Home /News /kutchh-saurastra /

રાજકોટમાં રખડતા ઢોરનો Video, ચેતીને રહેજો નહીંતર ગુમાવવો પડી શકે છે જીવ! CR પાટિલે મેયરને કરી હતી ટકોર

રાજકોટમાં રખડતા ઢોરનો Video, ચેતીને રહેજો નહીંતર ગુમાવવો પડી શકે છે જીવ! CR પાટિલે મેયરને કરી હતી ટકોર

રાજકોટ

રાજકોટ : "શેઠની શિખામણ ઝાપા સુધી" પાટીલની વારંવાર ટકોર છતા રખડતા ઢોરનો ત્રાસ યથાવત,વૃઘ્ઘાનું મોત,અન્ય એક ઘાયલ

Rajkot News : ભાજપ પ્રમુખ CR પાટિલની ટકોર છતાં મનપાએ ઢોરને હટાવવાની કામગીરી ન કરી, આખરે ઢોરના કારણે એક વ્યક્તિએ આજે જીવ ગુમાવ્યો

    મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ (Rajkot): શહેરમાં (City)છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોર (Stray cattle )આતંક મચાવી રહ્યા છે. અને રખડતા ઢોરને કારણે અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે. એટલું નહીં મામલે ભાજપ(Bhajap) પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ (Region President C.R.Patil)દ્વારા પણ મેયર (Mayar)સહિતનાં પદાધિકારીઓને વારંવાર ટકોર કરવામાં આવી ચૂકી છે. અને તાજેતરમાં રજૂ થયેલા બજેટમાં પણ માટે જોગવાઈ કરવામાં આવી ચુકી છે. છતાં તમામ જોગવાઈ માત્ર કાગળ ઉપર હોય તેમ રખડતા ઢોરનાં કારણે વધુ એક વૃદ્ધનો ભોગ લેવાયો છે. જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.


    જેમાં મવડી વિસ્તારમાં આવેલ વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે બાઈક આડે ઉતરતા અકસ્માત થયો હતો. જેમાં બાઈક પરથી ફંગોળાતા તેના પર બેઠેલા દરજી વેપારી અને વૃદ્ધ રસ્તા પર પટકાયા હતા. જેમાં ગંભીર ઇજાને પગલે બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ટૂંકી સારવાર બાદ વૃદ્ધનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે દરજી વેપારીની સારવાર કરવામાં આવી રહી છે. જો કે સમગ્ર મામલે ખુટિયાએ બાઇકને હડફેટે લીધું હોવાની ચર્ચાઓ લોકમુખે ચાલી રહી છે.


    પોલીસનાં જણાવ્યા મુજબ 35 વર્ષીય કમલભાઈ ભરતભાઇ પાડલીયા તેમજ 65 વર્ષીય વિનુભાઈ કેશુભાઈ મકવાણા ચણીયાચોળીનું પાર્સલ અપવા મવડી તરફ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. ગાય આડી ઉતરતા બંનેનું બાઈક ફંગોળાયુ હતું. જેને પગલે ઇજાગ્રસ્ત હાલતમાં બંનેને સારવાર માટે ખસેડાયા હતા. જેમાં વિનુભાઈનું મોત નિપજ્યું છે. તેઓ પોતાના દીકરી ગીતાબેનની બાજુમાં એકલા રહેતા હોવાનું સામે આવ્યું છે. હાલ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ કરવામાં આવી રહી છે.

    Published by:Jay Mishra
    First published:

    Tags: C.R Patil, RMC, રાજકોટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन