મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ: બેડી માર્કેટિંગ યાર્ડમાં બે સગાભાઈઓ એ વિષપાન કરી જીવન ટુંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં આર્થિકભીંસ કારણભૂત હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરિવારનાં કહેવા મુજબ બંને ભાઈઓને કોઈ પ્રકારનું દુઃખ કે કોઈ સાથે અણબનાવ નહોતો. હાલ પોલીસે બંનેની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.
રાજકોટ બેડી યાર્ડમાં આજે બપોરના અરસામાં સુખી સપ્પન પરિવારના બે સગાભાઈઓ એ ઝેર પી આપઘાત કરી લેતા સનસનાટી મચી જવા પામી છે. પ્રાથમિક તપાસ કરતા આર્થિક સંકડામણ હોવાનું કારણ બહાર આવી રહ્યું છે.પરિવારજનો ના આ મામલે જણાવ્યા પ્રમાણે પરિવારમાં પૈસાને લઈને કોઈ પ્રકારની ચિંતા નહોતી. હવે આ બંને ભાઈઓએ શા માટે અંતિમ પગલું ઉઠાવ્યું છે.તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કરાવ્યો છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યા અનુસાર ગુંદાવાડી મેઈન રોડ પર જલારામ મેડિકલ સ્ટોર ધરાવતા યતીનભાઈ કિશોરભાઈ સૂચક અને બેડી માર્કેટિંગ યાર્ડમાં 243 નંબરની પેઢી ધરાવતા વિપુલભાઈ સૂચકે બપોરના સમયે એકાદ વાગ્યે શટર બંધ કરી કપાસમાં નાખવાની મોનાકોટા નામની ઝેરી દવા પી લેતા સ્થળ પર જ બંનેનું પ્રાણ પખેરું ઉડી ગયું હતું. બનાવને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: આપઘાત, ગુજરાતી સમાચાર, રાજકોટ