Home /News /kutchh-saurastra /

રાજકોટમાં શિક્ષક બન્યા શેતાન, લધુશંકાની રજા માંગતા ધોરણ 10માં આભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષકે ફટકાર્યો

રાજકોટમાં શિક્ષક બન્યા શેતાન, લધુશંકાની રજા માંગતા ધોરણ 10માં આભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષકે ફટકાર્યો

રાજકોટમાં

રાજકોટમાં શિક્ષક બન્યા શેતાન,માવડીની લક્ષ્ય સ્કૂલના ટ્યુશનમાં ધો-10ના વિદ્યર્થીને સ્ટેમ્પ વડે ફટકાર્યો માર

રાજકોટ શહેરનાં (City) મવડીમાં (Mavdi)શિક્ષકની (Teacher) શેતાની હરકત સામે આવી છે. જેમાં લક્ષ્ય સ્કૂલનાં ટ્યૂશનમાં (Lakshya school) ગયેલા ધો-10નાં (STD 10)વિદ્યાર્થીને (Student) શિક્ષકે સ્ટમ્પ(Stump) વડે ફટકારતા હાલ સારવારમાં ખસેડાયો છે.

વધુ જુઓ ...

    મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ : રાજકોટ શહેરનાં (City) મવડીમાં (Mavdi)શિક્ષકની (Teacher) શેતાની હરકત સામે આવી છે. જેમાં લક્ષ્ય સ્કૂલનાં ટ્યૂશનમાં (Lakshya school) ગયેલા ધો-10નાં (STD 10)વિદ્યાર્થીને (Student) શિક્ષકે સ્ટમ્પ(Stump) વડે ફટકારતા હાલ સારવારમાં ખસેડાયો છે. સમગ્ર મામલે વિદ્યાર્થીના માતા-પિતાએ પ્રિન્સિપાલને રજૂઆત કરી પોલીસમાં ફરિયાદ નોંધવવા તજવીજ હાથ ધરી છે. જેને લઈને શિક્ષકને બચાવવા પ્રિન્સિપાલે CCTV ફૂટેજ સગેવગે કરી દીધાનો આક્ષેપ (Allegation)વાલીએ કર્યો છે.


    જાણવા મળતી વિગત , ગુરુપ્રસાદ ચોક નજીક ન્યુ. પપૈયાવાડીમાં રહેતો ધોળકિયા સ્કૂલમાં ધો-10માં અભ્યાસ કરતો 16 વર્ષીય નિલેષ ઉનડકટ સાંજે મવડીચોકડી પાસે બાપા સીતારામ ચોક ખાતેની આરાધના સ્કૂલ સંચાલિત લક્ષ્ય સ્કૂલમાં સાંજે ચાલતા ટ્યુશનમાં ગયો હતો. નિલેષને લંઘુશંકા લાગતાં શિક્ષક મયંકભાઈ પાસે રજા માંગી હતી. બે-ત્રણ વખત રજા માંગવા છતાં શિક્ષકે કોઈ જવાબ નહીં આપતા નિલેષે જોરથી હાંકલ નાખી હતી. જેથી સ્કૂલના અન્ય છાત્રો ખડખડાટ હંસી પડ્યા હતા.


    આ પણ વાંચો: ખોટું બોલવામાં એક્સપર્ટ હોય છે આ 4 રાશિનાં જાતકો, ઝડપથી પકડાતું નથી તેમનું જુઠ્ઠાણું

    બનાવને પગલે ઉશ્કેરાયેલા શિક્ષકે નિલેષને અન્ય રૂમમાં લઇ જય સ્ટમ્પ વડે મુંઢમાર માર્યો હતો. 10 થી 15 જેટલા સ્ટમ્પ મારતા વિદ્યાર્થી આડે રાખેલું પાટિયું પણ તૂટી ગયું હતું. બાદમાં મુંઢ ઇજા સાથે ઘરે ગયેલા વિદ્યાર્થીએ તેના માતાપિતાને વાત કરી રાજકોટ સિવિલ હોસ્પીટલમાં સારવાર મેળવી હતી. સાથે વાલીઓ દ્વારા પ્રિન્સિપાલને રજુઆત કરી અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવનાર હોવાનું કહ્યું હતું. ત્યારે શિક્ષકને સજા આપવાને બદલે પ્રિન્સિપાલે પણ તેને બચાવવા સીસીટીવી ફૂટેજ ડીલીટ કરી નાખ્યા હોવાનો આરોપ ભોગ બનનારનાં માતા-પિતાએ લગાવ્યો છે. જેને લઈ હાલ પોલીસે તપાસ શરૂ કરી છે.

    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Rajkot city, Teacher, રાજકોટ

    આગામી સમાચાર