રાજકોટ : ધૈર્યરાજસિંહને બચાવવા રાજદીપસિંહ રીબડા પણ મેદાને, ઇન્સ્ટાગ્રામ Video Viral થયો

રાજકોટ : ધૈર્યરાજસિંહને બચાવવા રાજદીપસિંહ રીબડા પણ મેદાને, ઇન્સ્ટાગ્રામ Video Viral થયો
રાજદીપસિંહ જાડેજાએ વીડિયો સંદેશો આપી અઠારે વર્ણને આ કામમાં જોડાવા માટે અપીલ કરી છે

અત્યારસુધીમાં ધૈર્યરાજને બચાવવા માટે 4.5 કરોડનું અનુદાન એકત્ર થયા. રાજદિપસિંહ રીબડાએ કહ્યુ 'પૈસાના વાંકે માસુમ બાળકનો ઈલાજ અટકવા નહીં દેવામાં આવે'

  • Share this:
મહીસાગર જિલ્લાના ખાનપુર (Khanpur) તાલુકાનો ત્રણ મહિનાનો ધૈર્યરાજ (Dhairyaraj ) ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. લોકો મદદે આવે તે માટે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા ખાસ મુહિમ ઉઠાવવામાં આવી રહી છે. આ અંગે સતત અહેવાલ પ્રસારિત કરવામાં આવી રહ્યો છે. ટીવીના માધ્યમથી ગુજરાતના ખૂણે ખૂણે ધૈર્યરાજને બચાવવા મેસેજ પહોંચાડવામાં આવી રહ્યો છે ત્યારે આનંદની વાત એ છે કે ધૈર્યરાજના ખાતામાં અત્યારસુધી સાડા ચાર કરોડ (4.5crore rupees) જેટલી રકમ જમા થઈ છે. ધૈર્યરાજ માટે લોકો દિલ ખોલીને દાન (Donation) આપી રહ્યા છે.

માસૂમ બાળક ધૈર્યરાજસિંહ રાઠોડને (save DhairyaRaj) બચાવવા માટે ન્યૂઝ 18ગુજરાતી દ્વારા આઠમી માર્ચ થી સતત મુહિમ ચલાવવામાં આવી રહી છે. ત્યારે ધૈર્યરાજ ને બચાવવા માટે 22 કરોડ રૂપિયાના ઇન્જેક્શનની જરૂર છે. તે અંતર્ગત  રીબડાના યુવા ક્ષત્રિય અને પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પૌત્ર રાજદિપસિંહ રીબડા પણ મેદાને પડ્યા છે. તેમણે કહ્યું કે  આ બાળકને બચાવવા મેદાને માત્ર છ દિવસના સમયગાળા દરમિયાન સાડા ચાર કરોડ રૂપિયા એકત્રિત થયા છે. રાજદિપસિંહે બનાવેલો ઇન્સ્ટાગ્રામ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકોના તમેને અસંખ્ય ફોન આવી રહ્યા છે.8મી માર્ચના રોજ ધૈર્યરાજ સિંહ રાઠોડના માતા-પિતા તેમના પુત્રને લઈ રાજદીપસિંહ રીબડા ને ત્યાં મળવા ગયા હતા. આ સમયે રાજદીપસિંહ દ્વારા ધૈર્ય રાજસિંહને મદદની અપીલ કરતો હોય તે પ્રકારનો એક વિડીયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો હતો.આ પણ વાંચો :  રાજકોટ : જઘન્ય ઘટના! 12 વર્ષના બે તરૂણોએ તરૂણી સાથે દુષ્કર્મ આચર્યુ, છતનો દરવાજો બંધ કરી ઇજ્જત લૂંટી

જે વીડિયોમાં રાજદીપસિંહ રીબડા એ જણાવ્યું હતું કે, ધૈર્ય રાજ સિંહ રાઠોડ નામના ત્રણ મહિનાના બાળકને SMA -1 નામની બીમારી છે. તે બીમારી માટે નું ઇન્જેક્શન ભારતમાં અવેલેબલ નથી ત્યારે વિદેશમાંથી ઇન્જેક્શન મંગાવવું પડે તેમ છે. જે માટે રાઠોડ પરિવાર ને 22 કરોડ રૂપિયા જેટલી રકમ ની જરૂર છે. ત્યારે ખુદ રીબડા ના જાડેજા પરિવાર દ્વારા પણ લાખો રૂપિયાની મદદ રાઠોડ પરિવાર ને કરવામાં આવી છે.

તો સાથે જ આગામી સપ્તાહમાં ખુદ રાજદીપસિંહ રીબડા ટોલનાકા પર તેઓ અને તેમની ટીમ ડોનેટ box લઈને ઉભા રહેશે. લોકો પાસેથી ધૈર્ય રાજ સિંહ રાઠોડ માટે ભંડોળ એકત્ર કરવા માટે ટોલનાકા ઉપર ઉભા રહેશે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં રાજદીપસિંહ રીબડા દ્વારા ધૈર્ય રાજ સિંહ માટે અપલોડ કરવામાં આવેલ વિડિયો સાત લાખ પચ્ચીસ હજારથી પણ વધુ લોકો નિહાળી ચૂક્યા છે. જે વિડીયો નિહાળ્યા બાદ અનેક ભામશાઓ આગળ આવી ધૈર્યરાજ સિંહ માટે દાનની સરવાણી વહાવી ચૂક્યા છે.

આ પણ વાંચો : સાયલા : નેશનલ હાઇવે ઉપર હોટલમાં એક શખ્સ દ્વારા ફાયરિંગ, ઘટનાનો Live video વાયરલ

ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં રાજદીપસિંહ રીબડા એ જણાવ્યું હતું કે, ધૈર્યરાજ સિંહ રાઠોડ માટે શક્ય તેટલા તમામ ભંડોળ એકત્ર કરવાના પ્રયાસો કરવામાં આવશે. માસુમ બાળકને ઇન્જેક્શન ચોક્કસ મળી રહેશે અને તે માટે જે કંઈ પણ કરવું પડશે તે તેમના તેમજ તેમના પરિવાર દ્વારા કરવામાં આવશે. પૈસાના વાંકે માસુમ બાળકનો ઈલાજ અટકવા નહીં દેવામાં આવે.
Published by:Jay Mishra
First published:March 13, 2021, 13:26 pm

ટૉપ ન્યૂઝ