રાજકોટઃ વિદ્યાર્થીઓના વિજય સરઘસ દરમિયાન ફોટો પાડવા બાબતે મારામારી

News18 Gujarati
Updated: May 31, 2018, 12:34 PM IST
રાજકોટઃ વિદ્યાર્થીઓના વિજય સરઘસ દરમિયાન ફોટો પાડવા બાબતે મારામારી
વિદ્યાર્થીઓએ કેમેરામેનના કપડાં ફાડી નાખ્યા હતા.
News18 Gujarati
Updated: May 31, 2018, 12:34 PM IST
આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું. 55.55% વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થાય છે. પરિણામ બાદ અનેક જગ્યાએ ફટાકડા ફોડી, મીઠાઈઓ વહેંચવામાં આવી હતી. અનેક સ્કૂલોએ પોતાના સ્ટુડન્ટ્સ સાથે વિજય સરઘસો પણ કાઢ્યા હતા. રાજકોટમાં પણ એક સ્કૂલના સ્ટુડન્ટ્સે સરઘસ કાઢ્યું હતું. આ દરમિયાન સરઘસમાં મારામારી થઈ હતી. બાદમાં આ ઘટના ટોક ઓફ ટાઉન બની હતી.

ફોટો પાડવા બાબતે બબાલ

મળી રહેલી માહિતી પ્રમાણે ધોરણ-12ના પરિણામ બાદ રાજકોટની ધોળકિયા સ્કૂલના સ્ટુડન્ટ્સે વિજય સરઘસ કાઢ્યું હતું. આ સરઘસમાં સ્ટુડન્ટ્સ અને સ્કૂલના કેમેરામેન વચ્ચે ફોટો પાડવાને લઈને માથાકૂટ થઈ હતી. શરૂઆતમાં આ બાબતે બોલાચાલી થઈ હતી, પરંતુ બાદમાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા વાત મારામારી સુધી પહોંચી હતી.કેમેરામેનને કપડાં કાઢી દોડાવ્યો

બોલાચાલી બાદ વાત એટલે સુધી વણસી ગઈ હતી કે સ્ટુડન્ટ્સે શાળાના કેમેરામેનને શર્ટ કાઢીને દોડાવ્યો હતો. વિદ્યાર્થીઓનં ટોળું કેમેરામેનની પાછળ પડ્યું હતું. સ્ટુડન્ટ્સે કેમેરામેનના કપડાં ફાડી નાખ્યા હતા. આ દરમિયાન સામસામે મારામારી થઈ હતી.
Loading...

વિદ્યાર્થીઓ ઓફ ડ્રેસમાં ગરબા રમવામાં જોડાયા અને થઈ બબાલ

આ આખી ઘટના 150 ફૂટ રિંગ રોડ પર બાલાજી ચોક નજીક બની હતી. મળી રહેલી માહિતી પ્રમાણે ધોળકિયા સ્કૂલના સ્ટુડન્ટ્સ વિજય સરઘસ સાથે રાસ-ગરબા રમી રહ્યા હતા. આ દરમિયાન સ્કૂલના જ કેટલાક સ્ટુડન્ટ્સ ઓફ ડ્રેસમાં ગરબા રમવા માટે આવ્યા હતા. આ વાતથી અજાણ ફોટોગ્રાફરે આવા સ્ટુડન્ટ્સે ટપાર્યાં હતા. આ બાબતે બોલાચાલી થતાં કેમેરામેનને માર ખાવાનો વારો આવ્યો હતો.
First published: May 31, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...