રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરનું મહિલા તબીબ પર દુષ્કર્મ

News18 Gujarati
Updated: September 24, 2018, 9:07 AM IST
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરનું મહિલા તબીબ પર દુષ્કર્મ
આરોપી ડોક્ટર સચિનસિંઘ

જૂનિયર ડોક્ટર રાત્રે સર્જરી વિભાગમાં ફરજ પર હતા ત્યારે સીનિયર ડોક્ટરે તેના રૂમમાં ધસી જઈને બળજબરીથી સંબંધ બાંધ્યો હતો.

  • Share this:
અંકિત પોપટ, રાજકોટ

રાજકોટ: સિવિલ હોસ્પિટલમાં સીનિયર ડોક્ટરે જૂનિયર મહિલા તબીબ પર દુષ્કર્મ આચર્યાનો કેસ પોલીસ ચોપડે નોંધાયો છે. હોસ્પિટલના તંત્ર દ્વારા હાલ સચિનસિંઘ નામના ડોક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. આ મામલે મહિલા તબીબે શનિવારે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે ડોક્ટરની ધરપકડ કરીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

આરોપી ડોક્ટર સચિનસિંઘ મૂળ ઉત્તર પ્રદેશનો હોવાનું માલુમ પડ્યું છે. મહિલા તબીબની ફરિયાદ પ્રમાણે ડોક્ટરે 30મી ઓગસ્ટના રોજ દુષ્કર્મ આચર્યું હતું. મહિલા ડોક્ટર સિવિલ હોસ્પિટલના સર્જરી વોર્ડમાં ફરજ પર હતા ત્યારે ડો. સિંઘે તેનો ગેરફાયદો ઉઠાવતા તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે બીજી સપ્ટેમ્બરના રોજ મહિલા તબીબે સર્જરી વિભાગના વડા સમક્ષ ફરિયાદ પણ કરી હતી.

સચિનસિંઘ


મહિલા ડોક્ટરની લેખિતમાં ફરિયાદ બાદ ત્રીજી સપ્ટેમ્બરના રોજ મેડિકલ કોલેજના તબીબોની એક બેઠક મળી હતી. આ બેઠક દરમિયાન સચિનસિંઘે પોતાના ગુના અંગે મૌખિક કબૂલાત આપતા તેને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો અને હોસ્ટેલમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યો હતો. બાદમાં યુવતીએ આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.

ફરિયાદી ડોક્ટર રાજકોટ મેડિકલ કોલેજમાં સર્જરીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. ફરિયાદ પ્રમાણે 28 વર્ષીય સીનિયર ડોક્ટરે બળજબરીથી સંબંધ બાંધ્યા બાદ આ વાત કોઈને કહેશે તો જીવથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
Published by: Vinod Zankhaliya
First published: September 24, 2018, 9:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading