ધૈર્યરાજસિંહને બચાવવા માટેની મુહિમમાં કિર્તીદાન પણ મેદાને, Video દ્વારા મદદ કરવા હાકલ કરી

ધૈર્યરાજસિંહને બચાવવા માટેની મુહિમમાં કિર્તીદાન પણ મેદાને, Video દ્વારા મદદ કરવા હાકલ કરી
કિર્તીદાન ગઢવીએ વી઼ડિયો દ્વારા કરી અપીલ

ન્યૂઝ18 ગુજરા્તીની મુહિમને ચારેકોરથી મળી રહેલું સમર્થન, અત્યારસુધીમાં 10.5 કરોડ રૂપિયાનો ફાળો પરિવાર સુધી પહોંચ્યો. જુઓ વીડિયોમાં શું કહ્યું કિર્તીદાને

  • Share this:
ત્રણ મહિનાના માસુમ ધૈર્યરાજસિંહને (Save Dhairyaraj) બચાવવા માટે 16 કરોડ રૂપિયાની જરૂર છે. ત્યારે બીજી તરફ ધૈર્યરાજસિંહની મદદ અર્થે એકત્ર થયેલ ભંડોળનો આંક 10.5 કરોડ સુધી પહોંચ્યો છે. એટલે કે 16 કરોડ પૈકી હવે માત્ર 5.5 કરોડનું ભંડોળ ધૈર્યરાજસિંહ માટે એકત્ર કરવાનું બાકી છે. ત્યારે ધૈર્ય રાજ સિંહની મદદ કરવા માટે લાડકી ફેમ કિર્તીદાન ગઢવી (Kirtidan Gadhavi) પણ હવે મેદાને આવ્યા છે.

કિર્તીદાન ગઢવીએ શુક્રવારના રોજ પોતાના ઓફિસિયલ ફેસબુક પેજ પર ધૈર્ય રાજ સિંહ રાઠોડ માટે આર્થિક મદદ ની અપીલ કરતો વીડિયો શેર કર્યો છે. જે વિડીયો ને ગણતરીની કલાકોમાં અઢળક શેર લાઈક તેમજ કોમેન્ટ મળી ચૂકી છે.ત્યારે કિર્તીદાન ગઢવી પોતાના વીડિયોમાં લોકોને અપીલ કરતા જણાવ્યું છે કે, ધૈર્ય રાજ સિંહ રાઠોડ નામના બાળકને SMA 1 ટાઇપ ની બીમારી છે. જે બીમારી અંતર્ગત સારવાર અર્થે આપવાનું થતાં ઇન્જેક્શન ની કિંમત 22.5 કરોડ છે. જે 22.5 કરોડ પૈકી ભારત સરકાર દ્વારા ટેક્ષની સંપૂર્ણ રકમ બાદ આપવામાં આવશે.

આ પણ વાંચો : રાજકોટ : ધૈર્યરાજસિંહને બચાવવા રાજદીપસિંહ રીબડા પણ મેદાને, ઇન્સ્ટાગ્રામ Video Viral થયો

જેથી ઇન્જેક્શન માટે ધૈર્ય રાજ સિંહ ના પરિવાર ને 16 કરોડ રૂપિયાની જરૂર છે. ત્યારે મેં પણ મારાથી યથાયોગ્ય આર્થિક સહાય કરી છે. ત્યારે લોકોને પણ હું અપીલ કરું છું કે લોકો ત્રણ માસના માસુમ બાળકને બચાવવા માટે આગળ આવે આર્થિક સહાય કરે. જેથી કરીને સારવાર અર્થે આપવામાં આવનાર ઇન્જેક્શન બાળકને મળી શકે અને તેને એક નવી જિંદગી નવું જીવન મળી શકે.ઉલ્લેખનીય છે કે આ પહેલા ત્રણ માસના માસુમ ને બચાવવા માટે અનેક સેલિબ્રિટી મેદાને આવી ચૂક્યા છે. જેમાં સબ ટીવી પર આવતી બાલવીર રિટર્ન્સ નામની સિરિયલ ના લીડ એક્ટર દેવ જોશી, ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રવિન્દ્ર સિંહ જાડેજા ના ધર્મપત્ની રીવાબા જાડેજા પણ ત્રણ માસના માસૂમ બાળક માટે આર્થિક સહાય કરવાની અપીલ કરી ચૂક્યાં છે.

આ પણ વાંચો : News18 ગુજરાતીની મુહિમના પડઘા પડ્યા, ધૈર્યરાજના ઇન્જેક્શન માટે CM રૂપાણીએ ફાળવ્યા 10 લાખ

તો સાથે જ રાજદીપસિંહ રીબડા, કરણી સેના રાજકોટ, રાજકોટ શહેર પ્રિન્ટ એન્ડ ઇલેક્ટ્રોનિક મીડિયા તેમજ આમ આદમી પાર્ટી દ્વારા પણ આર્થિક સહાય કરવામાં આવી છે. તો શુક્રવારના રોજ રાજ્ય સરકાર દ્વારા પણ 10 લાખની સહાય ત્રણ માસના માસુમ બાળકને આપવામાં આવી છે.
Published by:Jay Mishra
First published:March 20, 2021, 17:41 pm

ટૉપ ન્યૂઝ