ઘરે આવી કોઇ એમ કહે, કે વેરો ઘટાડી આપીશુ, તો રહેજો સાવધાન!

News18 Gujarati
Updated: August 6, 2018, 4:42 PM IST
ઘરે આવી કોઇ એમ કહે, કે વેરો ઘટાડી આપીશુ, તો રહેજો સાવધાન!
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાકિય વર્ષથી કાર્પેટ બેઇઝ ટેક્સ આકારણી લાગુ પાડવામાં આવેલી છે. રાજકોટ શહેરમાં કાર્પેટ બેઇઝ પધ્ધતિ પ્રથમ વખત હોવાથી વેરામાં ઘટાડો-વધારો બાબતે મિલકત ધારકો દ્વારા વાંધા અરજી અને આકારણી માટે કાર્યવાહી કરતા હોય છે, તેમજ નવા બાંધકામ પૂર્ણતાના આરે હોય તેનું કમ્પ્લીશન અને આકારણી કરવામાં આવે છે. આ નવી પદ્ધતિનો લાભ લઇ રાજકોટ શહેરમાં લે-ભાગુ તત્વો દ્વારા કમ્પ્લીશન અપાવી દેવા અને મિલકત વેરાની આકારણીમાં ઘટાડો કરી ભરી આપશું તેવી ખાતરી આપી અમુક લોકો પાસેથી મોટી રકમ લેવાની ઘટના રાજકોટ નગરપાલિકાના ધ્યાનમાં આવી છે.

આ ઘટના સંદર્ભે રાજકોટના મેયર બિનાબેન આચાર્યએ એક યાદીમાં જણાવ્યુ છે કે, “આકારણી કે કમ્પ્લીશન બાબતે આપના ઘરે કોઈ રૂપિયા લેવા આવે તો આપવા નહ. જે કોઈ પ્રશ્ન હોય તે માટે રૂબરૂ મહાનગરપાલિકાની કચેરીએ જઈને સંબધિત અધિકારીને મળવું. અને આ અંગે પૂરતી ચોકસાઈ કરી, નિયમ મુજબ જે કાંઈ રૂપિયા ભરવાના થતા હોય તે ભરવા. અને નિયમ મુજબ તે રકમની પહોંચ મેળવી લેવી. આ ઉપરાંત આવા કોઈ લે-ભાગુ તત્વો ઘરે આવે અને મોટી રકમની માંગણી કરે તો પોલીસ અને કોર્પોરેશનના પદાધિકારીઓ કે અધિકારીનો સંપર્ક કરી કોણ વ્યક્તિ આવેલી છે તેની સંપૂર્ણ વિગતની જાણ કરવી. તેમજ કોર્પોરેશનના કોઈ પણ ચાર્જીસની રકમ ઘરેથી લેવાનો નિયમ નથી, જેથી કોઈ પણ આસામીએ કોર્પોરેશનના ચાર્જની રકમ ઘરેથી આપવી નહી”
First published: August 6, 2018, 4:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading