રાજકોટમાં પોલીસનો ખોફ જ નહીં! નબીરાઓ રાજમાર્ગો પર રમી રહ્યા છે રાસ, TikTok Video વાઇરલ


Updated: April 8, 2020, 8:17 PM IST
રાજકોટમાં પોલીસનો ખોફ જ નહીં! નબીરાઓ રાજમાર્ગો પર રમી રહ્યા છે રાસ, TikTok Video વાઇરલ
લોકડાઉનમાં યુવાનોએ બનાવ્યો ગરબાનો ટિકટોક વીડિયો

તમામ લોકો વિરુદ્ધ અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા છે. તેમ છતાં હજુ પણ કેટલાક નબીરાઓ નિશાંત ઠેકાણે નથી આવી

  • Share this:
કોરોના વાયરસની ગંભીરતાને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં 21 દિવસના lockdownની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આગામી ૧૧મી એપ્રિલના રોજ વડાપ્રધાન દેશભરના તમામ રાજ્યના મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સ કરશે. તે વિડીયો કોન્ફરન્સની અંદર આગામી સમયમાં lockdown જે તે રાજ્યમાં યથાવત રાખવું કે કેમ તે અંગે ચર્ચા પણ કરવામાં આવશે. આજ રોજ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા પણ મીડિયા મારફત લોકોને સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે તેઓ lockdown ચુસ્તપણે પાલન કરે નહીં તો ફોર્સ પોતાનું કામ કરશે.

ત્યારે અત્યાર સુધીમાં રાજકોટ શહેર તેમજ જિલ્લામાં lockdownનું ભંગ અનેક લોકોએ કર્યું છે. પોલીસ દ્વારા તેમના વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી પણ કરવામાં આવી છે. તમામ લોકો વિરુદ્ધ અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા છે. તેમ છતાં હજુ પણ કેટલાક નબીરાઓ નિશાંત ઠેકાણે નથી આવી. Lockdown ની અંદર નબીરાઓ હજુ પણ ઘરની બહાર નીકળી રહ્યા છે તો સાથોસાથ ઘરની બહાર નીકળી રાસ રમી રહ્યા હોય તેવો વિડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

ધવલ ગોહિલ નામના શખ્સના tiktok એકાઉન્ટમાં એક વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે જે વિડીયો શહેરના અમીન માર્ગ હોવાનું સામે આવ્યું છે તે વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે બે જેટલા યુવાનો વ્હાઇટ કાર ના દરવાજાઓ ખુલ્લા રાખી ફ્રન્ટ હેડ લાઈટ પાસે રાસ રમી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોઇ શકાય છે.

સમગ્ર મામલે ન્યુઝ એટ ઈન ગુજરાતી રાજકોટ ના ડીસીપી ઝોન ટુ મનોહરસિંહ જાડેજા નો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે ન્યુઝ એટ ઈન ગુજરાતી સાથેની વાતચીતમાં dcp મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે હાલ એક tik tok નો વિડીયો પોલીસને મળ્યો છે. પોલીસ tik tok video જે એકાઉન્ટ માંથી અપલોડ કરવામાં આવ્યો છે. તે વ્યક્તિ ની શોધખોળ કરી રહી છે. તો સાથે જ ગુનાહિત પ્રવૃત્તિમાં જે કોઈ પણ વ્યક્તિ સામેલ છે તેના વિરુદ્ધ પણ જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવશે તેમજ કડકમાં કડક કાર્યવાહી રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવશે
First published: April 8, 2020, 8:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading