Home /News /kutchh-saurastra /Rajkot Honey Trap: છ સભ્યોની ગેંગે યુવકને હનીટ્રેપમાં ફસાવી પડાવ્યા રૂપિયા, આવો હતો માસ્ટરપ્લાન

Rajkot Honey Trap: છ સભ્યોની ગેંગે યુવકને હનીટ્રેપમાં ફસાવી પડાવ્યા રૂપિયા, આવો હતો માસ્ટરપ્લાન

X
રાજકોટ

રાજકોટ શહેરમાં હનીટ્રેપની વધુ એક ઘટના સામે આવી છે.

Honey Trap: રાજકોટ શહેરમાં 6 લોકોની ગેંગ દ્વારા એક યુવકને હની ટ્રેપમાં ફસાવીને તેની પાસે રૂપિયા પડાવવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની પોલીસ ફરિયાદ થતા પોલીસે 1 મહિલા સહિત 3 લોકોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ: લીંબડીના ખંભલાવમાં રહેતા ભરતભાઈ સવજીભાઈ કાલીયાને રાજકોટમાં (Rajkot) બે મહિલા (2 lady) સહિત સભ્યોની બનેલી ગેંગે હનીટ્રેપમાં (Honeytrap) ફસાવી રૂા.91 હજાર પડાવી લીધા હતા. માટે મિત્રની પત્ની (wife) પૂજાએ તેને કોલ કરીને કહ્યું હતું કે, મારો પતિ જામનગર (Jamnagar) ગયો છે, ઘરે કોઈ નથી તો તમે આવી જાવ. ત્યારે સમગ્ર મામલે એરપોર્ટ પોલીસે (police) ગુનો દાખલ કરી મહિલા સહિત ત્રણ આરોપીઓને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે.


સમગ્ર મામલે ભોગ બનનાર ભરતે ફરિયાદમાં જણાવ્યા મુજબ, પોતે ખંભલાવ ગામે એક પેઢીમાં મેતાજી તરીકે નોકરી કરે છે. ત્રણ વર્ષ પહેલા તેની ઓફિસની બાજુમાં આવેલી હોટલમાં રાજકોટનો સંદિપ ગોપીયાણી નામનો શખ્સ નોકરી કરતો હોય તેની સાથે મિત્રતા થઈ હતી. ગત તા.17ના રોજ બપોરે તે મિત્ર શકિત સાથે તેની કાર લેવા સુરેન્દ્રનગરના શોરૂમે ગયો હતો. બરાબર તે વખતે મિત્ર સંદિપની પત્ની પુજાનો તેની ઉપર કોલ આવ્યો હતો.


જેણે તેને કહ્યું કે મારો પતિ સંદિપ આજે જામનગર ગયો છે. રાત્રે પાછો આવવાનો નથી. તમે એકલા મારા ઘરે આવી જાવ. જેથી તેણે પોતે રાજકોટ જોયું હોવાથી ગ્રીન લેન્ડ ચોકડીએ પહોંચી કોલ કરશે તેમ કહ્યું હતું.બાદમાં તે પોતાની અલ્ટો કાર લઈ રાત્રે ગ્રીનલેન્ડ ચોકડી પહોંચ્યો હતો. બાદમાં પુજાને ફોન કરતા તે અને તેની સાથે પોતાનું નામ જાનકી જણાવતી યુવતી ત્યાં આવી હતી. બંને તેની કારમાં બેસી ગઈ હતી. ચોટીલાની કોઈ હોટલમાં રાત રોકાવવાનું નક્કી કરી તે તરફ રવાના થયા હતા.રસ્તામાં પુજાએ વોશરૂમ જાવાનું કહી અવાવરૂ જગ્યાએ કાર ઉભી રાખવાનું કહેતા તેણે બેટીના પુલ નજીકના પેટ્રોલ પંપ નજીક કાર ઉભી રાખી હતી.


આ પણ વાંચો: ગુજરાતના પાડોશી રાજ્યમાંથી રૂપિયા લઈ ડિગ્રી આપતી કોલેજોનો પર્દાફાશ: ચાર કોલેજો Blacklist

તે સાથે પુજા કારમાંથી ઉતરી ગઈ હતી. તેને પણ કારમાંથી ઉતરવાનું કહ્યું હતું. બાદમાં પોતે કંઈપણ સમજે તે પહેલાં ત્યાં રાજકોટ તરફથી કાર આવી તેની કાર આગળ ઉભી રહી ગઈ હતી. જેમાંથી ત્રણ શખ્સો ઉતર્યા હતા. પૈકી એકે જાનકી નામની જે યુવતી કારમાં બેઠી હતી તે પોતાની બેન હોવાનું જણાવી તેને કયાં લઈ જાશ તેમ કહી તેને તમાચા ઝીંકી દીધા હતા. તમાચા ઝીંકનારે પોતાનું નામ રાહુલ નિમાવત જણાવ્યું હતું. તેણે કહ્યું કે તેની સાથે આવેલા બે શખ્સો પોલીસમેન છે. જેમાંથી એકનું નામ જીતુદાન અને બીજાનું નામ જયદીપ છે.


આ પણ વાંચો: ShivRatri 2022: મહાશિવરાત્રી નિમિત્તે કરો 12 જ્યોતિર્લિંગના દર્શન એક જ સ્થળ પર, જુઓ VIDEO

પછી તેને બળજબરીથી કારમાં બેસાડી ચાલુ કારે તમાચા ઝીંકી જો બધુ પુરૂ કરવું હોય તો રૂા.1.50 લાખ આપવા પડશે તેમ કહ્યું હતું.તેણે આટલી રકમ નહી હોવાનું કહેતા કોઈ સાહેબ સાથે વાત કરવાનો ડહોળ કરી રૂા.50 હજારની માંગણી કરી હતી. પરંતુ તેણે ઈન્કાર કર્યો હતો. તેને ગ્રીન લેન્ડ ચોકડી લઈ આવ્યા હતા. ત્યાં સંદિપ પણ પહોંચી ગયો હતો. જેણે તે મારી પત્ની નિકિતા (પુજા) સાથે આવુ કર્યું કહી થોડા દિવસ બાદ તેની બહેનના લગ્ન હોવાનું જણાવ્યું હતું. સંદીપે કહ્યું હતું કે, લોકો રૂા.50 હજાર માંગે છે તે આપી દે, અને પોતાના પર્સમાંથી રૂા. 8,500 અને બે મોબાઈલ ફોન પડાવી લીધા હતા.


આ પણ વાંચો: Photos: ભવનાથમાં ગૂંજ્યો 'બમ બમ બોલે'નો નાદ, રવેડી માટે ખાસ પહોંચ્યા છે સાધુ સંતો - નાગાબાવા

ગોંડલ ચોકડી કાર લઈ જઈ તેનું એટીએમ પડાવી લઈ ખાતામાંથી રૂા.37 હજાર ઉપાડી લીધા હતા. તેણે ફોન પરત માંગતા પોલીસમાં સ્વાંગમાં રહેતા જીતુદાન અને જયદીપે ફોન ઈન્કવાયરી માટે રાખ્યા છે કાલે લીંબડી તને પહોંચાડી દઈશું તેમ કહી તેની અલ્ટો કાર આપી દેતા ઘરે પરત ફર્યો હતો. ત્યારબાદ સમગ્ર ઘટના અંગે પોતે ફરિયાદ નોંધાવી છે.
પોલીસે અંગે જીતુદાન બાણીદાનભાઈ જેસાણી, રાહુલ મહેશભાઈ નિમાવત અને જાનકીબેન કનકભાઈ ઉપરા સહિત ત્રણને ખડપી લીધા છે. જ્યારે સંદીપ રાજેશભાઇ ગોપીયાણી તેની પત્ની નિકિતા અને જયદીપ ગોહેલને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આરોપીઓ પાસેથી રૂ. 26 હજારની રોકડ સહિત કુલ 3.51 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

First published:

Tags: Honey trap, Rajkot city, રાજકોટ