રાજકોટ : વિંછીયામાં લુખ્ખાની પજવણીથી કંટાળી ધો.11ની વિદ્યાર્થિનીનો આપઘાતનો પ્રયાસ


Updated: January 25, 2020, 9:18 AM IST
રાજકોટ : વિંછીયામાં લુખ્ખાની પજવણીથી કંટાળી ધો.11ની વિદ્યાર્થિનીનો આપઘાતનો પ્રયાસ
પ્રતિકાત્મ તસવીર

11માં અભ્યાસ કરતી છાત્રાએ પજવણીથી કંટાળી ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. સગીરાને બેશુધ્ધ હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી છે.

  • Share this:
રાજકોટ : રાજકોટમાં એક બાજુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો છેડતીકાંડ ચર્ચાના ચગડોળે છે ત્યારે બીજી બાજુ જિલ્લાના વિંછીયા તાલુકાની એક સગીરાએ લુખ્ખા તત્વોની પજવણીથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આ સ્થિતિમાં રાજકોટમાં દીકરીઓ અસલામત હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે.

એક બાજુ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સ્ત્રીઓ પર થતાં અત્યાચાર માં ઘટાડો થાય તેવા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સ્ત્રીઓને કોઈ પણ જાતની સતામણીનો ભોગ ન બનવું પડે તે માટે અનેક વિવિધ યોજનાઓ પણ બહાર પાડવામાં આવી છે. તો બીજી તરફ  રાજકોટ શહેર બાદ જીલ્લામાં પણ હાઈ સ્કૂલમાં જતી વિદ્યાર્થીની છેડતીનો ભોગ બનતા તેને ફિનાઈલ પી પોતાના જીવનનો અંત આણવાની કોશિશ કરી છે.

આ પણ વાંચો :  રાજકોટ પોલીસનો હીરો : તપાસમાં ગયેલા PSI રડી પડ્યા, આરોપીની દીકરીની સારવાર કરાવશે

સમગ્ર મામલે વિછીયા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ પણ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ધો.11માં અભ્યાસ કરતી છાત્રાએ પજવણીથી કંટાળી ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. સગીરાને બેશુધ્ધ હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી છે. વીંછિયામાં આવેલી એમ.બી.અજમેરા હાઈસ્કૂલમાં ધો.11માં અભ્યાસ કરતી 17 વર્ષની સગીરાને અજય વાલાણી નામનો શખ્સ હેરાન કરતો હતો. જેના કારણે તેણે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસ દ્વારા આરોપી ને ક્યારે પકડી પાડવામાં આવ્યો છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.

તાજેતરમાં જ રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનના પીએચડી ગાઇડ હરેશ ઝાલા દ્વારા એક વિદ્યાર્થી ની પાસે શરીર સુખની માગણી કરવામાં આવી હોય તેવી ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે. વાઇરલ થયેલી ઓડિયો ક્લિપ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જાતીય સતામણી નિવારણ કમિટી દ્વારા આગામી અઠવાડિયે પ્રોફેસર ઝાલાને પોતાનો પક્ષ રજૂ કરવા માટે સમય પણ આપવામાં આવ્યો છે.
First published: January 25, 2020
વધુ વાંચો
अगली ख़बर