રાજકોટ : આયુર્વેદિક સિરપના નામે નશાનો વેપલો? SOGએ 4 દુકાનમાં દરોડા પાડી 825 બોટલ કબ્જે કરી

રાજકોટ : આયુર્વેદિક સિરપના નામે નશાનો વેપલો? SOGએ 4 દુકાનમાં દરોડા પાડી 825 બોટલ કબ્જે કરી
સિરપના સેમ્પલ એકઠા કરવામાં આવ્યા

રાજકોટ SOGએ જુદી જુદી 4 દુકાનોમાંથી સેમ્પલ એકઠા કર્યા, પોલીસને આશંકા છે આ સિરપની આડમાં શંકાસ્પદ નશીલો પદાર્થો વેચાઈ રહ્યો છે, સેમ્પલોને FSLમાં મોકલવામાં આવ્યા

  • Share this:
રાજકોટમાં થોડા (Rajkot) સમય પહેલા નશાકારક પડીકી વેચાતી હોવાનું સામે આવ્યું હતું ત્યારે હવે પાનની દૂકાનોમાં આયુર્વેદિક દવાના ઓઠા હેઠળ શંકાસ્પદ નશાકારક મનાતા સિરપનું (Suspicions Syrups) વેંચાણ થતું હોવાનું સામે આવ્યું છે. શહેરમાં એસઓજી (Rajkot SOG) અને યુનિવર્સિટી પોલીસે અલગ-અલગ 4 દૂકાનોમાં દરોડા પાડી અલગ-અલગ બ્રાન્ડના નશાકારક મનાતા સિરપની 825 બોટલો કબ્જે કરી પરિક્ષણ માટે એફએસએલ (FSL Labs) કચેરીમાં મોકલી છે. પોલીસે સીઆરપીસી 102 મુજબ હાલ કાર્યવાહી કરી દૂકાનદારોના નામ-સરનામાની નોંધ કરવામાં આવી છે અને એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જરૂર પડ્યે હાજર થવા નોટીસ અપાઇ છે.

પ્રાથમિક માહિતી મુજબ જામનગર તરફથી આ બોટલો આવતી હોવાનું કહેવાય છે. એસઓજી દ્વારા અટિકા ફાટક પાસે આવેલી મુરલીધર ડિલકસ પાન નામની દૂકાનમાં દરોડો પાડી ત્યાંથી સિરપની ૭૨૪ બોટલો રૂ. 72.400 ની કબ્જે કરવામાં આવી હતી. દૂકાન માલિક રામ રાજદેભાઇ ડેરની દૂકાનમાંથી એસકે હર્બલ સિરપની 112 બોટલ, ધત્રઅરિષ્ઠાની 383, કાલ મેઘસ્વ અરિષ્ઠાની 139 બોટલ, સંગીત કાજુ અસવ અરિષ્ઠાની 50, સંગીત ખજૂર અસવ અરિષ્ઠાની 40 બોટલો કબ્જે થઇ હતી.આ પણ વાંચો :  અમદાવાદથી સ્ટેચ્યૂ ઑફ યુનિટી સુધી Vista dome Coach વાળી ખાસ ટ્રેન દોડશે, જાણો વિશેષતા

બીજા દરોડામાં અમરનગર રોડ બહુચર વિદ્યાલય પાસે આવેલી જે માડી ડિલકસ પાન એન્ડ કોલ્ડ્રીંકસની દૂકાનમાંથી સુનિંદ્રા નામની 33 તથા સ્ટોન અરિષ્ઠા આયુર્વેદિક સિરપની 25મળી કુલ 58ની 58 બોટલ કબ્જે કરાઇ હતી. દૂકાન દાર ચિરાગ અશોકભાઇ ડોડીયાને એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જરૂર પડ્યે હાજર થવા નોટીસ અપાઇ હતી.

આ પણ વાંચો :  સુરત : 'તારા ઘરવાળાને કહેજે કે બધું સંકેલી લે,' યુવકને કારથી કચડી નાખવાનો પ્રયાસ, ઘટનાનો Video થયો Viral

યુનિવર્સિટી પોલીસ મથકની ટીમે રૈયા રોડ બાપા સિતારામ ચોક શિવમ માર્ટ સામે ન્યુ અપના અડ્ડા તથા રામાપીર ચોકડી પાસેથી દેવજીવન હોટેલ પાસેથી હરસિધ્ધી ડિલકસ પાન નામની દૂકાનોમાંથી મેઘસાવા અસવા અરિષ્ઠાની રૂ. 3500ની સિરપની 35 બોટલો તથા રૂ. 800ની 8 બોટલો કબ્જે કરી હતી. આ બોટલોના પ્રવાહીમાં ખરેખર શું શું છે? તે જાણવા એફએસએલમાં પરિક્ષણ માટે મોકલાઇ છે.આ બંને દૂકાનદારોએ પોતાને સેલ્સમેન આ બોટલો આપી જતો હોવાનું અને વેંચાણ માટેની પરવાનગી હોવાનું કહ્યું હતું.
Published by:Jay Mishra
First published:January 16, 2021, 17:11 pm

ટૉપ ન્યૂઝ