રાજકોટ (Rajkot) શહેરમાં હવસખોર પિતાની (Father) કાળી કરતૂત સામે આવી છે. સાવકા પિતા દ્વારા તેની બે પુત્રી (Step Daughter) પર અનેક વખત દુષ્કર્મ (Rape) ગુજારી રહ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. આપણે ત્યાં પિતા પુત્રી નો સંબંધ ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે પરંતુ આજ પવિત્ર સંબંધોને લાંછન લગાડયું છે એક વાસના ખોર હૈવાન પિતા દ્વારા. પિતાએ પોતાની પુત્રી પર નહીં પરંતુ બે પુત્રી પર દુષ્કર્મ ગુજારી રહ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બે પુત્રીની વિધવા માતાએ 14 વર્ષ પૂર્વે મોહન (નામ બદલાવ્યું છે) નામના વ્યક્તિ સાથે બીજા લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પરિણીતાના પહેલા ઘરની બંને પુત્રીઓ મોહનને પપ્પા કહીને જ બોલાવતી હતી. પરંતુ વાસનાના મદમાં ચુર એવા મોહને પ્રથમ મોટી પુત્રી અને ત્યારબાદ સગીર વયની પુત્રી સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવ્યું છે.
રવિવારના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પુખ્ત વયની પરિણીત મહિલા પહોંચી હતી. જ્યાં તેમણે પીઆઇ જોશી સમક્ષ પોતાની આપવીતી જણાવી હતી. તેણે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, પિતાનું અવસાન થતાં 14 વર્ષ પૂર્વે માતાએ મોહન નામની વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા બાદમાં બંને બહેનો મોહન ને પપ્પા કહીને જ બોલાવતી હતી.
ત્રણ વર્ષ પૂર્વે રાત્રિના સમયે મોહન કે જે મારા પિતા છે તે મારી પાસે આવ્યો હતો ત્યારબાદ તેણે મને મોઢે ડૂમો દઇ બળજબરીપૂર્વક મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો તેમજ આ બાબતે જો કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી.
ગભરાઈને મેં આ વાત કોઈને ન કરતાં તેણે મારો ગેરલાભ ઉઠાવ્યો હતો. તેમજ ત્યારબાદ અનેક વખત તે મારી સાથે દુષ્કર્મ આચરતો રહ્યો હતો. મે મહિનામાં મારા લગ્ન થયા છે. જેના કારણે હું મારા સાસરે જતી રહી હતી. ત્યારે શનિવારના રોજ હું મારા પિયર આટો મારવા આવી ત્યારે મારી 14 વર્ષની નાની બહેને મને જણાવ્યું હતું કે છેલ્લા બે મહિનાથી અમારા પિતા મોહન તેની સાથે બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધી રહ્યા છે.
નાનકડી બહેનની આ વાત સાંભળી સાસરેથી આવેલી દીકરી ના પગ તળેથી જમીન સરકી ગઇ હોય તેવો તેને અનુભવ થયો હતો. માતા બહેન અને પોતાની સુરક્ષા માટે ત્રણ ત્રણ વર્ષથી સાવકા પિતાની હેવાનિયતને મૂંગા મોઢે સહન કરતી હતી. પરંતુ આજે પિતાએ નાની બહેનને પણ પોતાની વાસનાનો શિકાર બનાવતા આખરે મામલો પોલીસ મથક સુધી લાવવાની ફરજ પડી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મોહન તેની સાવકી યુવાન પુત્રી પર ત્રણ વર્ષથી બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. મોટી દીકરીને સાસરે વળાવવાનું નક્કી થતાં જ તેણે પોતાની નજર નાની પુત્રી પર બગડી હતી. જે કારણોસર તે છેલ્લા બે મહિનાથી સગીરા સાથે દુષ્કૃત્ય કરતો હતો.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર