રાજકોટના જસદણ નજીક આજે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ પર પથ્થરમારો થયો હતો. મળતી વિગત પ્રમાણે વિદ્યાર્થીઓએ બસ પર પથ્થરમારો કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બસના ડ્રાઇવરે બસસ્ટોપ પર બસ ઉભી નહીં રાખતા પથ્થરમારો કર્યો હતો. બનાવ બાદ ડ્રાઇવરે આટકોટ પોલીસને જાણી કરી હતી, તેમજ મુસાફરો સાથેની બસને બસસ્ટોપ ખાતે લઈ જવામાં આવી હતી. નોંધનીય છે કે ગામના બાળકો માટે અભ્યાસ માટે એક ગામથી બીજા ગામ જવા માટે ટ્રાન્સપોર્ટનું સાધન એસટી બસ હોય છે. કોઈ કારણસર બસ જ્યારે જે-તે બસસ્ટોપ પર ઉભી નથી રહેતી ત્યારે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાતા હોય છે.
બસના કાચમાં તિરાડ પડી
ગારિયાધાર-રાજકોટની બસ પર પથ્થરમારા થતાં બસનો આગળના કાચમાં તિરાડો પડી હતી. બાદમાં ડ્રાઇવરે હાઇવે પર જ બસને રોકી દીધી હતી તેમજ તમામ મુસાફરોને બસમાંથી ઉતારી દીધા હતા. બસને થોભાવી દેવામાં આવતા તેમાં પ્રવાસ કરી રહેલા મુસાફરો પણ મુશ્કેલીમાં મૂકાયા હતા.
પથ્થરમારા બાદ બસને રોકી દેવાતા મુસાફરો રઝળી પડ્યાં હતાં.
બસ ઉભી ન રાખતા પથ્થરમારો
એવી પણ માહિતી મળી રહી છે કે જસદણ નજીક આવેલા પડધોઈ ગામ ખાતે એસટી બસ પર પથ્થરમારો થયો તેનું કારણ ઘણા લાંબા સમયથી અહીં બસસ્ટોપ પર બસ ઉભી રાખવામાં આવતી હોવાનું માનવામાં આવે છે. આ જ કારણે આજે સવારે વિદ્યાર્થીઓ અને સ્થાનિકોએ બસ પર પથ્થમારો કર્યો હતો. ઘટના બાદ બસને ત્યાં જ રોકી દેવામાં આવી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર