Coronavirus : રાજકોટમાં ક્વૉરન્ટીન વ્યક્તિ માટે પાંચ સ્થળે ખાસ વ્યવસ્થા


Updated: March 20, 2020, 4:20 PM IST
Coronavirus : રાજકોટમાં ક્વૉરન્ટીન વ્યક્તિ માટે પાંચ સ્થળે ખાસ વ્યવસ્થા
રાજકોટ સિવિલ ખાતે પોલીસ બંદોબસ્ત.

કોરોના શંકાસ્પદ વ્યક્તિના સંપર્કમાં અન્ય કોઈ વ્યક્તિ ન આવે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

  • Share this:
રાજકોટ : રાજકોટના જંગલેશ્વરમાં એક યુવાનનો કોરોના પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવી આવ્યું છે. ખાસ કરીને જિલ્લા કલેક્ટર દ્વારા તાકીદ અસરથી ઈમરજન્સી ક્રાઇસીસ મેનેજમેન્ટની બેઠક બોલાવી હતી. કોરોનાના સંપર્કમાં આવેલા લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. તેના માટે ખાસ આઇસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. બીજી તરફ રાજકોટમાં હજી કોરોના વાયરસના છ શંકાસ્પદ કેસ નોંધાયેલા છે.

જિલ્લા કલેક્ટર દ્વારા રેઇન બસેરા, પથિકાશ્રમ, માલીયાસણ નજીક ત્રિમૂર્તિ મંદિર, યુનિવર્સિટી રોડ પર સમરસ હૉસ્ટેલમાં ખાસ હૉસ્પિટાલીટીની વ્યવસ્થા કરાઈ છે. સિવિલ હૉસ્પિટલ ઉપરાંત શહેરની ખાનગી હોસ્પિટલોમાં પણ આઇસોલેશન વોર્ડ ઉભા કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત કોરોનાના શંકાસ્પદ કેસોના વ્યક્તિના સંપર્કમાં કોઈ આવે નહીં તે માટે અલગથી રાખવા માટે અલગ અલગ પાંચ જગ્યાઓ પર વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો : કોરોનાનો ખોફ : અમદાવાદમાં પાન-ગલ્લા 31મી માર્ચ સુધી બંધ, કરિયાણાની દુકાનો ચાલુ રહેશે

શહેરમાં જ્યાં આઇસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે તેમાં સિવિલ હૉસ્પિટલની બાજુમાં આવેલા રેન બસેરમાં 200 બેડ, માલીયાસણ પાસે ત્રીમુતી મંદિર માં 9 રૂમ અને 1 મોટો હોલ, સમરસ બોયઝ અનેડ ગર્લ હોસ્ટેલમાં 2000 બેડ, રૂરલ સેલ્ફ એમ્પ્લોઇઝ ટ્રેનિંગ સેન્ટરમાં રૂમ અને મોટા હોલની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો : રવિવારે જનતા કર્ફ્યૂ : ST, સીટી બસ, BRTS બધું જ બંધ રહેશે : CM રૂપાણી

ઉલ્લેખનીય છે કે જે રીતે શહેરના જંગલેશ્વરના યુવકનો રિપોર્ટ પોઝિટિવ કેસ આવ્યા બાદ તંત્ર દ્વારા ખાસ સિવિલ હૉસ્પિટલ અને આઇસોલેશન વોર્ડ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તો સાથે જ કોરોના પોઝિટિવ યુવકના સંપર્કમાં આવેલા પરિવાર સહિતના અન્ય લોકોને પણ ખાસ આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.
First published: March 20, 2020
વધુ વાંચો
अगली ख़बर