Home /News /kutchh-saurastra /

રાજકોટ : ધોરણ 10ની વિદ્યાર્થીનીએ પરીક્ષાના એક દિવસ પૂર્વે મોત વ્હાલુ કર્યું, ફૂટી ફૂટી રડી પડ્યો પિતા

રાજકોટ : ધોરણ 10ની વિદ્યાર્થીનીએ પરીક્ષાના એક દિવસ પૂર્વે મોત વ્હાલુ કર્યું, ફૂટી ફૂટી રડી પડ્યો પિતા

રાજકોટમાં

રાજકોટમાં ધોરણ 10ની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો

રાજકોટ : ધોરણ 10ની વિદ્યાર્થીની (Standard 10 student) એ પરીક્ષા (Standard 10 Exam) ના એક દિવસ પૂર્વે કર્યો આપઘાત (Suicide), ફૂટી ફૂટી રડી પડ્યો પિતા, મૃતકે ધો.-10ની પરીક્ષાના ડરથી પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું

વધુ જુઓ ...

    મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ : ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ નજીક આવી રહી છે. જેના ડરથી કેટલાક વિદ્યાર્થીઓ અમુક વખત કરવાનું કરી બેસતા હોય છે. આવી એક ઘટના સામે આવી છે. જેમાં શાપર-વેરાવળ ખાતે ધો.- 10ની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યાનું સામે આવ્યું છે. પરીક્ષાનાં ટેન્શનમાં પુત્રીએ અંતિમ પગલું ભર્યું હોવાનું પિતાએ જણાવ્યું છે. તેણીના પગલાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. હાલ તો પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરું કરી છે.


    જાણવા મળતી વિગત અનુસાર શાપર વેરાવળ ખાતેનાં હરીનાગર હાઉસિંગ બોર્ડમાં રહેતી 18 વર્ષીય દીકરીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવની જાણ થતાં પરિવાર દ્વારા તેને તરત હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મૃતકે ધો.-10ની પરીક્ષાના ડરથી પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.


    આ પણ વાંચોરાજકોટ: પ્રેમ સંબંધનો કરુણ અંત, હોટલમાં ખેલાયો હતો ખૂની ખેલ, યુવતી પછી યુવકનું પણ મોત

    મૃતકનાં પિતાએ જણાવ્યા મુજબ, પુત્રીને આવતીકાલે ધોરણ 10ની પરીક્ષા હતી. દરમિયાન ઘરે કોઈ નહોતું ત્યારે માતા નીચે કપડાં ધોવા જતા તેણીએ દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જોકે તેણે પોતાને પરીક્ષાની ચિંતા હોવાનું પણ ક્યારેય જણાવા દીધું નહોતું. અને અચાનક માત્ર અડધો કલાકમાં છેલ્લું પગલું ભરી લીધું હતું. અન્ય વિદ્યાર્થીઓએ જો પરીક્ષાની ચિંતા હોય અને પરીક્ષા આપવી હોય તો માતા-પિતાને જાણ કરવાની અપીલ પણ તેમણે કરી હતી.

    First published:

    Tags: Civil Hospital, આત્મહત્યા, છોકરી, રાજકોટ

    આગામી સમાચાર