Home /News /kutchh-saurastra /

Rajkot: દાઝેલા દર્દીઓ માટે ખૂબ જ સારા સમાચાર, રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સ્કિન બેન્ક કાર્યરત થશે

Rajkot: દાઝેલા દર્દીઓ માટે ખૂબ જ સારા સમાચાર, રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સ્કિન બેન્ક કાર્યરત થશે

વર્ષ 2022ના અંત સુધીમાં રાજકોટના પરાપીપળીયા ખાતે તમામ સુવિધાઓથી સજજ એઇમ્સ હોસ્પિટલ કાર્યરત થઈ જશે.

Rajkot news: કોઈપણ વ્યક્તિના મૃત્યુ સમયે જો પરિવાર દ્વારા સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવામાં આવશે તો અમારી ટીમ જે તે સ્થળ પર પહોંચી સ્કિનને કલેક્ટ કરશે.

સૌરાષ્ટ્ર (Saurastra news)ની સૌથી મોટી હોસ્પિટલ એટલે કે રાજકોટની સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital)માં રોજના 10 જેટલા દાઝેલા દર્દીઓ એડમિટ થાય છે. ત્યારે વર્ષ દરમિયાન 3500 થી વધુ દર્દીઓ આ હોસ્પિટલમાં સારવાર લે છે. પરંતુ કમનસીબી એ છે કે હાલ સૌરાષ્ટ્રમાં એક પણ જગ્યાએ સ્કિન બેંકની સુવિધા ઉપલબ્ધ નથી. ત્યારે દાઝેલા દર્દીઓ માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે કે આગામી ટૂંક સમયમાં રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સ્કિન બેન્ક (skin Bank) કાર્યરત થશે.

વર્ષ 2022ના અંત સુધીમાં રાજકોટના પરાપીપળીયા ખાતે તમામ સુવિધાઓથી સજજ એઇમ્સ હોસ્પિટલ કાર્યરત થઈ જશે. ત્યારે સૌરાષ્ટ્રના દર્દીઓ માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. રાજકોટના સિવિલ હોસ્પિટલ ખાતે આગામી દિવસોમાં સ્કિન બેંક કાર્યરત થઈ જશે. સ્કિન બેંક કાર્યરત કરવા માટે રોટરી ક્લબ ઓફ રાજકોટ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે જુદી-જુદી મશીનરી પણ સિવિલ હોસ્પિટલને ભેટમાં આપવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં સ્કીન બેંકમાં કામગીરી કરવા માટે જુદા જુદા ટેકનિશિયન તેમજ સ્ટાફ ને મુંબઈ ખાતે ટ્રેનિંગ અર્થે પણ મોકલવામાં આવશે.

સામાન્યતઃ વ્યક્તિનું મૃત્યુ થયા બાદ છ કલાક સુધી તેની સ્કિન ડોનેશન માટે લઈ શકાય છે


ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ રાધેશ્યામ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્રની સૌપ્રથમ સ્કિન બેંક શરૂ થતા હજારો દર્દીઓને તેનો લાભ મળશે. સ્કીન ડોનેટ કર્યા બાદ તેની પર જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ કરવામાં આવતી હોય છે. ત્યારબાદ તેને યોગ્ય તાપમાનમાં પ્રિઝર્વ કરવાથી તે વર્ષો સુધી ઉપયોગમાં લઈ શકાય છે. ત્યારે આગામી સમયમાં લોકો પોતાની સ્કિન ડોનેટ કરે તે માટે સિવિલ હોસ્પિટલ દ્વારા એક નોડલ ઓફિસરનો નંબર પણ જાહેર કરવામાં આવશે. જે 24 કલાક કાર્યરત રહેશે. સામાન્યતઃ વ્યક્તિનું મૃત્યુ થયા બાદ છ કલાક સુધી તેની સ્કિન ડોનેશન માટે લઈ શકાય છે. જોકે આપણે ત્યાં રક્તદાન તેમજ ચક્ષુદાનનું મહત્વ મોટા પ્રમાણમાં જોવા મળે છે. પરંતુ ત્વચાનું દાન ખુબ જ નહીવત પ્રમાણમાં કરવામાં આવે છે. ત્યારે આગામી સમયમાં ત્વચાનું દાન મોટા પ્રમાણમાં લોકો કરે તે માટે જનજાગૃતિ પણ લાવવામાં આવશે.

આ પણ વાંચો- ગુજરાત સરકાર શાળામાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ક્રિય, બાળકો દૂધની ડેરીના મકાનમાં અભ્યાસ કરવા મજબૂર

કોઈપણ વ્યક્તિના મૃત્યુ સમયે જો પરિવાર દ્વારા સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવામાં આવશે તો અમારી ટીમ જે તે સ્થળ પર પહોંચી સ્કિનને કલેક્ટ કરશે. ત્યારબાદ જરૂરી રાસાયણિક પ્રક્રિયા સ્કિન પર કરવામાં આવશે. જેથી કરીને કોઈ ઈન્ફેક્શન વાળી સ્કિન છે કે કેમ તે જાણી શકાશે. ત્યારબાદ જરૂરી તાપમાન પર તેને સ્ટોર કરવામાં આવશે. રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે દાઝેલા વ્યક્તિઓ સારવાર માટે ખસેડવામાં આવે છે તેમાં મોટાભાગે લોકો 40%, 50%, 60% ટકા તેમજ 90% સુધી દાઝેલી હાલતમાં સારવાર માટે આવે છે. ત્યારે આ તમામ દર્દીઓને સ્કીન મળી રહે તે માટે સ્કિન બેંક સૌથી વધુ ફાયદાકારક રહેશે.
Published by:rakesh parmar
First published:

Tags: Latest News Rajkot, Rajkot Civil Hospital, Rajkot News, રાજકોટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन