Home /News /kutchh-saurastra /

રાજકોટ :BAPS પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો બીજો દિવસ, સમાજ જોગ સંદેશ દર્શાવતા ફ્લોટ્સ સાથે શોભાયાત્રા નીકળી

રાજકોટ :BAPS પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો બીજો દિવસ, સમાજ જોગ સંદેશ દર્શાવતા ફ્લોટ્સ સાથે શોભાયાત્રા નીકળી

BAPS

BAPS પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો બીજો દિવસ, સમાજ જોગ સંદેશ દર્શાવતા ફ્લોટ્સ સાથે શોભાયાત્રા નીકળી

Rajkot News : 7 કિલોમીટરના રૂટની આ શોભાયાત્રામાં ભગવાન નગરચર્યાએ નીકળી લોકોને આશીર્વાદ આપ્યા

    મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ : BAPS મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો (Pran Pratishtha Mahotsav)આજે બીજો દિવસ છે અને આજે બીજા દિવસે ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા સમાજ જોગ સંદેશ સાથે ફ્લોટ્સ દર્શાવતા નીકળી હતી. 7 કિલોમીટરના રૂટની આ શોભાયાત્રામાં ભગવાન નગરચર્યાએ નીકળી લોકોને આશીર્વાદ આપ્યા હતા.

    પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે એટલે કે આજે રાજકોટના રાજમાર્ગો પર ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. અટલ બિહારી બાજપાઈ હોલની સામે આવેલ મેદાનથી સંતો અને મહાનુભાવો દ્વારા શોભાયાત્રને પ્રસ્થાન કરાવવામાં આવી હતી અને ત્યાંથી સેટેલાઈટ ચોક, બાલક હનુમાન ચોક, જલગંગા ચોક, ઈમિટેશન માર્કેટ, પટેલ વાડી,પાણીનો ઘોડો, ગોકુલ હોસ્પિટલ, ક્રિસ્ટલ સીટી, રાજ સ્કુલ થઈ તિરુપતિપાર્ક સંસ્કારધામ ખાતે શોભાયાત્રા સંપન્ન થઇ હતી.

    આ પણ વાંચો - રાજકોટમાં વેરા વસુલાત માટે મનપાની કડક કાર્યવાહી, કોંગી નેતાએ નોંધાવ્યો વિરોધ

    BAPSના પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીએ જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે નવા ચાર સંસ્કારધામની પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે આજે બીજા દિવસે 7 કિલોમીટર ના રૂટ પર ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી છે. અલગ અલગ 80 કૃતિઓ સાથે સમાજ જોગ સંદેશ સાથે એક રાજકોટ , નેક રાજકોટ , સ્વચ્છ રાજકોટ સલામત રાજકોટ બને તેવા આશીર્વાદ સાથે ભગવાન નગર ચર્યાએ નીકળી રાજકોટની જનતાને આશીર્વાદ આપી રહ્યા છે.
    First published:

    Tags: BAPS, રાજકોટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन