રાજકોટમાં રહેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોઇને કોઇ પ્રકારે વિવાદોમાં રહેતી હોય છે. પરંતુ શિક્ષક દિવસને હજુ 24 કલાક થયા છે ત્યારે લાંછનરૂપ કિસ્સો સામે આવ્યો છે. બાયો સાયન્સ ભવનમાં પીએચડીના ગાઇડે વિદ્યાર્થિનીનો એકલતાનો લાભ લઇ સેક્સુઅલ હેરેસમેન્ટ કર્યું હોવાની ભારે ચર્ચા થઇ રહી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયો સાયન્સ ભવનની છાત્રાએ પ્રોફેસર વિરુદ્ધ સેક્સુઅલ હેરેસમેન્ટની ફરિયાદ દાખલ કરતાં ચકચાર મચી જવા પામી છે. વિદ્યાર્થિનીએ ફરિયાદમાં જણાવ્યું કે તેણીને ગાઇડે કહ્યું કે, તારે પીએચડી પૂરૂ કરવું હોય તો મારી ઇચ્છાઓ પૂરી કર. સમગ્ર ઘટના વીસી સુધી પહોંચી છે, વીસીએ તાત્કાલિક તપાસના આદેશ કર્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
બાયો સાયન્સ ભવનમાં એક સિનિયર અધ્યાપક પીએચડીના ગાઇડ તરીકે યુવતીને માર્ગદર્શન આપતા હતા. તેમાં યુવતી તેના ચેમ્બરમાં એકલી હતી ત્યારે એકલતાનો લાભ લઇ વાતોમાં છૂટછાટ લઇ સેક્સુઅલ હેરેસમેન્ટની વાત કરી હોવાનું બહાર આવ્યુ છે. તેમાં ગાઇડે યુવતીને કહ્યું કે, મારી ઇચ્છા પૂરી કર. આ મુદે વીસી સુધી વાત પહોંચી છે જ્યારે કાર્યકારી કુલપતિ નિલામ્બરી દવેએ જણાવ્યું હતું કે, મને પણ આવી વાત મળી છે, તપાસના અંતે સત્ય બહાર આવશે હાલ કંઇ કહેવું વહેલું ગણાશે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર