'સમાજમાં બાળકોના જાતિશોષણના કેસ વધી રહ્યા છે,દરેક જિલ્લામાં પોક્સો કોર્ટ જરૂરી'

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 23, 2017, 8:14 AM IST
'સમાજમાં બાળકોના જાતિશોષણના કેસ વધી રહ્યા છે,દરેક જિલ્લામાં પોક્સો કોર્ટ જરૂરી'
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ. બી. લોકુરે કહ્યુ છે કે, નેશનલ ક્રાઈમ બ્યુરોના રેકોર્ડ મુજબ દેશમાં બાળકો સાથે જાતિય શોષણ અને અન્ય પ્રકારના કેસોની સંખ્યા વધી છે.આપણો સમાજ કંઈ દિશા તરફ જાય છે, તે વિચારવાની જરૂર છે.બાળકો માટેનો કાયદો જુવેનાઈલ જસ્ટિસ એક્ટ અને પોક્સો એક્ટનો દેશમાં યોગ્ય રીતે અમલ કરવાની જવાબદારી સૌની છે.સરકાર પોલીસ અને હાઈકોર્ટની જુવેનાઈલ જસ્ટિસ કમિટી અને એનજીઓ દ્વારા આ અંગે યોગ્ય રીતે કામ થઈ રહ્યુ છે.પોક્સો એક્ટ બન્યાના પાંચ વર્ષ બાદ હવે તેનો પૂરી રીતે અમલ થવો જોઈએ.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 23, 2017, 8:14 AM IST
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ. બી. લોકુરે કહ્યુ છે કે, નેશનલ ક્રાઈમ બ્યુરોના રેકોર્ડ મુજબ દેશમાં બાળકો સાથે જાતિય શોષણ અને અન્ય પ્રકારના કેસોની સંખ્યા વધી છે.આપણો સમાજ કંઈ દિશા તરફ જાય છે, તે વિચારવાની જરૂર છે.બાળકો માટેનો કાયદો જુવેનાઈલ જસ્ટિસ એક્ટ અને પોક્સો એક્ટનો દેશમાં યોગ્ય રીતે અમલ કરવાની જવાબદારી સૌની છે.સરકાર પોલીસ અને હાઈકોર્ટની જુવેનાઈલ જસ્ટિસ કમિટી અને એનજીઓ દ્વારા આ અંગે યોગ્ય રીતે કામ થઈ રહ્યુ છે.પોક્સો એક્ટ બન્યાના પાંચ વર્ષ બાદ હવે તેનો પૂરી રીતે અમલ થવો જોઈએ.

બીજી તરફ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આર. એસ. રેડ્ડીનુ નિવેદન છે કે કાયદાનો યોગ્ય રીતે અમલ થાય તે માટે તમામ લોકો સતત પ્રયત્નશીલ છે.મહત્વનુ છે કે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ અને પોક્સો એક્ટનો યોગ્ય રીતે અમલ કેવી રીતે આગળ વઘારવો તે મુદ્દા પર ગુજરાત હાઈકોર્ટ ઓડિટોરિયમમાં બે દિવસીય સેમિનાર શરૂ થયો છે.સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ. બી. લોકુર દ્વારા કાર્યક્રમનુ ઉદ્ધાટન થયુ હતુ.આ સેમિનારના પ્રથમ દિવસે હાઈકોર્ટના તમામ જસ્ટિસ અને કાયદા જગતના નિષ્ણાતો હાજર રહ્યા હતા.

સુપ્રીમના જસ્ટિસનું નિવેદન
જુવેનાઈલ જસ્ટીસ એક્ટના અસરકારક અમલના મુદ્દે સેમિનાર

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ MB લોકુરનું નિવેદન
'સમાજમાં બાળકોના જાતિશોષણના કેસ વધી રહ્યા છે'
'નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા મુજબ બાળકો સામે ગુના વધ્યા'
'સમાજ કઈ દિશા તરફ જઈ રહ્યો છે તે વિચારવું પડશે'
'દરેક રાજ્યના દરેક જિલ્લામાં પોક્સો કોર્ટ જરૂરી'

પ્રતિકાત્કમ તસવીર
First published: April 23, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर