સૌરાષ્ટ્ર યુનિ.માં નકલી માર્કશીટ દ્વારા હોમિયોપેથીકમાં પ્રવેશ આપવાનું મોટું કૌભાંડ ઝડપાયું

News18 Gujarati
Updated: April 16, 2018, 8:10 PM IST
સૌરાષ્ટ્ર યુનિ.માં નકલી માર્કશીટ દ્વારા હોમિયોપેથીકમાં પ્રવેશ આપવાનું મોટું કૌભાંડ ઝડપાયું

  • Share this:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હોમિયોપેથીક વિભાગનું બોગસ માર્કશીટ કૌભાંડ સામે આવ્યુ છે. હોમિયોપેથીક વિભાગના ડીન દ્રારા આચરવામાં આવેલા આ કૌંભાડમાં અન્ય રાજ્યની યુનિવર્સિટીઓની બોગસ માર્કશીટ લઇને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ કૌંભાડમાં વિધાર્થીઓ પાસેથી ત્રણ લાખથી સાત લાખ રૂપિયા સુધી વસૂલવામાં આવ્યા હોવાનું સામે આવ્યુ છે. આખા કૌભાંડ મામલે યુનિલર્સિટી દ્રારા 41 વિધાર્થીઓ, હોમિયોપેથીક વિભાગના ડીન અને અન્ય એક શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવાની જાહેરાત કરાઇ છે. શું છે આખુ કૌભાંડ જોઇએ આ રિપોર્ટમાં..

રાજકોટની એ ગ્રેડ ગણાતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું એ ગ્રેડ કૌભાંડ સામે આવ્યુ છે. યુનિવર્સિટીના હોમિયોપેથીક વિભાગના ડીનની નજર હેઠળ છેલ્લા ઘણાં સમયથી બોગસ માર્કશીટ રજૂ કરીને પ્રવેશ આપવાના ચાલી રહેલા કૌભાંડનો પર્દાફાશ થયો છે. થોડા સમય પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને હોમિયોપેથીક વિભાગમાં ચાર વિધાર્થીઓએ બોગસ માર્કશીટ રજૂ કરી હોવાની ફરિયાદ મળી હતી. જેના આધારે યુનિવર્સિટી દ્રારા તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. તપાસ કમિટીએ આ અંગે પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં હોમિયોપેથીક ડિપાર્ટમેન્ટના ડીન અમિત જૌશી કૌભાંડના મુખ્ય સુત્રધાર હોવાનું સામે આવ્યુ હતુ, જ્યારે આખા કૌભાંડમાં 43 જેટલા વિધાર્થીઓએ બોગસ માર્કશીટ રજૂ કરીને પ્રવેશ લીધો હોવાનું સામે આવ્યુ છે. જેની સામે હોમિયોપેથીક વિભાગે 41 વિધાર્થી અને હોમિયોપેથીકના ડીન સહિત 43 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવાની જાહેરાત કરી છે.

તપાસ કમિટીના કો ઓર્ડિનેટર નેહલ શુક્લે જણાવ્યું કે, અમે તપાસ કરી છે અને 43 લોકો સામે પોલીસ ફરિયાદ કરવા જઇ રહ્યા છીએ. આ કેસમાં અમિત જોશીની સાથે ડો કાદરી છે જે આખા કૌભાંડમાં તેમની સાથે છે, તેમની સામે પણ ફરિયાદ નોંધાશે.

કઇ રીતે થયુ કૌંભાડ..??

તપાસ કમિટીના કહેવા પ્રમાણે બી.એ.ડાંગર કોલેજના પ્રિન્સિપાલ અને ડીન અમિત જોશી આ કૌભાંડના મુખ્ય સુત્રધાર છે જેના દ્રારા ઝારખંડની વિનોબા ભાવે યુનિવર્સિટી. દિલ્હીની યુનિવર્સિટી ઓફ સાઉથ કેમ્પસ અને બિહાર યુનિવર્સિટીની હોમિયોપેથીકની બોગસ માર્કશીટ તૈયાર કરવામાં આવી હતી. જેના આધારે 43 વિધાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ કૌભાંડમાં જામખંભાળિયાના ડો. કાદરી હોવાનું પણ સામે આવ્યુ છે. ડો અમિત જોશીના કહેવા પ્રમાણે ડો.કાદરી વિધાર્થીઓના દસ્તાવેજો તૈયાર કરતા હતા, જેની સામે પણ પોલીસ ફરિયાદ નોંધાવાની જાહેરાત કરાઇ છે.

તપાસ કમિટીના કહેવા પ્રમાણે અમિત જોશી અને ડો.કાદરી વિધાર્થીઓ પાસેથી ત્રણ લાખથી પાંચ લાખ રૂપિયા પડાવતા હતા અને બોગસ માર્કશીટ આપતા હતા અને બીજા અથવા ત્રીજા વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રવેશ આપતા હોવાનું સામે આવ્યુ છે.તપાસ કમિટીના રિપોર્ટમાં ડાંગર કોલેજની સાથે સાથે રાજકોટની ગેરૈયા હોમિયોપેથિક કોલેજ અને અમરેલીની વ્યાસ કોલેજે પણ બોગસ માર્કશીટ ધરાવતા વિધાર્થીઓને પ્રવેશ આપ્યો હોવાનું સામે આવ્યુ છે, તો પરિક્ષા વિભાગના કર્મચારીઓની પણ બેદરકારી છે જેની સામે પણ તપાસ કમિટીએ કુલપતિને રિપોર્ટ કર્યો છે. હાલ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ રહી છે, જો કે સૌથી મોટો સવાલ એ છે કે છેલ્લા ચાર ચાર વર્ષથી ચાલતા આ કૌંભાડમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક પણ સત્તાધીશની નજર કેમ ન પડી. આગ લાગે ત્યારે જ કુવો ખોદવાની ટેવ ધરાવતા યુનિવર્સિટીના સત્તાધીશો હવે આવા કૌભાંડ ન થાય તેના માટે ક્યાં પગલા લેશે કે, પછી ફરી કૌભાંડ થવાની રાહ જોશે તે જોવાનું રહેશે.

સ્ટોરી - અંકિત પોપટ
First published: April 16, 2018, 8:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading