રોહિતને બર્થ ડે ગિફ્ટઃમુંબઇએ સુપર ઓવરમાં ગુજરાતને હરાવ્યું,બુમરાહ બન્યો હિરો

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 30, 2017, 10:29 AM IST
રોહિતને બર્થ ડે ગિફ્ટઃમુંબઇએ સુપર ઓવરમાં ગુજરાતને હરાવ્યું,બુમરાહ બન્યો હિરો
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 30, 2017, 10:29 AM IST
રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે IPL-10ની 35મી મેચ ગુજરાત લાઈન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ગઇકાલે રસાકસી ભરી મેચ રમાઇ હતી જેમાં સુપર ઓવર દ્વારા પરિણામ આવ્યું હતું. મુંબઇએ સુપર ઓવરમાં ગુજરાતને હરાવ્યું હતું. બુમરાહ હીરો રહ્યો હતો.

આખી મેચ છેલ્લા બોલ સુધી રસપ્રદ રહી હતી. તો સાથો સાથ મેચ ટાઈ જતા મેચનુ પરિણામ સુપર ઓવર દ્વારા આવ્યુ હતુ. સુપર ઓવરમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 11 રન બનાવ્યા હતા. તો બીજી તરફ સુપર ઓવરની અંદર ગુજરાત લાઈન્સની ટીમે માત્ર 6 રન જ બનાવ્યા હતા. તો મેચની અંદર પોતાના ઓલરાઉન્ડર પ્રદર્શનને કારણે કૃણાલ પંડયાને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

 

કેવી રીતે રમાઈ સુપર ઓવર


 

સુપર ઓવરની શરૂઆતમાં સૌ પ્રથમ મુંબઈની ટીમ તરફથી કિરોન પોલાર્ડ અને જોસ બટલર ઉતર્યા હતા. જ્યારે ગુજરાત તરફથી બોલિંગમાં ફોકનર ઉતર્યા હતા. 

 

પહેલો બોલ - જોસ બટલરે ફોકનરના પહેલા બોલમાં સીંગલ રન લઈ કિરોન પોલાર્ડને સ્ટ્રાઈક આપી હતી

 

બિજો બોલ - પોલાર્ડે બટલરના બિજા બોલમાં ચોકો ફટકાર્યો હતો. જેથી બે બોલમાં મુંબઈના પાંચ રન થયા હતા

ત્રીજો બોલ - ત્યારબાદ ત્રીજા બોલમાં પોલાર્ડે સીકસ ફટકારી હતી. જેથી ત્રણ બોલમાં મુંબઈના 11 રન થયા હતા.

 

ચોથો બોલ - કિરોન પોલાર્ડ શોટ રમવા જતા ચોથા બોલે ફિન્ચના હાથે કેચ થઈ જતા આઉટ થયા હતા.

 

પાંચમો બોલ - જોસ બટલર આઉટ થતા મુંબઈ ઈન્ડિયન્સના 11 રન થયા હતા. જ્યારે ટીમ ગુજરાત લાઈન્સને 12 રનનો ટાર્ગેટ મળ્યો હતો

 

સુપર ઓવરમાં 12 રનના ટાર્ગેટ સાથે ઉતરી ટીમ ગુજરાત લાઈન્સ

સુપર ઓવરની અંદર માત્ર પાંચ બોલમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 11 રન બનાવી ગુજરાત લાઈન્સને 12 રનનો લક્ષયાંક આપ્યો હતો. જે રનનો પિછો કરવા ગુજરાતની ટીમ માંથી ફિન્ચ અને મેક્કલુમ ને ઉતારવામાં આવ્યા હતા. તો મુંબઈએ બોલિંગનો કાર્યભાર જસપ્રિત બુમરાહને સોંપ્યો હતો. 12 રનનો પિછો કરવા નિકળેલી ગુજરાત લાઈન્સની ટીમે 6 બોલમાં માત્ર 6 રન બનાવી શકી હતી. જેથી મુંબઈ ઈન્ડિયન્સનો સુપર ઓવરની અંદર પાંચ રને વિજય થયો હતો.

First published: April 30, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर