Home /News /kutchh-saurastra /

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ : કાલાવડમાં 4 કલાકમાં 6.5 ઇંચ, લોધિકામાં 5.5 ઇંચ

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ : કાલાવડમાં 4 કલાકમાં 6.5 ઇંચ, લોધિકામાં 5.5 ઇંચ

કાલાવડ વિસ્તારમાં નદીઓ બે કાંઠે વહેવા લાગી.

ભારે વરસાદને પગલે કાલાવડથી રાજકોટ જતાં હાઇવે પર અનેક જગ્યાએ પાણી ફરી વળ્યાં છે.

    ન્યૂઝ18 ગુજરાતી : શુક્રવારથી લઈને શનિવાર સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં શનિવારે સવારે છ વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં સૌથી વધારે સાડા છ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજકોટના લોધીકા તાલુકામાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે.

    કાલાવડ પંથકમાં ભારે વરસાદ

    શુક્રવારે સાંજથી પડી રહેલા ભારે વરસાદને પગલે કાલાવડ પંથકની નદીઓ બે કાંઠે વહી રહી છે. તાલુકાના તમામ ગામડાઓમાં વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે કાલાવડથી રાજકોટ જતાં હાઇવે પર અનેક જગ્યાએ પાણી ફરી વળ્યાં છે. મેટોડા જીઆઈડીસી ખાતે પણ રોડ પર પાણી ફળી વળ્યા છે. નિકાવા ગામ ખાતે નદી પર બનેલા પુલ પર પાણી ફરી વળતા રાજકોટ-કાલાવડ વચ્ચેના વાહન વ્યવહારને અસર પહોંચી છે.

    સવારના 6થી 10 દરમિયાન ક્યાં કેટલો વરસાદ

    કાલાવડ (જામનગર)-162 મિમી
    લોધીકા (રાજકોટ) - 140 મિમી
    ધ્રાંગધ્રા (સુરેન્દ્રનગર) - 108 મિમી
    ટંકારા (મોરબી) - 94 મિમી
    જામનગર (જોડિયા) - 94 મિમી
    જોડિયા (જામનગર) - 77 મિમી
    ધ્રોલ (જામનગર) - 68 મિમી
    વાંકાનેર (મોરબી ) - 68 મિમી
    થાનગઢ (સુરેન્દ્રનગર) - 67 મિમી
    પોરબંદર (પોરબંદર) - 66 મિમી
    મોરબી (મોરબી) - 65 મિમી
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Heavy rain, IMD, Kalawad, ચોમાસુ, જામનગર

    આગામી સમાચાર