Home /News /kutchh-saurastra /

Rajkot: સ્માર્ટ સિટીનું પે એન્ડ યુઝ કે ઘેટા ઉછેર કેન્દ્ર, જુઓ કેવી છે સ્થિતિ

Rajkot: સ્માર્ટ સિટીનું પે એન્ડ યુઝ કે ઘેટા ઉછેર કેન્દ્ર, જુઓ કેવી છે સ્થિતિ

પે એન્ડ યુઝની આવી હાલત જોઈ લોકોના મનમાં પણ એક પ્રકારની ઉદાસીનતા જોવા મળે છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન (Municipal Corporation) સ્માર્ટ સિટીના (Smart City )બણગા ફૂંકી રહ્યું છે. પરંતુ સામાન્ય લોકો માટે બનાવામાં આવેલા પે એન્ડ યુઝ જાણે ઘેટાનું ઉછેર કેન્દ્ર (Sheep Breeding Center ) હોઈ તે આ તસ્વીર પરથી સાબિત થાય છે.

વધુ જુઓ ...
    મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ: મ્યુનિસિપલ કોર્પોરેશન (Municipal Corporation) સ્માર્ટ સિટીના (Smart City )બણગા ફૂંકી રહ્યું છે. પરંતુ સામાન્ય લોકો માટે બનાવામાં આવેલા પે એન્ડ યુઝ જાણે ઘેટાનું ઉછેર કેન્દ્ર (Sheep Breeding Center ) હોઈ તે આ તસ્વીર પરથી સાબિત થાય છે. પે એન્ડ યુઝની (Pay & Use toilet) બહાર ડંગો નાખી ઘેટાનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. પે એન્ડ યુઝની દીવાલ પણ ઘેટાના મૂત્રથી ગંદી થયેલી જોવા મળે છે. પે એન્ડ યુઝમાં જતા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટ સ્માર્ટ સિટીના દાવા કરનારો અધિકારીઓ પે એન્ડ યુઝ પાસેથી ઘેટા ઉછેર કેન્દ્રને ક્યારે હટાવામાં આવશે એ જોવું રહ્યું.

    આ પે એન્ડ યુઝ રાજકોટની જાણીતી મોચીબજારમાં આવેલું છે. અહીં રોજ હજારો લોકો ખરીદી માટે આવે છે. ત્યારે પે એન્ડ યુઝની આવી હાલત જોઈ લોકોના મનમાં પણ એક પ્રકારની ઉદાસીનતા જોવા મળે છે. અંદર પણ ગંદકી જોવા મળી હતી. એટલે લોકો અહીં આવતા પણ ખચકાઈ છે. રાજકોટવાસીઓ માટે આ સુવિધા નહિ દુવિધા સમાન છે. રાજકોટ કોર્પોરેશન લાખો રૂપિયાના ખર્ચે લોકોની સુવિધા માટે પે એન્ડ યુઝ તો બનાવી રહ્યું છે પણ જાળવણી કરવામાં તંત્ર ઉણું ઉતરી રહ્યું છે. ત્યારે જોવાનું એ કે મનપા આ પે એન્ડ યુઝ પાસે ડંગો નાખીને ઘેટાં ઉછેરી રહેલા શખ્સ સામે કોઈ કાર્યવાહી કરે છે કે જૈસે થે જ સ્થિતિ રાખશે તે આવનારો સમય જ બતાવશે.

    આ પણ વાંચો: માલવણ-કચ્છ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત

    ન્યૂઝ18 દ્વારા સેનેટરી ઇન્સ્પેક્ટર મિતેષ જેઠવા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સ્થાનિક પોલીસ અને વિજિલન્સને સાથે રાખી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરીશું. મારી હમણાં બદલી થઈ છે એટલે મને ખ્યાલ નથી કેટલા સમયથી આ ચાલે છે. મારાં ધ્યાન પર આવતા અમે કાર્યવાહી કરીશું. વચ્ચે સર્વેક્ષણ આવતા કામમાં થોડું ડીલે થયું છે. હવે આ કાર્યવાહી હાથ પર લેવાની છે. રાજકોટમાં બીજા કોઈ વોર્ડની ખબર નથી. કાર્યવાહીમાં હું મારાં ઉપરી અધિકારીને જાણ કરીશ એ એના ઉપરી અધિકારીને જાણ કરી વિજિલન્સ અને ગુજરાત પોલીસને સાથે રાખી આ કામગીરી પાર પાડવામાં આવતી હોય છે. આમાં રાજકોટ કોર્પોરેશન જ ફરિયાદી બનશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch City, કચ્છ

    આગામી સમાચાર