Home /News /kutchh-saurastra /રાજકોટ જેલમાં મોબાઈલ કેવી રીતે ઘુસાડવામાં આવતા હતા? ભેદ ઉકેલાયો, આ કર્મચારીઓ પણ હતા સામેલ

રાજકોટ જેલમાં મોબાઈલ કેવી રીતે ઘુસાડવામાં આવતા હતા? ભેદ ઉકેલાયો, આ કર્મચારીઓ પણ હતા સામેલ

રાજકોટ જેલ

રાજકોટ મધ્યસ્થ જેલ ગુનેગારો માટે સજા કાપવા નું સ્થળ નહીં પરંતુ મોજ મજા કરવા માટેનું સ્થળ બની ગયું હોય તેવું લાગી રહ્યું હતું, આ ગુનાહિત કૃત્યોમાં જેલના કયા કયા કર્મચારીઓ પણ સામેલ છે તેની પણ માહિતી આરોપીઓએ જણાવી.

રાજકોટ : છેલ્લા કેટલાય સમયથી રાજકોટ મધ્યસ્થ જેલ ગુનેગારો માટે સજા કાપવા નું સ્થળ નહીં પરંતુ મોજ મજા કરવા માટેનું સ્થળ બની ગયું હોય તેવું લાગી રહ્યું હતું કારણકે, છેલ્લા દોઢ વર્ષથી રાજકોટની જિલ્લા જેલમાં અવારનવાર મોબાઈલ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ ઝડપાઈ હતી જેના કારણે રાજકોટ પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળવાના એક બાદ એક ગુનાઓ રજીસ્ટર્ડ થઈ રહ્યા હતા જે ગુનાઓ રજિસ્ટર થઈ રહ્યા હતા તેમાંથી મોટાભાગના ગુનાઓ અજાણ્યા કેદી અથવા તો અજાણ્યા ઈસમ ના નામે રજીસ્ટર્ડ કરવામાં આવી રહ્યા હતા

જે સમગ્ર મામલાને ધ્યાનમાં લઇ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા એસીપી કક્ષાના અધિકારી પ્રમોદ દિયોરા, પોલીસ ઇન્સ્પેકટર કક્ષાના અધિકારી એલ. એલ. ચાવડા psi કક્ષાના અધિકારી હસમુખ ધાંધલીયા તેમજ પીએસઆઇ કોડીયાતર દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી હતી.

આ પણ વાંચોGood News: ભારતનું પ્રથમ આયુર્વેદિક સેન્ટર રાજકોટમાં શરૂ કરાયું, Corona દર્દીને આ રીતે સાજા કરાશે

ત્યારે જાન્યુઆરી 2020થી june 2020 સુધીમાં રાજકોટ શહેર પોલીસના ચોપડે જિલ્લા જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ ઝડપાવવા મામલે કુલ ૧૧ જેટલા બનાવો રજીસ્ટર્ડ થયા હતા. જે સમગ્ર મામલે તપાસના કામે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા ૧૫ જેટલા આરોપીઓનો જેલમાંથી કબજો મેળવવામાં આવ્યો હતો તેમની ધરપકડ કરવામાં આવી હતી તો સાથોસાથ ધરપકડ કર્યા બાદ તેમની પુછપરછ પણ કરવામાં આવી હતી.

સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા જેટલા પણ આરોપીઓનો જેલમાંથી કબજો મેળવવામાં આવ્યો હતો તેમની સઘન પૂછપરછ કરવામાં આવી હતી સઘન પૂછપરછ દરમિયાન તેમને કઈ રીતે જેલમાં મોબાઇલ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ મળે છે તે સમગ્ર મામલે પોલીસને વાત જણાવી હતી તેમના આ ગુનાહિત કૃત્યોમાં જેલના કયા કયા કર્મચારીઓ પણ સામેલ છે તેની પણ માહિતી આરોપીઓએ જણાવી હતી.
" isDesktop="true" id="1012870" >

અટકાયત કરવામાં આવેલ જેલ કર્મચારીઓના નામ

ત્યારે સમગ્ર મામલે આજરોજ જેલમાં ફરજ બજાવતા પાંચ જેટલા કર્મચારીઓની અટકાયત કરવામાં આવી છે. હવાલદાર ખીમાભાઈ કેશવાલા, સુબેદાર છોટુભાઈ ચુડાસમા, જેલ સહાયક ભરતભાઈ ખાંભરા, જેલ સહાયક હરપાલ સિંહ સોલંકી,જેલ સહાયક રાજદીપ સિંહ ઝાલાની પણ અટકાયત કરી પુછપરછ કરવામાં આવી છે.
Published by:kiran mehta
First published:

Tags: Rajkot jail, Rajkot Police raid

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन