મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ(Rajkot) : શહેરના(City) લક્ષ્મીવાડી વિસ્તારમાં(Lakshmiwadi area) રહેતા શખ્સે સોશિયલ મિડીયામાં(Social Media) ઓનલાઇન(Online) શીખ યુવાન(Sikh youth) સાથે ઝઘડો કરી શીખ સમાજના ધર્મગુરૂ વિશે અભદ્ર ટીપ્પણી(Indecent remarks about Dharmaguru) કરી હતી. જેનો વિડીયો વાયરલ(Video Viral) થતા શીખ સમાજમાં રોષ(Resentment) ફેલાયો હતો. સમાજનાં લોકોએ મોડીરાત્રે પોલીસ કમિશ્નર કચેરીએ(Police Commissionor office) રજુઆત કરીને આરોપી સામે કડક કાર્યવાહી(Proceeding)કરવાની માંગ કરી હતી. આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે તાત્કાલિક તપાસનો(Immediate investigation) ધમધમાટ શરૂ કર્યો હતો.
બે દિવસ અગાઉ સોશિયલ મિડીયામાં થયેલી તકરારમાં રાજકોટના એક યુવાને પંજાબના યુવાન સાથે ચડભડ કરી હતી. વાત વણસી જતાં રાજકોટના યુવાને બેફામ ગાળાગાળી શરૂ કરી હતી. એટલું જ નહીં આ દરમિયાન યુવાને શીખ સમાજના ધર્મગુરૂ વિશે પણ અભદ્ર ભાષા વાપરી હતી. આ વિડીયો વાયરલ થતાં રાજકોટના શીખ સમાજમાં રોષ ફેલાયો હતો. ગત રાતે શીખ સમાજના લોકોએ ગુરૂદ્વારા ખાતે એકઠા થઇ જો બોલે સો નિહાલ સતશ્રી અકાલના નારા લગાવ્યા હતાં. પોલીસ કમિશ્નરને લેખિત રજૂઆત કરી હતી.
રજૂઆતમાં જણાવ્યું હતું કે સોશિયલ મિડીયા પર અમારી ધામિર્ક ભાવનાને ઠેંસ પહોંચાડતાં વિડીયોમાં અભદ્ર ભાષા બોલનારા શખ્સ સામે તાકીદે કાર્યવાહી કરવી જોઈએ. આ અંગે ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદે તુરત તપાસ કરવા સુચના આપતાં ક્રાઇમ બ્રાંચની ટીમો કામે લાગી હતી. જેમાં વિડીયોમાં જોવા મળતો શખ્સ લક્ષ્મીવાડી શિવકૃષ્ણ સોસાયટીમાં રહેતો અને ટ્રાવેલ્સના ધંધા સાથે સંકળાયેલો 28 વર્ષીય સંજયસિંહ ઉર્ફ મોન્ટુ મહેન્દ્રસિંહ ઝાલા હોવાનું સામે આવ્યું હતું.
આ માહિતી મળતા જ પોલીસ તેને પકડવા પહોંચી હતી. પરંતુ તે ઘરે મળ્યો નહોતો. મોબાઇલ ફોનના લોકેશનને આધારે તપાસ યથાવત રખાઇ હતી અને ગત મોડી રાતે તેને અમરેલીની મહુવા ચોકડી નજીકથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવાયો હતો. સંજયસિંહ એવું રટણ કર્યુ હતું કે પહેલા પંજાબી શખ્સે પીએમ મોદીજી વિશે એલફેલ વાતો કરી હતી. જો કે એ વિડીયો ડિલીટ થઇ ગયો હતો. એ પછી પોતે પણ નશો કરેલી હાલતમાં હોવાથી થોડુ વધુ પડતું બોલી ગયો હતો. હાલ ક્રાઇમ બ્રાંચની ટીમેં આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર