ગુજરાત બોર્ડની બેદરકારી, SSC ના આ પરીક્ષાર્થીઓનું પરિણામ સંકટમાં, ઉત્તરવહીઓ ચીંથરેહાલ

News18 Gujarati
Updated: May 16, 2020, 11:23 PM IST

વિદ્યાર્થીઓના માથે બેવડી ચિંતા : ફરીથી પરીક્ષા આપવાની થાય તો કોરોના વાયરસનો ખતરો અને ફરીથી તૈયારીની ચિંતા

  • Share this:
ગાંધીનગર : ગુજરાતમાં ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓ (Board Exam)એ તાજેતરમાં જ કોરોના વાયરસના (Coronavirus Threat) ભયના ઓથાર હેઠળ પરીક્ષાઓ આપી છે. વિદ્યાર્થીઓ પરીક્ષા (Board Exam Preparation)ની તૈયારી માટે રાત-દિવસ એક કરી દેતા હોય છે. આવા જ સમયે રાજકોટ અને જેતપુર શહેરમાંથી જે સમાચાર સામે આવ્યા તેણે વિદ્યાર્થીઓની ચિંતા વધારી દીધી છે. બુધવારે સવારે જેતપુર અને ગોંડલ (Answer Books found from Gondal and Jetpur) પંથકમાં રસ્તા પરથી બોર્ડના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ રસ્તે રઝળતી મળી આવી છે. રસ્તા પરથી મળી આવેલી અનેક ઉત્તરવહીઓ ચીંથરેહાલ સ્થિતિમાં મળી છે. પ્રાથમિક તારણમાં આ ઉત્તરવહીઓ મહેસાણાના કોઈ સેન્ટરની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ બનાવ બાદ શિક્ષણમંત્રી અને બોર્ડના ચેરમેને સબસલામતના દાવા સાથે તપાસના આદેશ આપી દેવાનું જણાવ્યું છે. જોકે, જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પરથી સબસલામત ન હોવાનું લાગી રહ્યું છે.

શું ફરીથી પરીક્ષા આપવી પડશે?

રસ્તા પરથી પરીક્ષાની ઉત્તરવહીઓ મળી આવતા હવે સવાલ એ ઉભો થયો છે કે જે ઉત્તરવહીઓ ફાટેલી હાલતમાં મળી આવી છે તે વિદ્યાર્થીનું ભાવી શું? શું તેમણે ફરીથી પરીક્ષા આપવી પડશે? શું તેમને પાસિંગ માર્ક્સ આપીને પાસ કરી દેવાશે? આ બધા વિકલ્પોમાં નુકસાન અંતે વિદ્યાર્થીઓને જ થશે. કારણ કે જો પાસિંગ માર્ક્સ આપી દેવામાં આવે તો હોંશિયાર વિદ્યાર્થીને ચોક્કસ તેનાથી નુકસાન થશે. જો ફરીથી પરીક્ષા આપવાની થાય તો વિદ્યાર્થીઓએ ફરીથી તૈયારી અને કોરોના વાયરસના ભય વચ્ચે પરીક્ષા આપવાની થશે. એટલે વિદ્યાર્થીઓ માથે બેવડું ટેન્શન હશે.આ પણ વાંચો :  રાજકોટ : વીરપુર પાસે ધો-10 અને ધો-12ની ઉત્તરવહીઓ રસ્તા પર પડેલી મળી

તમામ ઉત્તરવહીઓ મળી ગયાનો દાવોગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે.શાહે જણાવ્યું કે રસ્તા પર પડી ગયેલી 13 ઉત્તરવહી મળી આવી છે. આ સાથે જ રસ્તે પડી ગયેલા ઉત્તરવહીના ત્રણ પાર્સલ પણ મળી ગયા છે. આથી ચિંતાનું કોઈ કારણ નથી. આ મામલે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું કહેવું છે કે, ઉત્તરવહીઓ પડી ગયાનો બનાવ ધ્યાનમાં આવ્યો છે, તેમજ આ મામલે તપાસના આદેશ કરી દેવામાં આવ્યા છે. ચેરમેનના દાવા પ્રમાણે તમામ ઉત્તરવહીઓ મળી આવી છે, પરંતુ જે તસવીરો સામે આવી છે તેમાં અનેક ઉત્તરવહીઓ ચીંથરેહાલ હાલતમાં જોવા મળી છે.આ પણ વાંચો : બલિહારી : જેતપુર બાદ ગોંડલમાંથી બોર્ડના વિદ્યાર્થીઓની ઉત્તરવહી ભરેલા ત્રણ કોથળા રસ્તા પરથી મળ્યાં

જેતપુર અને ગોંડલમાંથી ઉત્તરવહીઓ મળી આવી

બુધવારે સવારે જેતપુર અને ગોંડલ નજીક રોડ પરથી ધોરણ-10ના બોર્ડના પરીક્ષાર્થીઓની ઉત્તરવહીઓ રસ્તા પરથી મળી આવી છે. અનેક ઉત્તરવહીઓની હાલત એવી હતી કે એક કોથળામાં તેના ટૂકડા એકઠા કરવા પડ્યા હતા. જ્યારે ગોંડલ પાસેથી ઉત્તરવહી ભરેલા ત્રણ પાર્સલ મળી આવ્યા છે. આ પાર્સલમાં અંદર રહેલી ઉત્તરવહીઓ સલામત હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
First published: March 18, 2020, 12:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading