Home /News /kutchh-saurastra /

રાજકોટઃ માતા-પિતાના ઝઘડાથી કંટાળ્યો પુત્ર, છરીના ઘા મારી કરી પિતાની હત્યા

રાજકોટઃ માતા-પિતાના ઝઘડાથી કંટાળ્યો પુત્ર, છરીના ઘા મારી કરી પિતાની હત્યા

રાજકોટમાં સગા પુત્રએ કરી પિતાની હત્યા

ચોકીદારી કરતા પુરન બહાદુર નામનો નેપાળી શખ્સ તેની પત્ની સાથે કોઇ કારણોસર ઝઘડો કરતો હતો. રોજ બરોજના ઝઘડાથી કંટાળી પુરન બહાદુરની પુત્ર પ્રેમ બહાદુરે હત્યા કરી

    રાજકોટમાં રોજ બરોજ ખૂન, લૂંટ, મારામારીના બનાવો વધતા જાય છે. આઝાદીના પર્વમાં રાજકોટને ક્રાઇમમાંથી ક્યારે આઝાદી મળશે તે કહેવુ મુશ્કેલ છે. શહેરના જામનગર રોડ પર મોડી રાત્રે એટલે કે 15 ઓગસ્ટના દિવસે પુત્રએ જ સગા પિતાને છરીના ઘા મારી હત્યા નિપજાવી હતી. બનાવના પગલે પોલીસ દોડી ગઇ હતી અને પુત્રની ધરપકડ પણ કરી લીધી હતી.

    જામનગર રોડ પર આવેલી ગાંધી સોસાયટીમાં પુત્રએ જ પોતાના પિતાનું છરીથી કાસળ કાઢી નાખ્યું છે. ગાંધી સોસાયટીમાં ચોકીદારી કરતા પુરન બહાદુર નામનો નેપાળી શખ્સ તેની પત્ની સાથે કોઇ કારણોસર ઝઘડો કરતો હતો. રોજ બરોજના ઝઘડાથી કંટાળી પુરન બહાદુરના પુત્ર પ્રેમ બહાદુરને પિતા સાથે બોલાચાલી થતા ઉશ્કેરાઇને છરીના ઘા મારી દીધા હતા. જેના પગલે ઘટનાસ્થળે જ તેનુ મોત નીપજ્યું હતું.

    બનાવના પગલે બૂમાબૂમ થઇ હતી અને આજુબાજુના લોકો એકઠા થયા હતા. પોલીસ અને 108ને જાણ કરી હતી. બનાવના પગલે પોલીસે તાત્કાલિક આરોપી પુત્રને ઝડપી લીધો હતો. પોલીસે પ્રાથમિક વિગતમાં નજીવી બાબતે હત્યા થયું હોવાનું જણાવ્યું હતું. પુત્રની વધુ પૂછપરછ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Rajkot police, Son Killed Father

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन