરમિયાન અનેક વખત કર્યા વગર બાબતે મારા સાસરિયાઓએ મને મેણા ટોણા પણ માર્યા હતા.

લગ્ન બાદ પણ હું નોકરી કરતી હતી ત્યારે હું નોકરીના સ્થળે હોય ત્યારે મારા પતિ મારી સેલ્ફી મંગાવતા હતા, તો સાથે જ રજાના દિવસો દરમિયાન નોકરીની કોઈ મીટીંગ કે વિજ્ઞાન મેળો હોય અને હું બહાર જાઉં તો પણ મારા પતિ હું જે જગ્યાએ હો ત્યાંની સેલ્ફી મંગાવતા હતા, તો સાથે જ હું સ્કુલમાં છું કે નહીં તે અંગે ખાતરી કરવા સ્કૂલમાં વારંવાર લેન્ડલાઈન ફોન કરતા હતા. આમ લગ્ન બાદ પણ મારા પતિ મારા ચારિત્ર્ય અંગે અનેકવાર શંકા-કુશંકા કરતા હતા અને મને નોકરી મૂકી દેવાનું પણ કહેતા હતા.

વડોદરા: બધા વેન્ટીલેટર Corona માટે? જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતા અકસ્માતના દર્દીની હાલત ગંભીર

ઘરની કોઈ ચીજ વસ્તુ લેવા સાસુ પાસે પૈસા માગું તો તેઓ આપતા નહીં અને કહેતા કે, તું તારો પગાર આપીશ ત્યારે તને તેમાંથી પૈસા મળશે, જ્યારે આ વાત મેં મારા પતિને કરી ત્યારે તેઓએ પણ મારી સાથે ઝઘડો કર્યો, તો સાથે જ એક મહિના સુધી તેઓ મારી સાથે સુતા પણ નહોતા, તેમજ ઘરના કોઈ પણ સભ્યો મારી સાથે વાત પણ કરતા નહોતા તો સાથે જ મારા હાથે બનાવવામાં આવેલ રસોઈ પણ ઘરના કોઈ સભ્યો ખાતા નહોતા.
Published by:kiran mehta
First published:December 26, 2020, 23:02 pm