સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 51 પ્રોફેસરની ભરતી પ્રક્રિયાની જાહેરાતમાં નિયમોના ઉલ્લંઘનનો આક્ષેપ

News18 Gujarati
Updated: November 10, 2019, 4:32 PM IST
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 51 પ્રોફેસરની ભરતી પ્રક્રિયાની જાહેરાતમાં નિયમોના ઉલ્લંઘનનો આક્ષેપ
એસ.સી.,એસ.ટી. ઓબીસી મહાસંઘના કન્વીનર પ્રોફેસર રાજેન્દ્ર જાદવે આ મામલે વિરોધ નોંધાવ્યો

એસસી, એસટી, ઓબીસી મહાસંઘના કન્વીનરે અવાજ ઉઠાવ્યો, શિક્ષણમંત્રી ભુપેન્દ્ર ચુડાસમાને પત્ર લખ્યો

  • Share this:
સંજય ટાંક, અમદાવાદ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 51 પ્રોફેસરની ભરતી પ્રક્રિયાની જાહેરાતને લઈને અમદાવાદના પ્રોફેસરે સવાલો ઉઠાવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હાલમાં પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરની 51 જગ્યા માટે ભરતી પ્રક્રિયા ની જાહેરાત કરવામાં આવી હતી. નિયમોને નેવે મુકીને ભરતી પ્રક્રિયા કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ અમદાવાદના પ્રોફેસરએ લગાવ્યો છે અને આ મુદ્દે શિક્ષણ મંત્રીને પત્ર લખી રજુઆત કરી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, અને આસિસ્ટન્ટ પ્રોફેસરની 51 જગ્યાઓની ભરતી પ્રક્રિયાને લઈને વિવાદ ઉઠ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ 51 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયાની જાહેરાત કરી છે જે નિયમોથી સદંતર વેગળી અને યુજીસીના નિયમોને નેવે મુકીને કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ જાહેરાત માં એસસી, એસટી અને ઓબીસી ને રોસ્ટર પ્રમાણે જે પ્રતિનિધિત્વ મળવું જોઈએ તે મળ્યું નથી. જેને લઇને ભરતી પ્રક્રિયામાં અન્યાય થઈ રહ્યોં હોવાનો ઘટસ્ફોટ કર્યો છે.

એસ.સી.,એસ.ટી. ઓબીસી મહાસંઘના કન્વીનર પ્રોફેસર રાજેન્દ્ર જાદવે આ મામલે વિરોધ નોંધાવ્યો


અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજના પ્રોફેસર અને એસ.સી.,એસ.ટી. ઓબીસી મહાસંઘના કન્વીનર પ્રોફેસર રાજેન્દ્ર જાદવે આ મામલે વિરોધ નોંધાવ્યો છે. અને આ મુદ્દે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખ્યો છે અને ભરતી પ્રક્રિયાની જાહેરાતમાં થયેલા અન્યાય મામલે રજુઆત કરી છે. તેમણે જણાવ્યું કે દેશની તમામ કોલેજોમાં અને યુનિવર્સિટીમાં રોસ્ટર પદ્ધતિનો અમલ કરી ભરતી પ્રક્રિયામાં થતી હોય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ભરતી પ્રક્રિયાની જાહેરાતમાં કેન્દ્ર સરકારે જે રોસ્ટર પદ્ધતિનો વટહુકમ બહાર પાડ્યો છે તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જાહેરાતમાં એસ.સી. ,એસ.ટી. ,ઓબીસીના ઉમેદવારોને બંધારણીય જોગવાઈ પ્રમાણે જે લાભ મળવો જોઈએ તે દેખાતો નથી. અમારી માંગણી એ છે કે યુનિવર્સિટી દ્વારા તેમનું મહેકમ, રોસ્ટરની ફેર ચકાસણી કરવામાં આવે અને ચકાસણી બાદ ભરતી પ્રક્રિયામાં સુધારો કરવામાં આવે. શિક્ષણ મંત્રીને જે પત્ર લખ્યો છે તેમાં યુનિવર્સિટીની જાહેરાતમાં રોસ્ટર ક્રમાંકની ગણતરી કરાઈ છે અને ઉમેદવારોની ભરતીની સંખ્યામાં ભુલ દેખાય છે. જે સંખ્યાની ગણતરીની ફેર ચકાસણી કરવા માંગ કરી છે.

મહત્વનું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 30 ભવનમાં 30 પ્રોફેસરની ગણતરી કરવામાં આવે તો રોસ્ટર પદ્ધતિ પ્રમાણે 30 પ્રોફેસરમાંથી 2 જગ્યા શિડ્યુલ કાસ્ટ માટેની અનામત રાખવાની હોય છે. પરંતુ હાલ બહાર પાડેલી ભરતીની જાહેરાતમાં એક પણ જગ્યા શિડ્યુલ કાસ્ટ માટે ના રાખતા વિવાદ વકર્યો છે.
First published: November 10, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading