Home /News /kutchh-saurastra /કોરોના વાયરસનાં ભય વચ્ચે રાજકોટમાં ચાલુ વર્ષનો સ્વાઇન ફ્લૂનો પ્રથમ કેસ નોંધાયો

કોરોના વાયરસનાં ભય વચ્ચે રાજકોટમાં ચાલુ વર્ષનો સ્વાઇન ફ્લૂનો પ્રથમ કેસ નોંધાયો

પ્રતિકાત્મક તસવીર

બાળકનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો તેમાં તેને સ્વાઇન ફ્લૂ થયા હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ : એક તરફ ગુજરાત સહિત વિશ્વભરમાં કોરોના વાઇરસે (coronavirus) હાહાકાર મચાવ્યો છે. ત્યારે બીજી તરફ કોરોના વાઈરસના ભય વચ્ચે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં (Rajkot Civil Hospital) સ્વાઇન ફ્લૂનો (Swine flu) પોઝિટિવ કેસ નોંધાયો છે. વર્ષ 2020નો સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાનો પ્રથમ સ્વાઈન ફ્લૂનો કેસ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં નોંધાયો છે. શાપર ગામમાં રહેતા બાળકનો સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ આ બાળકની સારવાર રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. ડોક્ટરોનાં જણાવ્યા પ્રમાણે બાળકનું છેલ્લા ત્રણ વર્ષથી હૃદયનું ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હૃદયનું છેલ્લુ ઓપરેશન કરતા પહેલા તેને તાવ આવ્યો હતો. જેના કારણે બાળકનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. ત્યારે બાળકનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો તેમાં તેને સ્વાઇન ફ્લૂ થયા હોવાનું સામે આવ્યું છે.

છેલ્લા કેટલાય સમયથી દિવસેને દિવસે રાજકોટમાં રોગચાળાનું કહેર યથાવત જોવા મળી રહ્યો છે. સામાન્ય તાવ શરદી ઉધરસ ઝાડા ઉલટી સહિતના જુદા જુદા રોગોના કેસ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : ભરૂચ : બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકોનાં મોત, બે ગંભીર ઇજાગ્રસ્ત

સ્વાઈન ફ્લૂનાં લક્ષણો

  • H1N1 વાયરસથી આ રોગ ફેલાય છે.

  • શરૂઆતમાં શરદી, ઉધરસ, તાવ આવે છે. જેમાં ગળામાં બળતરા થાય છે.

  • એક બે દિવસમાં શ્વાસોશ્વાસમાં બહુ સમસ્યા થાય છે. શ્વાસ ચઢવા લાગે છે.

  • એક જ મિનિટમાં 40-50 કરતા પણ વધુ વખત શ્વાસોશ્વાસની પ્રક્રિયા થવા લાગે છે.

  • ઓકિસજનનું પ્રમાણ ઘટી જાય છે. શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે છે.


આ પણ વાંચો : વિરમગામ-ધ્રાંગધ્રા હાઇવે પર 15 ફૂટ ઊંડા નાળામાં કાર ખાબકી, પતિ પત્નીનાં મોત

સ્વાઇન ફ્લૂથી બચવાના ઉપાયો

  • શરદી-તાવની સમસ્યા બહુ વધે તે પહેલા જ તબીબી તપાસ કરાવવી જોઇએ. ખાસ કરીને શંકાસ્પદ કેસોમાં ગળામાંથી કલ્ચર લઇને લેબોરેટરી માટે મોકલવા જોઇએ.

  • સારવાર માટે ઓસેલ્ટામીવીર ડ્રગ્ઝ (ટેમીફલુ) લેવી જોઇએ. જરૂર પડયે વેન્ટીલેટર પર મુકવા જોઇએ. આ રોગથી બચી શકાય છે.

  • જાહેરમાં શરદી, કફના ગળફા ન કાઢો. ભીડભાડવાળી જગ્યામાં જવાનુ ટાળો
    સ્વાઇન ફ્લૂથી બચવા માટે 95 માસ્ક શ્રેષ્ઠ ઉપાય છે.


છેલ્લા 5 વર્ષમાં નોંધાયેલા સ્વાઈન ફ્લૂના કેસ
વર્ષકેસમરણ
201311818
20141503
201515920
20178935
201816549

આ વીડિયો પણ જુઓ : 
" isDesktop="true" id="965508" >
Published by:Kaushal Pancholi
First published:

Tags: Swine flu, ગુજરાત, રાજકોટ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन