રાજકોટ: કોલેજના વિદ્યાર્થીએ પંખાના હુકમાં દોરી બાંધી જીવન ટુંકાવ્યું

News18 Gujarati
Updated: March 16, 2019, 10:45 PM IST
રાજકોટ: કોલેજના વિદ્યાર્થીએ પંખાના હુકમાં દોરી બાંધી જીવન ટુંકાવ્યું
કોલેજમાં પરીક્ષા ચાલી રહી છે, આને આજે ચોથુ પેપર પણ હતુ ત્યારે આ વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે.

કોલેજમાં પરીક્ષા ચાલી રહી છે, આને આજે ચોથુ પેપર પણ હતુ ત્યારે આ વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે.

  • Share this:
રાજ્યમાં આપઘાતની ઘટનાઓ વધી છે. કોઈને કોઈ માણસ આર્થિક, માનસિક કે પછી શારીરિક સમસ્યાને લઈ આપઘાત કરતો હોય છે. આજે રાજકોટથી એક આપઘાતના સમાચાર આવ્યા છે, જેમાં એક વિદ્યાર્થીએ પોતાની શારિરીક સમસ્યાને લઈ પોતાનું જીવન ટુંકાવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ જીલ્લાના ઉપલેટાની એક કોલેજના વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીએ પંખાના હુકમાં દોરી બાંધી જીવન ટુંકાવી દીધુ છે. મહત્વની વાત એ છે કે, હાલમાં આ કોલેજમાં પરીક્ષા ચાલી રહી છે, આને આજે ચોથુ પેપર પણ હતુ ત્યારે આ વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે.

સૂત્રો અનુસાર, આપઘાત કરનાર વિદ્યાર્થીનું નામ રોનક રમેશભાઈ ડેરવાડિયા છે. જે આ કોલેજમાં BRSના ત્રીજામાં અભ્યાસ કરતો હતો. મહત્વની વાત એ છે કે, આજે પરીક્ષા ચાલી રહી હતી અને ચોથુ પેપર પણ હતું. સૂત્ર અનુસાર, તેણે મરતા પહેલા સુસાઈડ નોટ પણ લખી છે, જેમાં આપગાત કરવાનું કારણ કીડની ખરાબ હોવાનું જણાવ્યું છે, સાથે આ નોટમાં એક અજાણી છોકરીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમા કહ્યું છે કે, મે તમામ વાત આ છોકરીને કરી છે.આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે વિદ્યાર્થીના પરિવારને જાણ કરી સુસાઈડ નોટ મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
First published: March 16, 2019, 10:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading