Home /News /kutchh-saurastra /

આનંદો! સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવા માટે રાજકોટથી દોડશે STની વોલ્વો બસ

આનંદો! સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવા માટે રાજકોટથી દોડશે STની વોલ્વો બસ

ફાઇલ તસવીર

ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વિભાગ તરફથી આવતા અઠવાડિયાથી વોલ્વો બસની સેવા શરૂ કરવામાં આવશે.

    હરિન માત્રાવડિયા, રાજકોટ

    રાજકોટઃ સૌરાષ્ટ્રવાસીઓ માટે આનંદના સમાચાર છે. હવે તેમણે સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની મુલાકાત લેવા માટે વાહનો બદલાવીને જવાની જરૂર નહીં રહે. કારણે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વિભાગ તરફથી આવતા અઠવાડિયાથી વોલ્વો બસની સેવા શરૂ કરવામાં આવશે.

    સૌરાષ્ટ્રના લોકો કોઈ પણ વિઘ્નો વગર સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈ શકે તે માટે ગુજરાત એસ.ટી.એ નવી પહેલ કરી છે. આ માટે દર શનિવાર અને રવિવારે ખાસ વોલ્વો બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા આવતા અઠવાડિયાથી જ શરૂ કરવામાં આવશે. હાલ ગુજરાતના અન્ય વિસ્તારો તેમજ બીજા રાજ્યના લોકો પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈ રહ્યા છે, ત્યારે સૌરાષ્ટ્રના લોકોને પણ સગવડતા મળી રહે તે માટે આ નિર્ણય કરાયો છે.

    આવું કદાચ પ્રથમવખત બની રહ્યું હશે કે ખાનગી ટ્રાવેલ્સ કંપનીઓ પહેલા જ એસ.ટી.એ લોકોની સગવડતા માટે સારો નિર્ણય લીધો હોય.

    સ્ટેચ્યો ઓફ યુનિટી જોવા હવે ઓનલાઇન ટિકિટ મેળવી શકાશે

    સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે હવે www.soutickets.in પર જઈને ઓનલાઈન બુકિંગ પણ કરી શકાશે. સ્મારક જોવાનો સમય સવારે 9.00 થી 5.00 કલાકનો છે. એટલું જ નહીં દર સોમવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી બંધ રાખવામાં આવે છે.

    કેટલો ચાર્જ ચુકવવો પડશે?

    1) બસ ટિકિટ માટે રૂ. 30 ચુકવવાના રહશે.

    જેમાં શ્રેષ્ઠ ભારત ભવન, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, વોલ ઓફ યુનિટી, પ્રદર્શન, ફૂડકોર્ટ, વેલી ઓફ ફ્લાવર્સ, રીવર બેડ પાવર હાઉસ, વ્યૂ પોઈન્ટ, ગોડ બોલે ગેઈટ, ટેન્ટ સીટી, મેઈન કેનાલ હેડ રેગ્યુલર, વગેરે સ્થળો જોવા મળશે.

    2) બાળક (3થી 15 વર્ષ) રૂ. 60, અને પુખ્ત વયના લોકો માટે રૂ. 120 એન્ટ્રી ટિકિટ

    એન્ટ્રી ટિકિટમાં વેલી ઓફ ફ્લાવર્સ, મ્યુઝિયમ અને ઓડિયો - વિઝ્યુઅલ ગેલરી, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમનો સમાવેશ છે. આમાં વ્યુઈંગ ગેલરીનો સમાવેશ થતો નથી.

    3) બાળકો (3થી 15) માટે વ્યુઈંગ ગેલરીની ટિકિટ રૂ. 200 અને પુખ્ત વયના લોકો માટે રૂ. 350

    આ ટિકિટમાં વ્યુઈંગ ગેલરી, વેલી ઓફ ફ્લાવર્સ, મ્યુઝિયમ અને ઓડિયો - વિઝ્યુઅલ ગેલરી, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ તથા દર્શાવવામાં આવેલા તમામ સ્થળોનો સમાવેશ થાય છે. એટલે કે, રૂ. 350 અને બસની ટિકિટ રૂ. 30 એમ કુલ મળીને રૂ. 380ની ટિકિટમાં તમામ સ્થળો જોઈ શકાશે.

    4) એક્સપ્રેસ ટિકિટ માટે રૂ. 1000 ચુકવવા પડશે

    આ ટિકિટમાં વ્યુઇંગ ગેલેરી તેમજ અન્ય સ્થળો માટે અલગ લાઇન હોય છે. જેના કારણે સમયની બચત થશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Kevadiya Colony, ST, Statue of unity, ટિકિટ, રાજકોટ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन